તમે આખા ગામના લગ્ન જોયા હશે પણ આવું ક્યાંય નહીં જોયું હોય, દીકરીને પિતા દહેજ તરીકે આપે 21 ઝેરી સાપ, જાણો કારણ

આપણે અહીં લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે અને એનું આગવું મહત્વ છે. દરેક સમાજના અલગ અલગ રિત-રિવાજ અને રહેણી કહેણી લગ્નની રીતને પણ અલગ પાડે છે. પરંતુ અમુક સમુદાયના રિવાજો એટલા વિશિષ્ટ હોય કે આપણે ચકિત થઈ જતાં હોઈએ છીએ. એક એવા જ રિત રિવાજ વિશે વાત કરવી છે. તમે પુત્રીના લગ્ન સમયે પિતા ખુશીથી પૈસાથી લઈને કાર સુધીની વસ્તુઓ ભેટ આપતા જોયા હશે.

image source

પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે દહેજમાં ઝેરી સાપ પણ આપવામાં આવે છે. તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ વાત સો ટકા સાચી છે કે, આપણા દેશમાં મધ્યપ્રદેશના ચોક્કસ સમુદાયમાં આ પ્રથા પ્રચલિત છે કે દહેજ એક પિતા દીકરીઓને 21 ઝેરી સાપ આપે છે. તમે પહેલી વખત સાંભળીને કશું જ રિએક્શન આપો એ પહેલાં શા માટે આવું કરવામાં આવે એ પણ જાણવું જરૂરી છે. કારણ કે એની પાછળ એક પરંપરા સદીઓથી ચાલી આવે છે.

જમાઈને 21 ઝેરી સાપ દહેજમાં આપે છે

image source

મધ્યપ્રદેશના ગૌરીયા સમાજના લોકો તેમના જમાઈને 21 ઝેરી સાપ દહેજમાં આપે છે. આ સમુદાયમાં સદીઓથી આ પરંપરા ચાલી આવી રહી છે. એવું માનવામાં આવે છે કે જો આ સમુદાયનો કોઈ વ્યક્તિ તેની પુત્રીને લગ્નમાં સાપ ન આપે તો તેની પુત્રીના લગ્ન જલ્દીથી તૂટી જાય છે.

આ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય સાપને પકડવાનો છે

image source

એવું કહેવામાં આવે છે કે પુત્રીના લગ્નનો નિર્ણય થતાં જ પિતા તેમના જમાઈને ભેટ આપવા માટે સાપને પકડવાનું શરૂ કરી દે છે. તેમાં ગેહુઅન જેવા ઝેરી સાપ પણ હોય છે. અહીંના બાળકો તે ઝેરી સાપથી ડરતા નથી, પરંતુ તેઓ આરામથી તેમની સાથે રમતા જોવા મળે છે, હકીકતમાં આ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય સાપને પકડવાનો છે અને તેઓ લોકોને સાપ રમાડીને અને સાપ પકડીને પૈસા કમાય છે. આ જ કારણ છે કે પિતા તેમના જમાઈને દહેજમાં 21 ઝેરી સાપ આપે છે, જેથી તે આ સાપ દ્વારા પૈસા કમાઈ શકે અને પરિવારને ખવડાવી શકે.

જો સાપ મરી જાય તો આખા કુટુંબને હજામત કરવી પડે છે

image source

આ સમુદાયમાં સાપને સુરક્ષિત રાખવા માટે કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે જો તેમના બોક્સમાં સાપ મરી જાય છે, તો પછી આખા કુટુંબને હજામત કરવી પડે છે. વળી, સમુદાયના બધા લોકોને પણ જમાડવા પડે છે. ઉલ્લેખનીય છે કે આવા તો કેટલાય સમુદાય છે કે જ્યાં આપણે ચકિત રહી જઈએ એવીવ પરંવરાથી લગ્ન કરવામાં આવતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span