ભારતમાં આવેલા આ ગામમાં દીકરીઓને રાખવામાં આવે છે પિયરમાં જ, નથી કરવામાં આવતી વિદાય, કારણ જાણીને તમે પણ મુકાઇ જશો આશ્વર્યમાં

ભારતના આ ગામમાં દુલ્હનની વિદાઈ નથી કરવામા આવતી – આ કારણથી અહીંથી ક્યારેય દુલ્હનની વિદાઈ નથી કરવામાં આવતી
ભારતમાં આવેલા આ ગામમાં દીકરીઓને પિયરમાં જ રાખવામા આવે છે – જમાઈને બનાવવામાં આવે છે ઘરજમાઈ

ભારતમાં દર 200 કિમી લોકોની બોલી બદલાતી હોય છે, લોકોના રીત રીવાજ પણ બદલાતા હોય છે. ભારત એક વૈવિધ્ય સભર દેશ છે. અહીં લોકોના પહેરવેશ પણ રાજ્યે રાજ્યે બદલાતા હોય છે. તો વળી ગામ-ગામના રિત રિવાજપણ અલગ હોય છે.

image source

માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના ઘણા બધા દેશોમાં એ રિવાજ છે કે દીકરીઓને પરણાવીને તેમના સાસરે વળાવી દેવામાં આવે. અને જુના જમાનામાં તો દીકરીઓને નાનપણથી જ તે માટે તૈયાર કરવામાં આવતી અને તેમને એવું વારંવાર કહેવામાં આવતું હોય છે કે પિતાના ઘરેથી દીકરીની ડોલી ઉઠે છે અને પતિના ઘરેથી તેની અરથી ઉઠે છે. અને ઘણી વાર તો પિયરના આવા જ વલણના કારણે દીકરી બધા દુઃખ સહન કરીનેપણ સારરે રહેતી હોય છે અને ક્યારેક તો સાસરીયાના ત્રાસથી આત્મહત્યા પણ કરી લેતી હોય છે.

દીકરીઓ માટે પોતાનું પિયર છોડીને પોતાના જાણીતા લોકોને છોડીને એક અજાણી જગ્યાએ પોતાના સાસરે જવું ઘણું મુશ્કેલ હોય છે. પણ સદીઓથી આ રીત ચાલતી આવી છે અને ચાલી રહી છે. પણ આ રીત ભારતના કેટલાક ગામડાઓમાં નથી માનવામા આવતી.

image source

સામાન્ય રીતે એવો રિવાજ હોય છે કે લગ્ન બાદ દુલ્હનની એટલે કે દીકરીની વિદાઈ કરી દેવામાં આવે છે. પણ ભારતના આ ગામમાં આ રિવાજ નથી નિભાવવામાં આવતો. આ ગામનો નંબર એક સમયે સ્ત્રી ભ્રૂણ હત્યામાં પહેલો હતો. પણ હવે આ ગામે છોકરીઓને બચાવવાની જાણે મુહીમ શરૂ કરી દીધી છે. આ ગામના રિવાજ પ્રમાણે છોકરીઓને લગ્ન બાદ પિયરમાં જ રાખવામાં આવે છે. તેમની વિદાઈ નથી કરવામાં આવતી.

image source

આ ગામનું નામ છે હિંગુલપુર. જ્યારે જ્યારે કોઈ માગુ આ ગામની દીકરીઓ માટે આવે છે ત્યારે ત્યારે પરિવારના લોકો આ ખાસ શરત છોકરાવાળા સમક્ષ મુકતા હોય છે. અને તે હોય છે દીકરીઓને સાસરે નહીં વળાવવાની અને જમાઈઓને ઘર જમાઈ બનાવવાની. અને તે માટે યોગ્ય વ્યવસ્થા પણ ગામના લોકો દ્વારા હળીમળીને કરવામાં આવેલી છે.

image source

આ ગામમાં જમાઈઓ રોજગાર મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અને આખું ગામ મળીને આ વ્યવસ્થા કરતું હોય છે. હિંગુલપુર ગામમાં આસપાસના જિલ્લાઓ જેમ કે કાનપુર, ફતેહપુર, પ્રતાપગઢ, ઇલાહાબાદ અને બાંદાના જમાઈઓ રહે છે. આ ગામની વિવાહિત છોકરીઓ પોતના પતિઓ સાથે ઘર ગૃહસ્થી વસાવીને આ જ ગામમાં રહે છે.

image source

અને આ કોઈ એકગામની વાત નથી પણ મધ્ય પ્રદેશમાં આવેલા નરસિંહપુર જિલ્લાના એક ગામમાં પણ આવી જ પ્રથા છે અહીં પણ જમાઈને પોતાના સાસરે આવીને વસાવવાનો રિવાજ છે. આ ગામનું નામ છે બીતલી. અને આ ગામને જમાઈઓના ગામ તરિકે પણ ઓળખવામાં આવે છે. લગ્ન બાદ પણ છોકરીઓ અહીં પોતાના પિયરમાં જ રહે છે. અને તેની પાછળ એક મોટુ કારણ પણ છે અને તે એ છે કે દીકરીઓના લગ્ન ક્યાંક દૂર કરવાથી સામેવાળાના પિરવાર વિષે બધી જ જાણકારી નથી મળી શકતી. ઘણીવાર ઓછી માહિતીની જાણકારી બાદ સંબંધ કરી દેવામા આવે છે, જેના કારણે બન્ને પક્ષે પરેશાન થવાનો વારો આવે છે. અને આ જ સમસ્યાને દૂર કરવા માટે આ વિસ્તારોમા દીકરીઓની સાથે જમાઈએ પણ તે જ ગામમાં ઘર વસાવવાનો રિવાજ બનાવવામાં આવ્યો છે.

image source

આજે પણ સમાજમાં દીકરી જો સાસરેથી પાછી આવે તો તેના વિષે સો વાતો કરવામા આવે છે. પણ આ ગામની તો પ્રથા જ નિરાળી છે. નજર સામે જ દીકરી-જમાઈને રાખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span