અનુષ્કા શર્મા પહેલા વિરાટને પસંદ હતી આ અભિનેત્રી, જાણો કોણ છે એ…

બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રીકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલીના સંબંધોને લઈને અવારનવાર સમાચાર આવતા રહે છે. તેમના લગ્નના સમાચારે આખાએ દેશને સુખદ રીતે ચોંકાવી મુક્યા હતા. ચારે તરફથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. અને તેમના લગ્નની તસ્વીરો પણ તે સમયે સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

image source

આજે કોરોના કાળમાં અત્યંત વ્યસ્ત રહેતા આ સેલેબ્રીટી કપલને પોતાની સાથે સમય પસાર કરવાનો અવસર મળ્યો છે અને તેઓ આ ક્વોલિટી ટાઇમને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અને અવારનવાર તેમની તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા કાઉન્ટ પર શેર કરતા રહે છે. તેમના વચ્ચેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ છે પણ કદાચ તમને એ નહીં ખબર હોય કે અનુષ્કા પહેલાં વિરાટને બોલીવૂડની બીજી કોઈ અભિનેત્રી ખૂબ પસંદ હતી.

image source

વાસ્તવમાં, વિરાટે એક ઇન્ટર્વ્યુ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં ઇન્ટર્વ્યૂ દરમિયાન વિરાટે એક વાતનો ખુલાસો કર્યો હતો. વિરાટે રેપિડ ફાયર રાઉંડમાં પુછવામા આવેલા એક પ્રશ્નના જવામાં તેણે કહ્યું હતું કે તે જેનેલિયા ડિસુઝાને ક્રિકેટ રમતા જોવા ઇચ્છશે કારણ કે તેણી ખૂબ ક્યૂટ લાગે છે.

image source

મિડિયા રિપોર્ટ્સનું જો માનવામાં આવે તો એક સમયે જેનેલિયા વિરાટની ક્રશ હતી. જો કે હવે તો જેનેલિયા રિતેશ દેશમુખને પરણીને સેટલ થઈ ગઈ છે. અને વિરાટ પણ અનુષ્કા સાથે સેટલ થઈ ગયો છે.

image source

અનુષ્કા શર્મા ભલે લોકડાઉનના કારણે ફિલ્મો નથી કરી રહી પણ તેણીએ ઉપરા ઉપરી બે વેબસિરિઝ પ્રોડ્યુસ કરી છે અને લોકોને તે ખૂબ પસંદ પણ આવી રહી છે. ત્યાર બાદ તાજેતરમાં તેણીની વેબ સિરિઝ બુલબુલ પણ રિલિઝ થઈ છે જે એક હોરર ડ્રામા છે. છેલ્લે અનુષ્કા ફિલ્મ ઝીરોમાં કેટરીના કૈફ અને શાહરુખ ખાન સાથે જોવા મળી હતી.

image source

લોકડાઉન દરમિયાન અનુષ્કાએ ખૂબ તસ્વીરો શેર કરી
અનુષઅકા શર્મા લોકડાઉન દરમિયાન સોશિયલ મિડાય પર ખૂબ એક્ટિવ રહી છે. તમને જણાવી દઈ કે કોરોનાવાયરનસા કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ હતું. તેવામાં સેલેબ્સ પોત-પોતાના ઘરોમાં જ રહ્યા હતા. જો કે ઘરમાં કેદ રહેવા છતાં પણ સેલેબ્સ પોતાના ફેન્સને ખૂબ મનોરંજન પુરુ પાડતા હતા.

image source

થોડા સમય પહેલાં અનુષ્કા શર્માએ પોતાના ઇસ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં અનુષ્કા છોડ વાવતી જોવા મળી હતી. આ તસ્વીર અનુષ્કાએ પોતાના ઘરની એક બારી આગળ બેસીને લીધી હતી. ફોટો શેર કરતાં અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું હતું, ‘મેં તમને જણાવ્યું હતું કે મને બધી જ સનલાઇટ સ્પોટ્સ ખબર છે.’ અનુષ્કા શર્મા આ તસ્વીરમાં ખીલખીલાટ હસતો પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કાએ તસ્વીરમાં યેલો કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે, તેની સાથે બ્લેક કલરની ટાઇટ્સ પહેરી છે. એક્ટ્રેસના આ અંદાજને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન અનુષ્કા અને વિરાટે પોતાના ઘરના આંગણામાં ક્રીકેટ પણ ખૂબ રમી હતી. જેની પણ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span