કોહલીએ બદલી નાખ્યો તેનો પ્રોફાઈલ ફોટો, શું તમે જોયો?

કોહલીએ પ્રોફાઈલ ફોટો બદલ્યો અને મહારાષ્ટ્ર પોલીસનો લોગો લગાવ્યો

image source

સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર પોલીસનું સન્માન કરીને વિરાટ કોહલીએ ટ્વિટર પર પોતાનો ડીપી બદલીને મહારાષ્ટ્ર પોલીસનો લોગો મુક્યો છે. તેમણે મહારાષ્ટ્રમાં કોરોના વોરીયર્સના કામને પણ બિરદાવ્યું હતું.

વર્તમાન સમયના ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટર પર મહારાષ્ટ્ર પોલીસનું સન્માન કર્યું હતું, તેમજ એમના માનમાં પોતાના ટ્વિટર ડીપીને બદલીને તેમાં મહારાષ્ટ્ર પોલીસનો લોગો પણ રાખ્યો છે. આ અંગે કેપ્ટન કોહલીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે પોલીસકર્મીઓ હંમેશા મુશ્કેલીના સમયમાં રાજ્યના નાગરિકોની સાથે જ ઉભા રહે છે.

image source

આમ કરીને વિરાટ કોહલીએ પોતાના ફેન્સને પણ આવું કરવા માટે વિનંતી કરી હતી. કોહલીએ પોતાના ટ્વિટર પર લખ્યું કે, ‘આપત્તિ, હુમલા અને મુશ્કેલીના સમયમાં મહારાષ્ટ્ર પોલીસ હરહંમેશ રાજ્યના નાગરિકોની સાથે ઉભી જોવા મળે છે. આજે જ્યારે તેઓ કોરોના વિરુદ્ધ લડતા યુદ્ધનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે મેં ટ્વિટર પર મહારાષ્ટ્ર પોલીસના લોગોને મારું ડીપી પીક રાખવાનો નિર્ણય કર્યો છે.’

આ પહેલા પણ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માએ પોલીસ કલ્યાણમાં પાંચ લાખ રૂપિયા સહાય આપવાનું પણ નક્કી કર્યું હતું. ટ્વિટર પર, મુંબઈ પોલીસ કમિશનર પરમ બીરસિંહે લખ્યું હતું કે, ‘મુંબઈ પોલીસ કલ્યાણ ભંડોળમાં પાંચ લાખ રૂપિયાની સહાય કરવા બદલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો આભાર.’

image source

મુંબઈ પોલીસ કમિશનરે એમ પણ લખ્યું કે, ‘તમારું યોગદાન એવા લોકોને સુરક્ષિત રાખવામાં મદદ કરશે જે આ સમયમાં કોરોના વાયરસ સામે લડી રહ્યા છે.’ વિરાટ અને અનુષ્કાએ આ અગાઉ પણ વડા પ્રધાન કેર ફંડમાં મદદ કરી હતી. આ સિવાય કોહલીએ તેની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ભાગીદાર એબી ડી વિલિયર્સ સાથે રમતની કેટલીક ચીજોની હરાજી કરવાનો પણ નિર્ણય લીધો હતો.

Source : AajTak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.