વિરાટ કોહલી વિષે તમે આ નહિ જાણતા હોવ, બોલિંગ કરવામાં છે આવો રેકોર્ડ…
ભારતીય કપ્તાન વિરાટ કોહલીના નામે બોલિંગનો આ અનોખો રેકોર્ડ પણ છે.
ક્રિકેટ એટલે અનિચ્છનીય ઘટનાની રમતનું મેદાન. ક્રિકેટમાં ક્યારે કેવા રેકોર્ડ બને તે કોઈને ખબર પડતી નથી. સાથે એવા પણ અમુક રેકોર્ડ બને જે લગભગ ક્યારેય તૂટવાની સંભાવના રહેલી હોતી નથી. ભારતના ક્રિકેટની રમતમાં સચિનના નામે જેટલા રેકોર્ડ છે એટલા રેકોર્ડ લગભગ કોઈ પાસે નથી. પણ એક બીજો બેસ્ટમેન છે જે સચિનના રેકોર્ડ પોતાના નામે કરી નાખશે.

હાલમાં ભારતીય ટીમનો સુકાની વિરાટ કોહલી પણ સચિનની જેમ ફક્ત રેકોર્ડ બનાવવા જ રમતો હોય તેવું લાગે છે. તે સતત નવા નવા રેકોર્ડ પોતાના નામે કરતો જાય છે. પરંતુ એક રેકોર્ડ એવો છે જે 2011 થી કોહલીના નામે છે પરંતુ લગભગ કોઈને તેના વિશે માહિતી નહિ હોય.

ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી એક બેટ્સમેન તરીકે સમગ્ર વિશ્વમાં ધાક ધરાવે છે. તેના નામે બેટિંગના સંખ્યાબંધ રેકોર્ડ છે. કોહલી જેવો બેટ્સમેન ભાગ્યે જ મળે છે પરંતુ અહીં વાત એ છે કે કોહલીના નામે માત્ર બેટિંગ જ નહીં પરંતુ બોલિંગમાં પણ એક અનોખો રેકોર્ડ છે.
આમ તો વિરાટ કોહલીને બોલિંગ કરતો ભાગ્યે જ જોવા મળે છે. તેમ છતાં ટી20 ઇન્ટરનેશનલમાં તેણે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે સ્ટાર બોલર્સના નસીબમાં પણ હોતો નથી. કોહલીએ તેની ટી20 કરિયરનો સૌ પ્રથમ લીગલ બોલ ફેંકતા પહેલા જ તેણે વિકેટ લીધી હતી. ટી20 ઇન્ટરનેશનલ કરિયરના પહેલા બોલે જ વિકેટ લેનારો કોહલી દુનિયાનો એક માત્ર બોલર છે.

2011માં ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે હતી. બંને વચ્ચેની ટી20 ઇન્ટરનેશનલ મેચમાં કોહલી બોલિંગમાં આવ્યો ત્યારે હરીફ ટીમનો બેટ્સમેન કેવીન પીટરસન રમી રહ્યો હતો. કોહલીએ બોલ ફેંક્યો અને બોલ લેગ સ્ટમ્પની બહાર હતો. પીટરસન રમવા માટે આગળ વધ્યો પરંતુ તે બોલ ચૂકી ગયો અને ધોનીએ સ્ટમ્પ કરી નાખ્યું. આમ પીટરસન આઉટ થઈ ગયો પરંતુ બીજી તરફ અમ્પાયરે તે બોલને વાઇડ જાહેર કરી દીધો.

ક્રિકેટમાં વાઇડ બોલ પર સ્ટમ્પ થાય છે. આમ કોહલીને વિકેટ તો મળી ગઈ પરંતુ તેણે હજી સુધી એકેય બોલ ફેંક્યો ગણાય નહીં કેમ કે વાઇડ બોલ બોલરના ખાતામાં પડતો નથી. આમ તેણે ટી20 ઇન્ટરનેશનલમાં એક પણ લીગલ બોલ ફેંક્યા વિના વિકેટ ખેરવી દીધી હતી.

હાલમાં કોહલીના નામે ઘણા બધા રેકોર્ડ છે અને તેમાં આ એક પણ રેકોર્ડ તેના નામે છે. આ રેકોર્ડ તૂટવો અશક્ય જેવો છે. અને લગભગ આ રેકોર્ડ તૂટવા માટે ઘણો ટાઈમ લાગશે.

કપ્તાન તરીકે કોહલીએ સાત બેવડી સદી મારી છે. ઓલટાઈમ સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં તે બીજા સ્થાને છે, જોકે કપ્તાન તરીકે સૌથી વધુ બેવડી સદીનો રેકોર્ડ તેના નામે છે. અગાઉ ૬ બેવડી સદી સાથે પ્રથમ સ્થાને વિરાજમાન કોહલીએ પોતાનો રેકોર્ડ વધુ મજબૂત કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝનો બ્રાયન લારા ૫ બેવડી સદી સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.