વિશ્વનો એકમાત્ર એવો જીવ જે શ્વાસ લીધા વિના પણ જીવી શકે છે, જાણો આશ્વર્યજનક માહિતી

શ્વાસ લીધા વિના કોઈપણ જીવ જંતુ કે માનવ જીવિત રહી શકતા નથી. આ વાત સર્વસામાન્ય છે અને તેમાં બેમત નથી. આપણે માણસ પ્રજાતિ શ્વાસના માધ્યમથી ઓક્સિજન વાયુ લઈએ છીએ ઓક્સિજન વગર આપણું જીવન શક્ય નથી. પરંતુ તાજેતરમાં જ વૈજ્ઞાનિકોને એક એવું રહસ્યમયી જીવ જોવામાં આવ્યું છે જે શ્વાસ લીધા વિના પણ જીવિત છે. એટલું જ નહીં પણ આ વિશ્વનું પ્રથમ એવો જીવ છે જેનામાં આ પ્રકારની વિશેષતા છે.

image source

નોંધનીય છે કે જેલીફિશ જેવા દેખાતા આ બહુકોશિકીય પરજીવીમાં માઇટ્રોકોન્ડ્રિયલ જીનોમ નથી. કોઈ પણ જીવને શ્વાસ લેવા માટે માઇટ્રોકોન્ડ્રિયલ જીનોમ હોવું અતિ આવશ્યક છે. આ કારણથી જ આ પરજીવીને જીવિત રહેવા માટે ઓક્સિજન વાયુની જરૂરત નથી પડતી. ઇઝરાયલની તેલ અવિવ યુનિવર્સિટીના શોધકર્તાઓની એક ટીમે આ અદભુત અને રહસ્યમયી પરજીવીની શોધ કરી છે.

image source

શોધકર્તાઓના જણાવ્યા મુજબ આ પરજીવી માછલીમાંથી ઉર્જા મેળવે છે પરંતુ આ દરમિયાન તે માછલીને કોઈપણ પ્રકારનું નુકશાન નથી કરતું. ખાસ વાત તો એ છે કે માછલીઓ પણ આ પરજીવીને કોઈ નુકશાન નથી કરતી.

image source

વિશેષતઃ આ પરજીવી સાલ્મન પ્રજાતિની માછલીમાં જોવા મળે છે અને ત્યાં સુધી જીવિત રહે છે જ્યાં સુધી જે તે સાલ્મન માછલી જીવિત રહે.

image source

આ.પરજીવીનું વૈજ્ઞાનિક નામ હેન્નિગુયા સાલ્મીનિકોલા છે. આ શોધ ટીમના વડા ડયાના યાહલોમીએ જણાવ્યું હતું કે આ જીવ માણસો માટે કે અન્ય જીવો માટે બિલકુલ પણ જોખમકારક નથી. જો કે હજુ સુધી એ રહસ્ય જ બનેલુ છે જે આખરે ઓક્સિજન વિના જીવિત રહી શકતું આ જીવ પૃથ્વી પર વિકસિત કઈ રીતે થયું ?

image source

શોધ દરમિયાન વૈજ્ઞાનિકોએ આ પરજીવીને ફ્લોરેસેન્સ માઈક્રોસ્કોપ વડે જોયું જેમાં માઈટોકોન્ડ્રિયલ ડીએનએ ન દેખાયો. ત્યાર બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે તે વિશ્વનું પ્રથમ એવો જીવ છે જેને જીવિત રહેવા માટે શ્વાસ લેવાની જરૂર નથી.

જો કે વર્ષ 2010 માં ઇટાલીના સંશોધનકારોએ આ પ્રકારના જ એક જીવની શોધ કરી હતી જેમાં પણ સ્પષ્ટ રીતે માઈટોકોન્ડ્રિયલ ડીએનએ નહોતા દેખાયા. તેની ઉર્જાનો સ્ત્રોત હાઇડ્રોજન સલ્ફાઇડ હતો પરંતુ હાલ નવા મળેલા જીવને તો હાઇડ્રોજન સલ્ફાઇડની પણ જરૂર નથી.