વિવેક ઓબેરોય એક ફિલ્મના છે અધધધ…રૂપિયા, જાણો કેટલી સંપત્તિનો છે માલિક

વિવેક ઓબેરોય છે અબજોનો માલિક – એક ફિલ્મના લે છે કરોડો રૂપિયા

બોલીવૂડ એક્ટર વિવેક ઓબેરૉય ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક જાણિતો ચહેરો છે. વિવેકે પોતાની કેરિયરમાં ઘણી બધી ચડ ઉતર જોઈ છે. વિવેક ઓબેરૉયનો જન્મ 3જી સપ્ટેમ્બર 1976માં થયો હતો. તેનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. વિવેકના પિતા સુરેશ ઓબેરૉય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર છે. વિવેક ઓબેરૉયનું નામ તેમના જન્મ બાદ વિવેકાનંદ ઓબેરૉય રાખવામાં આવ્યું હતું પણ પછીથી તેમણે પોતાનું નામ બદલીને વિવેક રાખી લીધું.

 

View this post on Instagram

 

A post shared by Vivek Oberoi (@vivekoberoi) on

રામ ગેપાલ વર્માની ફિલ્મથી કર્યું હતું પદાર્પણ

વિવેક ઓબેરૉયે રામ ગોપાલ વર્માની ફિલ્મ કંપનીમાં 2002ની સાલમાં બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ માટે વિવેક ઓબેરૉયને બેસ્ટ ડેબ્યુ અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના ફિલ્મફેયર અવોર્ડ મળ્યા હતા. આ ઉપરાંત તેણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં, રોડ, દમ, સાથિયા, મસ્તી, યુવા, કિસના ધ વોરિયર પોયેટ, ઓમકારા, નકશા, ક્યું હો ગયા ના, શૂટઆઉટ એટ લોખંડવાલા, મિશન ઇસ્તાંબુલ, રક્ત ચરિત્ર, ક્રીશ 3, ગ્રેટ ગ્રાંડ મસ્તી, પીએમ નરેન્દ્ર મોદી અને રુસ્તમ ફિલ્મોનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Vivek Oberoi (@vivekoberoi) on

ફિલ્મ કંપનીમાં વિવેકના કામને ખૂબ વખાણવામા આવ્યું હતું. પણ તેને ખરી સફળાત રાની મુખરજી સાથેની ફિલ્મ સાથિયામાં મળી હતી. આ ફિલ્મની સ્ટોરી, કલાકારી એક્ટિંગ તેમજ એ.આર. રહેમાનના મ્યુઝિકે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. ત્યાર બાદ તેણે મલ્ટી સ્ટારર કોમેડી ફિલ્મ મસ્તી કરી જે પણ સુપર હીટ રહી. ત્યાર બાદ તેની ફિલ્મ ઓમકારામાં પણ તેમના ખૂબ વખાણ થયા હતા.

image source

વિવેક ઓબેરૉય સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ કામ કરે છે. તેમણે સાઉથની સુપરહીટ ફિલ્મ વિવેગમમાં કામ કર્યું હતું. આ સિવાય થોડા મહિનાઓ પહેલાં તેમણે વેબસિરિઝમાં પણ ડેબ્યુ કર્યો હતો. સિરિઝનું નામ હતું ઇનસાઇડ એજ જેમાં તેમણે તનુજ વિરવાની અને રીચા ચઢ્ઢા સાથે કામ કર્યું હતું. આ સિરિઝ 21 ફેબ્રુઆરી 2020ના રોજ રિલિઝ થઈ હતી. થોડા સમય પહેલાં વિવેકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એ સમાચાર પણ શેર કર્યા હતા કે તેમને આ વેબસિરિઝ માટે અવોર્ડ મળ્યો છે.

image source

હવે તે પોતાની એન્ટરટેઇનમેન્ટ કંપની ઓબેરૉય મેગા એન્ટરટેઇમેન્ટ અને મંદીરા એન્ટરટેઇનમેન્ટ સાથે મળીને એક ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ છે રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર. આ ફિલ્મમાં ટેલિવિઝન સ્ટાર શ્વેતા તીવારીની દીકરી પલક તિવારી ડેબ્યુ કરવા જઈ રહી છે. વિવેકે આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ શેર કર્યું હતું.

image source

તે શેર કરતાં તેમણે લખ્યુ હતું, ‘આપણી રહસ્યમયી છોકરી… રોઝીમાં અને રોઝી તરીકે પલક તિવારીને લોન્ચ કરતા આનંદ અનુભવી રહ્યો છું. અમારી હોરર-થ્રીલર ફ્રેન્ચાઇઝી ગુરુગ્રામમાં ઘટેલી એક સત્ય ઘટના પર આધારિત છે.’

 

View this post on Instagram

 

A post shared by Vivek Oberoi (@vivekoberoi) on

જોકે તેમને લાંબી રેસના ઘોડા ગણવામાં આવતા હતા અને તેમની એક્ટિંગ પણ લોકોને ખૂબ પસંદ હતી તેમચ છતાં તેમને ધીમે ધીમે ફિલ્મો મળવાની ઓછી થઈ ગઈ હતી જેની પાછળ તેની અને સલમાનખાન વચ્ચેના ઝઘડાને જવાબદાર ગણવામાં આવે છે. અને આ ઝઘડા પાછળ સલમાન અને ઐશ્વર્યા રાયના સંબંધોમાં આવેલી તીરાડને જવાબદાર ગણવામાં આવી હતી.

એક પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે

image source

વિકે ઓબેરૉય પોતે એક ઉમદા અભિનેતા છે અને સાથે સાથે પોતાનુ એક પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે. તેમના પ્રોડક્શન હાઉસનું નામ ઓબેરૉય મેગા એન્ટરટેનમેન્ટ છે. માત્ર એટલુ જ નહીં વિવેકે પોતાની એક કંપની પણ ખોલી છે જેણે મહારાષ્ટ્રના શાહપુરમાં અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ 15 હજાર કરતા વધારે પરિવારોને 7 લાખ 90 હજાર રૂપિયામાં ઘર આપવાના છે.

કરોડોની સંપત્તિના છે માલિક

image source

અહેવાલો પ્રમાણે વિવેક ઓબેરૉયની કુલ સંપત્તિ લગભગ 15 મિલિયન ડોલર છે. એટલે કે એક અબજ અને 10 કરોડ રૂપિયા કરતાં વધારેની સંપત્તિના તે માલિક છે. હવે તેમના ફિલ્મના રેટની વાત કરીએ તો તેઓ એક ફિલ્મના 3થી 4 કરોડ લે છે. માત્ર એટલું જ નહીં તે સોશિયલી પણ ખૂબ એક્ટિવ છે. તેઓ અવારનવાર કોઈને કોઈની મદદ કરતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span