આજે છે એકાદશી – એકાદશિના દિવસે ભૂલથી પણ ન કરશો આ કામ

15મી ઓગસ્ટના દિવસે એટલે કે આપણા દેશના સ્વતંત્રતા દિવસના અવસર પર પવિત્ર અગિયારસ પણ છે. આ એકાદશીએ ભગવાન વિષ્ણુની પુજા કરવામા આવે છે. એવું કહેવામાં આવે છે કે આ વ્રત રાખવાથી બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને મનોકામનાઓ પણ પૂરી થાય છે. અજા એકાદશીના વ્રત દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવામા આવે છે. તો ચાલો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

આ વાતોનું ખાસ રાખો ધ્યાન

image source

એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ. એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી વ્યક્તિ પછીના જન્મે સરકતા જીવની યોનિમાં જન્મ લે છે.

image source

અજા એકાદશિના દિવસે ખાવા-પીવા અને વર્તનમાં સંયમ રાખવું ખાસ જરૂરી છે.

એકાદશીનો લાભ મેળવવા માટે આ દિવસે ઝઘડા કે કંકાસથી બચવું જોઈએ.

image source

એકાદશીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે, આ દિવસે માત્ર ભગવાનના ગુણગાન ગાવા જોઈએ. એકાદશીના દિવસે ગુસ્સો જરા પણ ન કરવો જોઈ અને

વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ.

image source

એકાદશિના દિવસે મહિલાઓનું અપમાન કરવાથી વ્રતનું ફળ નથી મળતું. માત્ર એકાદશિના દિવસે જ નહીં પણ વ્યક્તિએ ક્યારેય મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ.

એકાદશીના પાવન દિવસે – માંસ-મદિરાનું સેવન પણ ન જ કરવું જોઈએ આ દિવસે એવું કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ દિવસે વ્રત રાખવું જોઈએ. જો વ્રત ન કરતા હોવ તો અગિયારસના આ દિવસે સાત્વિક ભોજનનું સેવન કરવું જોઈએ.

image source

મહિનામાં બે એકાદશિઓ આવતી હોય છે એટલે કે તમારે વર્ષમાં 24 દિવસ એકાદશિનું વ્રત નિયમપુર્વ કરવું જોઈએ. જો કે દર ત્રીજા વર્ષે અધિકમાસ આવતો હોવાથી બે એકાદશિ વધી જાય છે આ વર્ષે પણ 24ની જગ્યાએ 26 એકાદશી આવી રહે છે.

પુરાણોમાં જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિ એકાદશી કરે છે, તેમને જીવનમાં ક્યારેય સંકટોનો સામનો નથી કરવો પડતો અને તેમના જીનનમાં ધન તેમજ સમૃદ્ધિ જળવાયેલા રહે છે.

image source

એકાદશીના વ્રત કરવાથી તમને અનેક પ્રકારના લાભ થાય છે, વ્યક્તિ નિરોગી રહે છે, રાક્ષસ, ભૂત-પિશાચ વિગેરે યોનિથી છૂટકારો મળે છે, પાપોનો નાશ થાય છે, સંકટોમાંથી મુક્તિ મળે છે, સર્વકાર્ય સિદ્ધ થાય છે, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, મોક્ષ મળે છે, વિવાહ બાધા દૂર થાય છે, ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે, જીવનમાં શાંતિ મળે છે, મોહ-માયા અને બંધનોથી પણ મુક્તિ મળે છે, દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.

image source

જીનવમાં સુખ મળે છે, સિદ્ધિ મળે છે, ઉપદ્રવથી મુક્તિ મળે છે, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, પુત્ર પ્રાપ્તિ પણ થાય છે, શત્રુઓનો નાશ થાય છે, દરેક રોગનો નાશ થાય છે, કીર્તિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે, તમને દરેક કાર્યમાં સફળતા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span