મનના વિકારને દૂર કરવા છે ? તો આ છે આ સરળ ઉપાય…
મનના વિકારને દૂર કરવા છે ? તો આ છે આ સરળ ઉપાય

ભગવાનનું ધ્યાન ધરવું હોય કે માનસિક શાંતિની શોધ હોય વ્યક્તિએ સૌથી પહેલા મનના વિકાર અને વિચારને શાંત કરવા પડે છે. સાધનાનો એવો માર્ગ વ્યક્તિએ અપનાવવો પડે છે કે જેનું અનુકરણ કરી અને જીવનનો ઉદ્ધાર કરવો શક્ય બને. પરંતુ મોટાભાગે એવું થતું હોય છે કે ધ્યાન કરતી વખતે મનમાં અનેક વિચારો આવે રાખે છે. મન ચંચળ હોય છે અને તેના કારણે ધ્યાન શક્ય બનતું નથી. તો આજે જાણો કે મનને વિકારોથી મુક્ત કેવી રીતે કરવું.

મનના વિકારોને દૂર કરવા માટે સૌથી પહેલાં સ્વયંનું અવલોકન કરવું અને પોતાની અંદર રહેલી ખામીને દૂર કરવી. વ્યક્તિની પોતાની કેટલીક મર્યાદાઓને કારણે જ વ્યક્તિના મનમાં વિકાર ઉત્પન્ન થાય છે. વ્યક્તિની મર્યાદામાં ક્રોધ, નકારાત્મક વિચારોનો પણ સમાવેશ થાય છે. કેટલાક લોકો નાની-નાની વાતમાં પણ ગુસ્સે થઈ જતાં હોય છે. આવા લોકો માટે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે વ્યક્તિએ પોતાની અંદર છુપાયેલા ક્રોધરૂપી શત્રુનો નાશ કરવો જોઈએ. આ શત્રુનો નાશ થતાં મનના વિકાર પણ દૂર થઈ જાય છે.

આ ઉપરાંત વ્યક્તિના નિર્માણ અને વિનાશ બંને વચ્ચે પણ ગાઢ સંબંધ છે. જીવન અને મૃત્યુ વચ્ચેના સંબંધને પણ શ્રીકૃષ્ણે સારી રીતે વર્ણવ્યું છે. માનવ નવું જીવન ત્યારે જ ધારણ કરે છે જ્યારે એક મૃત્યુ બાદ અમર આત્મા શરીરનો ત્યાગ કરે છે. જીવન મળ્યા બાદ ફરી શરીરનું મૃત્યુ ન થાય ત્યાં સુધીના સમયમાં સુખ, શાંતિ, લાભ, ભોગ સાથે સંકટ, દુ:ખ અને હાનિના પણ અનેક અવસર આવે છે.

આ તમામ ઘટનાઓને જીવનનો એક ભાગ સમજવો અને તેનો નકારાત્મક પ્રભાવ મન પર ન પડે તે વાતનું ધ્યાન રાખવું. આ બે કામ કરવાથી મનના વિકાર દૂર થઈ જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.