20 વર્ષ સુધી ચાલ્યું હતું આ યુદ્ધ, લાખો માણસોએ ગુમાવ્યો હતો જીવ…

ઇતિહાસમાં એવા અનેક યુદ્ધો નોંધાયેલા છે જેમાં ભારે માત્રામાં નરસંહાર થયો હોય. આવા જ એક યુદ્ધની શરૂઆત આજથી લગભગ 65 વર્ષ અગાઉ થઇ હતી જેને ” વિયેતનામ યુદ્ધ ” ના નામથી ઓળખવામાં આવે છે. વિયેતનામ યુદ્ધ શીતયુદ્ધ કાળમાં વિયેતનામ અને લાઓસ તથા કંબોડીયાની ધરતી પર લડવામાં આવ્યું હતું.

image source

અંદાજે 20 વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધની શરૂઆત વર્ષ 1955 માં થઇ હતી અને અંતે વર્ષ 1975 માં પૂર્ણ થયું હતું. યુદ્ધના મુખ્ય બન્ને વિરોધીઓ અનુક્રમે ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ હતા. આ યુદ્ધનું એક નામ ” દ્રિતીય હિન્દ-ચીન યુદ્ધ ” પણ છે.

image source

આ ભીષણ યુદ્ધ વિષે વધુ વિગતથી વાત કરીએ તો તેમાં એક બાજુ ચીની જનવાદી ગણરાજ્ય અને અન્ય સામ્યવાદી દેશોનું સમર્થન પ્રાપ્ત કરી ઉત્તરી વિયેતનામની સેના હતી જયારે બીજી વાજું અમેરિકા અને તેના સાથી દેશોના સહકારથી લડવા ઉતરેલી દક્ષિણ વિયેતનામની સેના હતી.

image source

જયારે લાઓસ જેવા નાના દેશોએ પણ ઉત્તરી વિયેતનામની સેનાને લડવા માટે પોતાની ભૂમિ વાપરવા આપી ત્યારે આ યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું. લાઓસના ઉત્તરી વિયેતનામની ભૂમિ સહયોગથી અમેરિકા રોષે ભરાયું અને તેણે હવાઈ હુમલાઓ કરવાની તૈયારી દર્શાવી.

image source

અમેરિકન વાયુસેનાએ દક્ષિણ પૂર્વ એશિયાના નાનકડા એવા લાઓસ દેશ ઉપર ઘણા બૉમ્બ વરસાવ્યા. તેના વિષે એવું કહેવાય છે કે વર્ષ 1964 થી લઈને વર્ષ 1973 સુધી લગભગ નવ વર્ષના ગાળામાં અમેરિકાએ લાઓસ પર સરેરાશ દર આઠ મિનિટે એક બૉમ્બ વરસાવ્યો હતો. આ કારણે એવું પણ માનવામાં આવે છે કે લાઓસનું ભવિષ્ય દારૂગોળા હેઠળ જ દબાયેલું છે. એક અહેવાલ મુજબ આ યુદ્ધમાં અમેરિકાએ ફક્ત લાઓસ પર બોમ્બવર્ષા કરવા પાછળ દરરોજના બે મિલિયન ડોલર (આજની ગણતરીએ લગભગ 15 કરોડ રૂપિયા) ખર્ચી નાખ્યા હતા.

image source

 

મીડિયાના અહેવાલો મુજબ વર્ષ 1964 થી વર્ષ 1973 સુધી અમેરિકાએ લગભગ 260 મિલિયન એટલે કે 26 કરોડ કલસ્ટર બૉમ્બ લાઓસ પર ફેંક્યા હતા. જે ઇરાક પર ફેંકવામાં આવેલા (210 મિલિયન એટલે કે 21 કરોડ) બૉમ્બ કરતા વધુ હતા. એક અંદાજ પ્રમાણે આ ભીષણ યુદ્ધમાં 30 લાખથી વધુ માણસોનો નરસંહાર થયો હતો જેમાં 50000 થી વધુ અમેરિકન સૈનિકો પણ શામેલ હતા.

image source

અનેક લોકોના સામુહિક મંતવ્ય પ્રમાણે આ યુદ્ધમાં અમેરિકાની હાર થઇ હતી. જો કે અમુક નિષ્ણાંતોના માનવા મુજબ 20 વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધ કોઈપણ નહોતું જીત્યું. યુદ્ધના કારણે અમેરિકન સરકારને પોતાના જ લોકો અને આંતરરાષ્ટ્રીય દબાણને વશ થવું પડ્યું હતું અને ત્યારબાદ તેણે યુદ્ધમાં પીછેહઠ પણ કરી હતી. વર્ષ 1973 માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનએ પોતાની સેનાને પરત બોલાવી લીધી હતી અને ત્યારબાદ કમ્યુનિસ્ટ સમર્થિત ઉત્તરી વિયેતનામની સેનાએ દેશના સૌથી મોટા શહેર સાઈગોન પર કબ્જો કર્યો હતો અને તેની સાથે જ વર્ષ 1975 માં યુદ્ધનો અંત આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.