આ ઝાડને પાણી ચઢાવવાથી લક્ષ્મી માતા થાય છે પ્રસન્ન…
પૃથ્વી પર માણસનું જીવન સરળતાથી અને સારી રીતે પસાર થાય તે માટે વિવિધ સંસાધન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ધરતી પર પાણી, હવા અને અન્ય વસ્તુઓના કારણે માનવજીવન ટકી રહ્યું છે. માનવ જીવન સરળતાથી ચાલે તેનો સૌથી મોટો આધાર પર્યાવરણ પર છે. ઝાડપાનનો સંબંધ ગ્રહો સાથે પણ હોય છે. સનાતન ધર્મમાં તો ઝાડ-પાનને પૂજનીય ગણવામાં આવ્યા છે. ઝાડને દેવતુલ્ય માની અને તેમની પૂજા કરવાનું વિધાન પણ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. જો ધર્મમાં કરેલા આ વિધાન અનુસાર ઝાડની પૂજા કરવામાં આવે તો અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. રાશિ અનુસાર આ પૂજા કરવામાં આવે તો તેનું ફળ અનેકગણું મળે છે.
– મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના જાતકોએ ખેરના ઝાડને પાણી ચઢાવવું જોઈએ.

– વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રની કૃપાદ્રષ્ટિ માટે જાતકોએ ગુલરના ઝાડને પાણી ચઢાવવું જોઈએ.

– મિથુન રાશિના અને કન્યા રાશિના લોકોએ બુધની કૃપા પ્રાપ્ત કરવા માટે અપામાર્ગના ઝાડને પાણી ચઢાવવું જોઈએ.
– કર્ક રાશિનો સ્વામી ચંદ્ર દેવ છે તેણે પલાશના ઝાડને જળ ચઢાવવું જોઈએ. તેનાથી શુભ ફળ મળે છે.

– સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે તેને પ્રસન્ન કરવા માટે આંકડાના ઝાડને જળ ચઢાવવું જોઈએ.
– ધન અને મીન રાશિનો સ્વામી બૃહસ્પતિ છે. જે જાતકોને બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત કરવી હોય તેમણે પીપળના ઝાડને પાણી ચઢાવવું જોઈએ.

– મકર અને કુંભ રાશિના સ્વામી શનિ દેવ છે. તેમની કૃપા પ્રાપ્ત કરવા સમડાના ઝાડને પાણી ચઢાવવું જોઈએ.

આ ઉપરાંત 12 રાશિઓના જાતકોએ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો રવિવાર સિવાય અન્ય તમામ દિવસોએ પીપળાને ઝાડને પાણી ચઢાવવું જોઈએ. તેનાથી ધનપ્રાપ્તિના યોગ સર્જાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.