જોઇ લો આ વિડીયોમાં જેમાં આ મહિલા દોરીની મદદથી કેવી રીતે કાપી રહી છે સટાસટ તરબૂચ

તરબૂચ કાપો

ઉનાળાની ઋતુમાં તરબુચની માંગ ખુબ જ વધી જાય છે ત્યારે ઘણીવાર આપણી પાસે તરબૂચ કાપવા માટે તકલીફ થાય છે. આજે અમે આપની આ તકલીફને દુર કરવા માટે તરબુચને કાપવા માટેની એક સરળ પદ્ધતિ બતાવતો વિડીયો વિષે જણાવીશું. આપ પણ વિડીયો જોયા પછી આપે પણ તરબુચને કાપવા માટે કદાચ ચપ્પુ કે છરીનો ઉપયોગ કરવાનો વિચાર નહી આવે. આપે પણ એકવાર આ ઉપાય અજમાવવો જોઈએ.

image source

ઉનાળાની ઋતુમાં વધતી જતી ગરમીના કારણે તરબુચની માંગમાં ખુબ જ વધારો જોવા મળે છે. કેટલીક વાર ઓફીસ સ્ટાફ સાથે કે પછી ક્યાંક પિકનિક કરવા જાય છે તે દરમિયાન ચપ્પુ કે છરી લઈ જવાનું ભૂલી જાય છે. ત્યારે મુશ્કેલી ઉભી થાય છે કે, હવે તરબુચને કાપવું કેવી રીતે ? આ મુશ્કેલીના ઉપાય જણાવતા આજે અમે આપની આ મુશ્કેલીનો ઉપાય દર્શાવતો વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ. આ વિડીયો જોઇને આપ આપની તકલીફનું નિવારણ કરી શકો છો. ચાલો જાણીએ શું છે વિડીયોમાં…

image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો એક રેડીટ યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં એક મહિલા દોરી લઈને તરબૂચના નાના નાના ટુકડા કાપી રહેલ હોય તેમ જોવા મળે છે.

શું છે આ વિડીયોમાં?

An easy way to slice watermelon- just be sure the floss isn’t minty! from r/lifehacks

આ વિડીયોમાં આપને જોવા મળી રહ્યું છે કે એક મહિલાની સામે તરબૂચનો એક કાપેલો ટુકડો જોવા મળે છે. ત્યાર પછી આ મહિલા દાંત સાફ કરવાની દોરીને પોતાના હાથમાં લે છે અને આ મહિલા દોરીની મદદથી સામે રાખવામાં આવેલ તરબૂચના મોટા ટુકડા માંથી દોરીનો ઉપયોગ કરીને તેના નાના નાના ટુકડા કરતા જોવા મળી રહી છે.

image source

મળી રહી છે મજેદાર કમેન્ટ્સ.:

હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મહિલા દ્વારા શેર કરવામાં આવેલ તરબુચને સરળ રીતે દોરીની મદદથી કાપવામાં આવેલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ જણાવી રહ્યા છે કે, અંતે તરબૂચ કાપવાની સરળ રીત મળી ગઈ છે. આપે પણ એકવાર આવી રીતે દોરીની મદદથી તરબૂચ કાપીને ત્યાર પછી થોડાક સમય માટે ફ્રીઝમાં મૂકી દઈને ત્યાર પછી ઠંડા ઠંડા તરબુચની મોજ જરૂરથી માણવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.