આ કારણે લગ્ન પછી વધી જાય છે સ્ત્રીઓનુ વજન, જાણી લો તમે પણ
આજે અમે તમને સ્ત્રીઓના વધતા વજનનું કારણ જણાવવા જઈ રહ્યા છે.તમે હમેશા એવું સાંભળ્યું હશે કે લગ્ન પછી જ્યારે સ્ત્રી તેના પતિ સાથે શારીરિક સંબંધ બનાવે છે તે પછી એના વજનમાં વધારો થઈ જાય છે.
તો ચાલો જાણીએ આ વાત કેટલી સાચી છે.

લગ્ન પછી સ્ત્રીઓને પોતાના ઘરેથી સસરીના ઘરે શિફ્ટ થવું પડે છે અને પછીથી સ્ત્રીઓને એ ઘરની ખાણીપીણી સ્વીકારવી પડે છે. પછી એ ખાવાનું એને અનુકુળ આવતું હોય કે ને આવતું હોય પણ એને એ જ ઘરનું ખાવાનું ખાવું પડે છે એ કારણે પણ એનું વજન વધી જાય છે.
લગ્ન પછી સ્ત્રી પોતાના પરિવારથી દૂર હેવા છે જેના લીધે એ થોડી તણાવગ્રસ્ત રહે છે અને એના કારણે એનો ખોરાક સરખી રીતે પચી નથી શકતો. એ ઉપરાંત એક જગ્યા એ વધુ સમય સુધી બેસી રહેવાથી પણ સ્ત્રીઓનું વજન વધી શકે છે.

એ સિવાય તમે જોયું હશે કે નવપરણિત યુગલને લગ્ન પછી હંમેશા એક બે દિવસમાં ક્યાંકને ક્યાંક બહાર જમવા જવાનું થાય છે એ કારણે પણ લગ્ન પછી સ્ત્રીઓનું વજન વધી જાય છે.

લગ્નના પહેલા મહિને સ્ત્રીઓ પોતાના ફિટનેસ અંગે ઘણું જ ધ્યાન રાખે છે પણ પછી સ્ત્રીઓ એકદમ બિન્દાસ થઈ જાય છે અને પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન નથી આપી શકતી જેના લીધે એમનું વજન વધી જાય છે.
પણ આ ધારણા એકદમ જ ખોટી છે કે લગ્ન પછી જ્યારે સ્ત્રીઓ પોતાના પતિ સાથે શારીરિક સંબંધ બનાવે છે એ પછી એમનું વજન વધવા લાગે છે. એવું બિલકુલ નથી. એ વાત અલગ છે કે એક બાળક થઈ ગયા પછી સ્ત્રીઓનું વજન વધી જતું જોવા મળે છે.

લગ્ન પહેલા સ્ત્રીઓને સારા દેખાવા માટે ઘણા લોકો ટોકતા હોય છે, જેથી સ્ત્રી તેના શરીરનું ધ્યાન રાખે છે. પરંતુ લગ્ન પછી આવું કોઈ કહેતું નથી. જેથી સ્ત્રીઓ પોતાની ફિટનેસને લઈને પહેલાં જેટલી જાગૃત રહેતી નથી જેથી શરીર વધવા લાગે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે બીએમઆઇ સામાન્ય રીતે 18.5થી 25 સુધી હોય છે. જે ઓવરવેઇટ થવાને કારણે 25થી 30ની વચ્ચે થઇ જાય છે. કુવારા છોકરાઓમાં બોડી માસ ઇન્ડેક્સ 25.7 હોય છે જે લગ્ન બાદ 26.3 થઇ જાય છે. જ્યારે મહિલાઓમાં ક્રમશ 25.1 અને 25.6 હોય છે.
આજકાલ મોટાભાગના લોકો 28-30 વર્ષની ઉંમરે સેટલ થયા પછી જ લગ્ન કરે છે. અભ્યાસ કહે છે કે 30 પછી શરીરનો મેટાબોલિજમ રેટ ઓછો થાય છે જેનાથી વજન વધે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.