કાળા માથાના માનવીએ કેવી કેવી અનોખી વસ્તુઓ શોધી છે એ તમે આ માહિતી પરથી જાણી શકશો…

૧. મોટરથી ચાલતો ICE CREAM CONE

image source

MOTORISED ICE CREAM CONE એક અલગ જ શોધ છે જેમાં કોનમાં એક ON/OFF SWITCH આપેલી હોય છે. જયારે એ SWITCH ON કરવામાં આવે ત્યારે કોન ગોળ ગોળ ફરે અને કોઈ પણ નાનકડો છોકરો પણ આ ICE CREAM ની ફક્ત જીભ અડાવીને મજા લઇ શકે છે.

image source

૨. બટર સ્ટીક

૧૯૮૭માં લ્યુક મુન નામના વ્યક્તિ એ ક્રિકેટની રમત દરમિયાન આની શોધ કારી હતી. ગેમના નાનકડા ટી બ્રેક દરમિયાન એઓને બ્રેડ બટર લગાવવા માટે બટર નાઈફ શોધવામાં સમય વેડફાતો હતો અને ત્યારે જ આ નવા વિચારનો જન્મ થયો. પણ MICHAEL APENESS નામના વ્યક્તિ એ આ વિચાર પણ ચોરી લીધો હતો.

image source

૩. કેનમાં મળતી SANDWICH, CANDWICH

Mark Kirkland નામનો વ્યક્તિ CANDWICH નો ફાઉન્ડર તેમજ CEO છે. તેઓ જયારે કુકીસ સાથે સોડા પીતા હતા ત્યારે પ્રથમ વાર SANDWICH ને કેન માં વેચવાનો વિચાર આવ્યો હતો. ૨૦૦૩ માં તેમણે આ વિચારનું મશીન બનાવ્યું અને તેને પેટન્ટ કરાવ્યું. અને ત્યારબાદ ચાલુ થયો CANDWICH નો સિલસિલો.

image source

૪. કેળા કાપવાનુ મશીન

આવી શોધ તો કોઈ આળસને લીધે જ થઇ હોય એવું દેખાઈ અ જ આવે છે. સામાન્ય રીતે લોકો કેળાને કાપવાનું ટાળે છે…આળસને લીધે. તો આ રહ્યું એનુ પણ SOLUTION.

image source

૫. ગોળ ગોળ ફરતી કાંટા ચમચી

આની શોધ બોબ બલોવએ કરી હતી. એમણે આ ફોર્કનો વપરાશ સમજાવતા કહ્યું કે જેમ આ ફોર્ક ઉપર આંગળી SCROLL કરીશું એમ એ ગોળ ફરીને તમારી મેગી અથવા નુડલ્સને ચમચી માં વીંટી લેશે જેથી ખાવામાં સરળતા રહે.

image source

૬. TV remote માં બોટલ ઓપનર

આ શોધ આપણા ભારતમાં એટલી પ્રચલિત નથી જેટલી વિદેશમાં છે. વિદેશમાં લોકોને ટીવી જોતા જોતા મદિરાપાન કરવાની ટેવ હોય છે અને આવા સમયે ઓપનર લેવા ઉભું થવું કંટાળાજનક હોય છે. અને આજે આ ઓપનર મોટા ભાગના બધા જ ઘરમાં જોવા મળે છે.

image source

૭. પ્રીઝમ ગલાસ

જો કોઈને સુતા સુતા ડોકું ઊંચું કરીને ચોપડી વાંચવાનો કંટાળો આવતો હોય તો એના માટેનો જવાબ આ રહ્યો.

Pour Thing - Gallon Size | UnitedHealthSupply.com
image source

૮. The Pour Thing

ઘણી વાર લોકોને બોટલ માંથી પીણું કાઢવાનો પણ કંટાળો આવતો હોય છે અને એ સરખી રીતે ના કરે તો ઢોળાઈ જવાની પણ ચિંતા રહે. પણ આ રહ્યું એનું પણ SOLUTION…

KULKOMAT ŚNIEŻKOMAT Do Robienia Kulek ze Śniegu 7793745928 ...
image source

૯. બરફના બોલ બનાવવાનું યંત્ર

પાંચમા ધોરણમાં ભણતા કેનેડામાં આવેલા ઓટ્તાવાની સ્કુલ માં ભણતા Brandon Hemminger અને Melkin Bonilla-Noyola એ બરફ ના બોલ બનાવવા માટેના એક ઓજારની શોધ કરી જેનાથી ફક્ત થોડી મીનીટો માં જ બરફના બોલ બનાવી મજા માંણી શકાય.

image source

૧૦. Sock chute

જો તમને પણ મોજા કાઢીને પેરવાનો કંટાળો આવતો હોય તો તમે એકલા આવા નથી. અને જો ખરેખર કંટાળાથી છુટકારો મેળવવો હોય તો આ રહ્યું SOLUTION.

image source

૧૧. ટાઈ અને કુશન

આવી ટાઇ ઓફીસમાં ઓવર ટાઈમ કરતા લોકો માટે બનાવવામાં આવી છે. કામ કરતા કરતા ઊંઘ આવે તો એવી પરિસ્થિતિમાં આ ટાઈમાં ફોટામાં બતાવ્યા પ્રમાણે ફૂંક મારીને હવા ભરવાની રહેશે અને એ બની જશે ઊંઘવા માટેનુ કુશન.

Best socks for runners – the best compression, ankle and hidden ...
image source

૧૨. બુટ અને મોજા

નજીકમાં ક્યાય જવા માટે ઘણી વાર શુસ કાઢવાનો અને પહેરવાનો ખુબ જ કંટાળો આવે છે જેનું Solution લોકો એ આ રીતના મોજા બનાવીને કાઢ્યું જેને જોઇને જોવા વાળા લોકોને એવું જ લાગે કે આ ભાઈએ જૂતા અને મોજા બંને પેહરેલા છે.

image source

૧૩. પોપીનેટર

તમને એવું થતું હશે કે પોપ કોર્ન ખાવા માટે થોડા કોઈ મશીન ની જરૂર પડે? પણ વિચારો કે તમે ‘પોપ’ અવાજ કરો અને ત્યારેજ પોપકોર્ન મશીનમાંથી છૂટીને સિધ્ધી તમારી મોડામાં આવી પડે તો !

આ મશીનમાં વોઈસ સેન્સર છે જેનાથી અવાજ ‘પોપ’ સંભાળતાની સાથે જ શું થઇ જાય છે અને જયારે ઈચ્છા થાય ત્યારે પોપકોર્ન આવી પડે આપણા મોઢામાં…

image source

૧૪. આરામ આપનાર હાથ

ફોટો જોઇને ખ્યાલ તો આવજી ગયો હશે કે આ વસ્તુની શોધ શેના માટે થઇ હશે! જો કોઈ મીટીંગ દરમિયાન અથવા ક્યાંક બેઠા બેઠા ઊંઘ આવી જાય તો માથું બીજા કોઈના ખભા ઉપર અથવા આપણા જ હાથ ઉપર ટેકવ્યા વગર ખુરશી માંથી હાથ લાંબો કરી મદદ લઇ સકાય.

તમને આ બધામાં કઈ પ્રોડક્ટ વધુ ગમી એ કોમેન્ટમાં અચૂક જણાવજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.