હોસ્ટેલ લાઇફમાં કેવી લાગતી હતી કંગના રનૌત, જોઇ લો તમે પણ આ તસવીરમાં..
કંગના રનૌત
આખી દુનિયા અત્યારે નોવેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારી સામે લડત આપી રહ્યા છે. ત્યારે દુનિયાના મોટાભાગના દેશોએ પોતાના દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. દુનિયાના બધા દેશોમાં ભારત પણ એક દેશ એવો છે જેણે પોતાના આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દીધું છે. આવા સમયે દેશના સામાન્ય નાગરિકથી લઈને મોટા મોટા રાજનેતાઓ, બોલીવુડ સેલેબ્સ દરેકને ફરજીયાતપણે પોતાના ઘરમાં રહેવાની ફરજ પડી છે.

ત્યારે બોલીવુડના કેટલાક સેલેબ્સ પોતાની થ્રો બેક ફોટોઝ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને પોતાના ફેંસ સાથે સંપર્ક જાળવી રહ્યા છે ત્યારે આવા સમયે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની ટીમએ કંગના રનૌતની જૂની ફોટો શેર કરી છે. કંગના રનૌતની ટીમએ ના ફક્ત કંગનાની નાનપણની ફોટો પોસ્ટ કરી છે ઉપરાંત કંગના રનૌતના હોસ્ટેલ સમયની ફોટોઝ પણ શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ શેર કરવામાં આવી છે, જે કંગના રનૌતના હોસ્ટેલ સમયની છે. જેમાં કંગના પોતાના મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે.

કંગના રનૌતનો લુક ખુબ જ બદલાઈ ગયો છે. કંગનાની ટીમ તરફથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ ફોટોઝ્ના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફોટો વર્ષ ૨૦૦૩ના સમયની છે. કેપ્શનમાં જણાવ્યા મુજબ આ ફોટો ડીએવી ૧૫ ગર્લ્સ સ્કુલ ચંડીગઢની છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે, આ ફોટો એ સમયની છે જયારે સ્કુલ ટાઈમમાં કંગના મિત્રો સાથે મસ્તી કરી રહી હતી, લેટ લાઈન મેકઅપ, સ્કુલ મેસમાં એકસાથે ભોજન અને જિંદગીભર માટે યાદગાર બનાવી રહી હતી.

સાથે જ કંગનાએ ફ્રેન્ડસને ટેગ પણ કર્યા છે, જેમની સાથે કંગના મસ્તી મજાક કરી રહી હતી. પોસ્ટમાં કેટલાક ફોટો છે, જેમાં એક ફોટોમાં કંગના મિત્રોની સાથે ભોજન લઈ રહી છે, એક ફોટોમાં સાઈકલ પર મસ્તી કરી રહી છે, એક ફોટોમાં કોઈ કોમ્પીટીશનના સ્મૃતિ છે તો એક ફોટોમાં હોસ્ટેલ રૂમની ફોટો છે. સાથે જ ફ્રેન્ડસને પણ પૂછ્યું છે કે, શું આપ હોસ્ટેલના દિવસોને મિસ કરી રહ્યા છો તો કમેન્ટ કરો.
આ ફોટોને ફેંસ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. કંગના આની પહેલા પણ પોતાની જૂની ફોટો શેર કરીને યાદોને તાજા કરતી રહે છે. અત્યારે કંગના પોતાના ઘરે મનાલીમાં છે. જો વર્કફ્રંટની વાત કરીએ તો કંગના જલ્દી જ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પર બની રહેલ બાયોપિકમાં જોવા મળી શકે છે અને ત્યારપછી તેની ફિલ્મ ‘ધાકડ’ અને ફિલ્મ ‘તેજસ’ પણ રીલીઝ થવાની છે. ફિલ્મ ‘તેજસ’માં કંગના એરફોર્સ પાયલટની ભૂમિકામાં જોવા મળી શકે છે.
source
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.