ગમે તેવી ઘટના બને તો પણ આ હજારો ક્લિોનો સોનેરી પથ્થર ટકેલો રહે છે આજ રીતે ઢાળ પર, આની પાછળનુ રહસ્ય છે જોરદાર
દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણી સમજની બહાર છે, અને કેટલીક એવી વસ્તુઓ પણ છે જે બાબતે વિજ્ઞાન પણ કોઈ જ સ્પષ્ટતા આપી નથી શક્યું. તમે તમિલનાડુના મહાબલિપુરમ શહેરમાં હાજર અત્યંત પ્રાચીન પથ્થર વિષે તો સાંભળ્યું જ હશે, જે એક ઢાળ પર લગભગ 1200 વર્ષથી આશ્ચર્યજનક રીતે ટકેલો છે. આ પથ્થર મોટા તોફાનો આગળ પણ અડિખમ જ ઉભેલો રહ્યો છે નથી તો ક્યારેય હલ્યો કે નથી તો ક્યારેય ઢળ્યો. આવો જ એક પથ્થર મ્યાનમારમાં પણ છે, જે 25 ફૂટની ઉંચાઈ પર છે. આ પથ્થરની ખાસિયત એ છે કે તે સદિઓથી ચમત્કારિક રીતે એક બીજા પથ્થરના ઢાળ પર અટકેલો છે. અને આ પથ્થરને પણ આજ સુધી કોઈ જ તોફાન કે વાવાઝોડાની અસર નથી થઈ.
લઘભગ 1100 મીટરની ઉંચાઈ પર આવેલ આ ભારેખમ પથ્થર કોઈ અજાયબીથી ઓછો નથી. તે મ્યાનમારના બૌદ્ધોનું મુખ્ય તીર્થ સ્થળ પણ છે. સોના જેવા દેખાતા આ પથ્થને ગોલ્ડન રોક અથવા તો ક્લેકટિયો પેગોડા પણ કહે છે. વાસ્તવમાં, લોકોએ તેના પર સોનાનાં પાંદડા ચોંટાડીને તેને સોના જેવો જ બનાવી દીધો છે. તે જ કારણ છે કે તેનું નામ ગોલ્ડ રોક પાડવામાં આવ્યું છે.

આ પથ્થરને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને એ જાણવાની હંમેશા તેમનામાં આતૂરતા જોવા મળે છે કે એવું તે શું છે આ પથ્થરમાં કે તે આવી રીતે એક પથ્થના ઢાળ પર ચોંટી રહ્યો છે કે ટકી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ પથ્થર પાસે જે પણ વર્ષમાં ત્રણવાર જાય છે તેની ગરીબીનો તેમજ તેના દુઃખનો અંત આવે છે. એવી પણ માન્યતા છે કે અહી જે પણ માનતા માગવામાં આવે છે તે પૂરી થાય છે.

એવી પણ માન્યતા છે કે આ પથ્થરને કોઈ સ્ત્રી જ તેની જગ્યા પરથી હલાવી શકે છે એટલે કે તેને બીજા સ્થાને મુકી શકે છે. અને માટે જ આ સોનેરી પથ્થરને અડવાની પરવાનગી સ્ત્રીઓને નથી, તેઓ માત્ર તેના દૂરથી જ દર્શન કરી શકે છે. અને ખાસ કરીને મહિલાઓ પથ્થર નજીક ન આવે તે માટે આ તીર્થ સ્થાનની અંદર આવનારા દરવાજા પર હંમેશા ગાર્ડને રાખવામાં આવે છે જેથી કરીને તે નજર રાખી શકે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.