પ્રેમ ભલે સફળ થાય કે ન થાય પહેલો પ્રેમ દરેક માટે ખાસ હોય છે…

image source

પહેલો પ્રેમ દરેક માટે ખાસ હોય છે. પ્રેમ ભલે સફળ થાય કે ન થાય, દરેકને તેની યાદ તો આવતી જ હોય છે. પ્રેમને લઈને સવાલો દરેકના મનમાં થાય છે. તેમાં પણ પહેલો સવાલ તો એ થાય છે કે, લવ એટ ફર્સ્ટ સાઈટની પાછળ શું હકીકત છે. શું ખરેખર પહેલી નજરમાં પ્રેમ થાય છે. આ વિષયને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું છે, જેનું પરિણામ બહુ જ રસપ્રદ છે. તો ચાલો જાણીએ, આ રિસર્ચનું પરિણામ શું કહે છે.

image source

નેધરલેન્ડની એક યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં એ જાણવા મળ્યું કે, પહેલી નજરમાં પ્રેમ થવાની શક્યતાઓ 46 ટકા સુધી હોઈ શકે છે. સરવે અનુસાર, ઉંમર વધવાની સાથે સાથે પહેલી નજરમાં પ્રેમ થવાની શક્યતાઓ વધી જાય છે. સરવેમાં 18-25 વર્ષના લોકોમાં લવ એટ ફર્સ્ટ સાઈટના સૌથી વધુ કિસ્સા જોવા મળ્યા છે. રિસર્ચમાં 18-25 વર્ષના અંદાજે

image source

396 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં લગભગ 60 ટકા મહિલાઓ હતી. રિસર્ચમાં સામેલ લોકોને આકર્ષક તસવીરો બતાવવામાં આવી હતી, જેમાં મોટાભાગના લોકોને પહેલી નજરમાં જ પોતાનો પરફેક્ટ મેચ નક્કી કરી લીધું હતું.

image source

રિસચર્સે બાદમાં પણ તમામ લોકોની પ્રતિક્રિયાઓ નોટ કરી હતી. જેના બાદ તેમણે જોયું કે, જે યુવક અને યુવતીઓને પહેલી નજરમાં પ્રેમ થયો હતો, તેઓ માત્ર શારીરિક આકર્ષણના હેતુથી હતો. ઓનલાઈન થયેલા આ સરવેમાં તેમના રિલેશનશિપ વિશે કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા. આ રિસર્ચ દરમિયાન તેમને અજાણ્યા લોકોની તસવીર બતાવવામાં આવી હતી. જેના બાદ તેમના પ્રતિ આકર્ષણને પ્રેમ, ઈન્ટીમસી, પેશન્સ, કમિટમેન્ટ અને સેક્સ્યુઅલ એટ્રેક્શનમાં રેટિંગ આપવાનુ કહેવામાં આવ્યું હતું.

image source

આ રિસર્ચમાં તેમને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું તેમને પહેલીવાર પ્રેમ થયો છે? રિસર્ચમાં ભાગ લેનારા લોકોએ એકબીજાની સાથે 20 થી 90 મિનિટનો સમય વિતાવવાનો હતો. જેના બાદ તેમને પાર્ટનર વિશેની ફીલિંગ્સ પૂછવામાં આવી હતી. રિસર્ચમાં જે વાત સામે આવી, તે જાણીને રિસર્ચ કરનારા પણ ચોંકી ગયા હતા. પરિણામ એ હતું કે, આ પ્રેમ પહેલી નજરનો પ્રેમ નહિ, પરંતુ માત્ર શારીરિક આકર્ષણ હતું.

image source

તેથી જો પહેલી નજરમાં તમે કોઈને ગમી ગયા હોવ તો પહેલા આર્ટિકલ જરૂર વાંચી લેજો. જેનાથી તે વ્યક્તિમાં તમારા માટે કેવી ફીલિંગ્સ છે તે છતું થઈ જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી રસપ્રદ માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.