સફેદ વાળ 100 ટકા થઇ જશે કાળા, જાણો ઘરે કેવી રીતે બનાવશો આ આર્યુવેદિક તેલ

માનસિક તાણ, ખરાબ લાઈફસ્ટાઈલ, અનિયમિત ઊંઘ, પ્રદૂષણ અને પૌષ્ટિક આહારનો અભાવ નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યાને નોંતરે છે. મોટાભાગના લોકોની નાની ઉંમરે જ સફેદ થઈ જાય છે.

image source

આવી સ્થિતિમાં ના છૂટકે લોકો સફેદ વાળ છુપાવવા માટે કલર અથવા મહેંદીનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ વધારે પડતો કલર કરવાથી વાળને નુકસાન થાય છે. કારણ કે તેમાં હાનિકારક તત્વો હોય છે જેનાથી વાળ કાળા તો થાય છે પરંતુ ડેમેજ પણ થઈ જાય છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની આડઅસર વિના જો તમારે સફેદ વાળને કાળા કરવા હોય તો તેનો સરળ રસ્તો છે ઘરે બનાવેલું આયુર્વેદિક હેર ઓઇલ. હવે તમને પ્રશ્ન થાય કે આ તેલ કેવી રીતે બનાવવું તો ચાલો તેની રીત અને ફાયદા પણ જણાવી દઈએ.

જાસૂદનું તેલ

PunjabKesari
image source

આ તેલ બનાવવા માટે જાસૂદના 10-12 ફૂલને સૂર્યપ્રકાશમાં સુકાવો. ત્યારબાદ તેમાં 250 ગ્રામ સરસવનું તેલ, 100 ગ્રામ એરંડીયાનું તેલ ઉમેરો. તેને ધીમા તાપે 30 મિનિટ સુધી બરાબર ઉકાળો. આ તેલ ઠંડુ થાય એટલે તેને ગાળી લો અને બોટલમાં ભરો. હવે રાત્રે સૂતા પહેલા 15-20 મિનિટ સુધી તેલથી વાળના મૂળમાં સારી રીતે માલિશ કરો. બીજા દિવસે સવારે માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ અને કન્ડિશનર કરો.

શિકાકાઈ તેલ

image source

2 ચમચી કલૌંજીને 50 ગ્રામ શિકાકાઈ પાવડર, 20થી 25 મીઠા લીમડાના પાન સાથે એરંડીયાના તેલમાં ઉકાળો. આ મિશ્રણને ઠંડુ કરી ગાળી લેવું અને ઉપયોગમાં લેવું. આ તેલ થોડા જ દિવસોમાં વાળને કુદરતી રીતે કાળા કરશે.

વાળ કાળા કરવામાં મદદ કરતી અન્ય ટીપ્સ

image source

1. આમળાનો રસ અને બદામનું તેલ મિક્સ કરીને વાળમાં માલિશ કરવાથી લાભ થાય છે

2. ઉકાળેલી ચાના પાણીથી વાળ ધોવાથી પણ લાભ થાય છે.

3. સફેદ વાળ થવાનું એક કારણ શરીરમાં પોષક તત્વોની ઊણપ પણ છે. એટલા માટે ડાયટમાં લીલા શાકભાજી, ફળ, આંમળા, પનીર જેવી હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરવો.

image source

4. મેથીને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે તેનું પાણી અલગ કાઢી લેવું અને પલાળેલી મેથીની પેસ્ટ કરી વાળમાં લગાવો. વાળ ધોયા બાદ મેથીના પાણીને વાળમાં સ્પ્રે કરો.