ઇલુમીનાટી નામના રહસ્યમયી ગુપ્ત સંગઠનની સ્થાપના કોણે કરી હતી જાણો તમે પણ
તમે ગુપ્તચર સંસ્થાઓ વિષે તો સાંભળ્યું જ હશે. જેમ કે ભારતની રો, ઇઝરાયલની મોસાદ, અમેરિકાની CIA, બ્રિટનની MI6 પરંતુ શું તમે ઇલુમીનાટી સંસ્થાનું નામ સાંભળ્યું છે ? કદાચ તમે નહિ જાણતા હોય પરંતુ અમે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આ સંસ્થા વિષે જણાવવા જઈ રહ્યા છે જે તમારા માટે જ્ઞાનપ્રદ બની રહેશે.

અસલમાં ઇલુમીનાટી 18 મી સદીનું એક ગુપ્તચર સંગઠન હતું જેના વિષે એવું કહેવાય છે કે તે વિશ્વના કેટલાય દેશોમાં આજે પણ સક્રિય છે અને ગુપ્ત બેઠકો પણ કરે છે. એટલું જ નહિ પણ વિશ્વના કોઈ દેશમાં નોંધપાત્ર ઘટના ઘટે અને જો તેના વિષે કોઈને કઈ કડી ન મળે તો એમ કહી દેવમાં આવે છે કે આ જે તે ઘટના પાછળ ઇલુમીનાટીનો હાથ છે. આ કારણને લઈને ઇલુમીનાટીને એક રહસ્યમયી સંગઠન પણ કહેવામાં આવે છે.

અમુક લોકોનું એમ પણ માનવું છે કે 18 મી સદીમાં ફ્રાન્સમાં થયેલી ક્રાંતિ પાછળ પણ ઇલુમીનાટીનો હાથ માને છે. વળી, અમુક લોકો 22 નવેમ્બર 1963 ના રોજ થયેલી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીની હત્યા પાછળ પણ આ સંગઠનનો હાથ હોવાનું માને છે. તે હત્યાને લઈને સમયાંતરે અનેક ખુલાસાઓ સામે આવ્યા હતા પણ ખરેખર હત્યા પાછળનું કારણ શું હતું અને હત્યા કોણે કરાવી હતી તેનું રહસ્ય હજુ સુધી અકબંધ છે. એવું મનાય છે કે કેનેડીની હત્યાના સમયે તેની આસપાસ એક મહિલા દેખાઈ હતી જેના હાથમાં કેમેરા જેવી દેખાતી પિસ્તોલ હતી. એ મહિલાને ધ બબુસ્કા લેડીના નામથી ઓળખવામાં આવે છે પરંતુ એ મહિલા કોણ હતી એ ક્યારેય જાણી ન શકાયું.

ઇલુમીનાટી સંગઠનની શરૂઆત જર્મનીના બાવરીયા ક્ષેત્રમાં આવેલા એક નાનકડા શહેર ઇન્ગોલસ્તાદમાં થઇ હોવાનું મનાય છે. વર્ષ 1776 માં ઇન્ગોલસ્તાદ યુનિવર્સીટીના પ્રોફેસર એડમ વિશોપ્ટએ તેની શરૂઆત કરી હતી અને ત્યારે તેનું નામ ઓર્ડર ઓફ ઇલુમીનાટી રાખ્યું હતું. કહેવાય છે કે એડમ વિશોપ્ટ આ સંગઠન દ્વારા કટ્ટરપંથ રહિત વિશ્વની સ્થાપના કરવા ઇચ્છતા હતા જેમાં ધર્મથી પર રહીને સૌને બરાબરી આપવાની વાત હતી. (જો કે ધર્મથી પર રહીને સૌને બરાબરી આપવાની વાત વ્યવહારુ નથી)

પ્રોફેસર એડમ વિશોપ્ટએ લખેલું એક પુસ્તક આજે પણ ઇન્ગોલસ્તાદની યુનિવર્સીટીમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં એડમ વિશોપ્ટએ ગુપ્તચર સંગઠન ઇલુમીનાટીની શુરુઆત કરવા પાછળના પોતાના હેતુ અંગે વાત કરી છે.

કહેવાય છે કે એડમ વિશોપ્ટએ ઇલુમીનાટીની શરૂઆત પોતાના અમુક વિદ્યાર્થીઓ સાથે કરી હતી પરંતુ બાદમાં તેમાં હજારો લોકો જોડાયા. તે સમયે સંગઠનની બેઠક એડમ વિશોપ્ટના ઘરે જ મળતી. જો કે સંગઠન જયારે બનાવવામાં આવ્યું ત્યારે તે ગુપ્ત હતું પરંતુ રચના બાદ થોડા સમયમાં જ સરકારને તેના વિષે ખબર પડી ગઈ અને તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. સાથે જ પ્રોફેસર એડમ વિશોપ્ટને બીજા શહેરમાં મોકલી દેવામાં આવ્યા જેથી એ સંગઠનને ફરીથી સંગઠિત ન કરી શકે. પરંતુ તેમ છતાં આ સંગઠન હજુ પણ સક્રિય છે અને તે પણ ગુપ્ત રીતે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.