WHOના પ્રમુખે કોવિડ-19ને લઈને આપી આ ચેતવણી, ખાસ તમારે છે જાણવા જેવું…

કોરોના મહામારીના વધતા કેસના કારણે ઘણા બધા દેશોમાં ફરીથી લોકડાઉન લાગુ પાડવામા આવ્યું છે. જ્યારે હજુ સુધી આ વાયરસને લઈને કોઈ વેક્સીન પણ નથી બની શકી. તો સોમવારના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયસે કોવિડ-19ને લઈને આખી દુનિયાને ચેતવણી આપી છે. ટેડ્રોસે કહ્યું છે કે આપણે ભલે આ મહામારીથી લડીને થાકી ગયા હોઈએ પણ આ વાયરસ હજુ
સુધી નથી થાક્યો.

image source

ડબલ્યુએચઓની મુખ્ય વાર્ષિક સભામાં નિવેદન આપતા ટેડ્રોસે આ વાત કહી છે, તેમણે નવા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ સમર્થન આપ્યું છે અને આશા રાખી છે કે તેનાથી મહામારી સમાપ્ત કરવામાં વૈશ્વિક સહયોગ મળશે.

image source

વિજ્ઞાનનું અનુકરણ કરનારા ઓ માટે તેમણે કહ્યું છે કે એ મહત્ત્વનું છે કે વાયરસના જોખમથી મોઢું ફેરવવામાં ન આવે. આપણે ભલે કોવિડ-19થી થાકી ગયા હોઈએ પણ તે આપણાથી નથી થાક્યો. એકાંતવાસમાંથી બહાર આવ્યા બાદ ટેડ્રોસે જણાવ્યું કે વાયરસ નબળા લોકોને પોતાનો શિકાર બનાવે છે. આપણે તેની સાથે વાતચીત નથી કરી શકતા. નથી તો આપણે આ સમસ્યાથી આપણી આંખો બંધ કરી
શકતા અને નથી તો એવી આશા કરી શકીએ કે તે દૂર જતો રહે. તેમણે કહ્યું આ રાજનૈતિક નિવેદનબાજી કે પછી કોઈ પણ પ્રકારના ષડયંત્રો પર ધ્યાન નથી આપતો. આપણી એકમાત્ર આશા વિજ્ઞાન, સમાધાન અને એકતા જ છે.

image source

જ્યારથી કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 50.9 મિલિયન લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 33.3 મિલિયન લોકો સાજા થઈ ગયા છે પણ દુઃખની વાત એ છે કે આ વાયરસે 1.26 મિલિયન લોકોના જીવ લીધા છે. હવે જો ભારતના આંકડા પર એક નજર કરીએ તો ભારતમાં પણ સ્થિતિ ગંભીર છે. અહીં અત્યાર સુધીમાં આ વાયરસથી 8.59 મિલિયન લોકો એટલે કે 85.9 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 79.6 લાખ લોકો સાજા થયા છે જ્યારે માત્ર ભારતમાં જ 1.27 લાખ લોકો આ વયારસથી મૃત્યુ પામ્યા છે.

image source

આ બધા વચ્ચે સારા સમાચાર એ મળી રહ્યા છે કે Pfizerની કોરોના વેક્સિન ટ્રાયલમાં 90 ટકા કારગર નીવડી રહી છે. માટે બની શકે કે તેના વેચાણ માટેની મંજૂરી પણ જલદી જ આપવામાં આવે.

image source

દવા કંપની Pfizerની કોરોના વેક્સીન તાજેતરના ક્લીનકલ ટ્રાયલમાં 90 ટકા કારગર સાબીત થઈ રહી છે માટે તે આશા કરતા પણ વધારે સારી સાબિત થઈ રહી છે. એટલું જ નહીં, જો બધું જ ઠીક રહ્યું તો આ મહિનાના અંત સુધીમાં કંપનીને વેક્સિન વેચવાની મંજૂરી પણ મળી શકે છે. વૈશ્વિક મહામારી રોકવાની દ્રષ્ટિએ આ એક ખૂબ જ મોટી આશા જગાવનારા સમાચાર છે. Pfizer પોતાના પાર્ટનર બાયોએનટેકન સાથે કોરોનાની વેક્સન બનાવી રહી છે. Pfizer અમેરિકન અને BioNTEch એક જર્મન કંપની છે.

image source

આ કંપનીએ સોમવારે જણાવ્યુ કે તેમની વેક્સીન ટ્રાયલ દરમિયાન 94 સંક્રમિતોમાં 90 ટકા કારગર સાબિત થઈ છે. આ સંક્રમિતોમાં કોવિડ-19નું ઓછામાં ઓછું એક લક્ષણ તો ચોક્કસ હતું. હાલ વેક્સીન ટ્રાયલના જ ચરણમાં છે પણ પરિણામ એવી આશા જન્માવી રહ્યા છે કે આખી દુનિયામાં તેના ઉપયોગનો માર્ગ બની શકે છે.