આ રીતે છુપાવી દો વોટ્સએપમાં તમારો નંબર, સામેની વ્યક્તિ ગમે એટલી કોશિશ કરશે તો પણ નહિં જોઇ શકે તમારો નંબર

વ્હોટ્સએપના કોઈ ગૃપથી હાઇડ થવું છે તો અજમાવો આ સરળ ટ્રીક

વ્હોટ્સએપ નો ઉપયોગ આજે લોકો એકબીજાના સંપર્કમાં રહેવા માટે પુષ્કળ પ્રમાણમાં કરી રહ્યા છે. વ્હોટ્સ એપ પર તમે સંદેશા મોકલી શકો છો, વોઇસ કોલ કરી શકો છો, વિડિયો કોલ પણ કરી શકો છો અને અને નિત નવી જાણકારી તેમજ મનોરંજન આપતા ટૂંચકા તેમજ વિડિયો પણ શેર કરી શકો છો.

image source

વ્હોટ્સ એપમાં તમે ગૃપ બનાવીને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલિ, કલિગ સાથે એક સાથે સંપર્કમાં રહી શકો છો. આજે તમે કોઈ પણ વ્યક્તિને જોશો તો તે વ્હોટ્સએપ દ્વારા ઓછામાં ઓછા 5-6 ગૃપથી કનેક્ટેડ હશે. પણ ક્યારેક ક્યારેક આ ગૃપમાં એટલા બધા મેસેજનો મારો ચાલે છે કે તમે કંટાળી જતા હોવ છો. અને તેનાથી તમારી ફોનની મેમરી પણ પણ ઘણી અસર થતી હોય છે. અને ગૃપમાં કેટલાક એવા અજાણ્યા કોન્ટેક્ટ્સ પણ હોય છે કે જે તમારો કોન્ટેક્ટ નંબર ન જાણે તેવું તમે ઇચ્છતા હોવ છો. પણ જો તમે તેનાથી છૂટકારો મેળવવા માગતા હોવ અને સામે વાળી વ્યક્તિને તેની જાણ પણ ન થવા દેવા માગતા હોવ તો અમે તમારા માટે તેની ટ્રીક લઈને આવ્યા છીએ.

image source

હંમશા લોકો વ્હોટ્સએપને ફેમિલિ મેમ્બર્સ કે પછી ઓફિસના કામથી યૂઝ કરે છે, જ્યારે વાત ઓફિસના કામની આવે છે ત્યારે આ એપમાં પ્રાઇવસી રાખવી ખૂબ જરૂરી બની જાય છે અને ક્યારેક તો પ્રાઇવસી રાખવી પણ મુશ્કેલ બની જાય છે કારણ કે તમારો નંબર તમારા બધા જ ગૃપ મેંબર્સને ખબર પડી જાય છે.

image source

પણ આજે આ લેખમાં અમે તમને એવી ટ્રિક વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમારો વ્હોટ્સએપ નંબર તમારા ગૃપ મેંબર આગળ ક્યારેય દેખાશે નહીં માત્ર જે ગૃપ એડમીન રહેશે તે જ તમારો નંબર જોઈ શકશે.

image source

સૌથી સરળ રીત એ છે કે તમારા વ્હોટ્સએપ પર તમારો પ્રાઇમરી નંબર યુઝ ન કરો. તમે સેકન્ડરી નંબર યુઝ કરો જેનાથી નંબરનું કોઈ મહત્ત્વ ન રહે બસ તેના પર એક જ વાર ઓટીપી આવશે, ત્યાર બાદ તમે તમારો મોબાઈલ નંબર ચેંજ કરી શકો છો. તેના માટે સેટિંગમાં જઈને મોબાઈલ નંબર ચેંજ કરવાનું ઓપ્શન તમને વ્હોટ્સએપમાં મળી જશે.

તમારા વ્હોટ્સએપ પર સેકન્ડરી નંબર નાખવાથી એ થશે કે તમે પ્રાઇમ મિનિસ્ટર નંબરની પ્રાઇવસી લીક નહીં થાય અને બધા જ ગૃપ મેંબર્સની પાસે તમારો સેકન્ડરી નંબર જ રહેશે.

image source

આ ઉપરાંત તમારા સેકન્ડરી નંબરને સ્વિચ ઓફ કરીને પણ રાખી શકો છો જેનાથી કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે ત્યાર બાદ પણ તમારુ વ્હોટ્સએપ પહેલાની જેમ જ ચાલશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span