પ્રેમનો રંગ લાલ જ કેમ હોય છે? જાણો ઈતિહાસ સાથે જોડાયેલી રોમાંચક વાતો…

રંગોનું નામ સાંભળીને જ દિલ ખુશ થઈ જાય છે અને લાલ રંગની વાત આવે તો દિલમાં પ્રેમના ફૂલ ખીલવા લાગે છે. આપણે બધા જ લાલ રંગને પ્રેમ સાથે જોડીને જોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે, આટલા બધા રંગોમાં માત્ર લાલ રંગ જ કેમ પ્રેમનો કહેવાય છે. આજે અમે તમને પ્રેમના લાલ રંગના ઈતિહાસ વિશે બતાવીશું કે, કેવી રીતે તે પ્રેમનો પ્રતિક બન્યો.

image source

ચીનમાં લાલ રંગને ભાગ્ય અને શાંતિનો રંગ માનવામાં આવે છે. આ ઉપરાંત દુલ્હન પણ પોતાના લગ્ન પર લાલ રંગના કપડા પહેરે છે. લાલ રંગને સૌથી વધુ પાવરફુલ માનવામાં આવે છે અને આસપાસ જોશો તો લાલ રંગ સૌથી વધુ આકર્ષિત પણ કરે છે. આપણી સંસ્કૃતિથી લઈને જાહેરખબરોમાં પણ લાલ રંગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલું જ નહિ, ટ્રાફિક સિગ્નલ પર પણ રોકાવા માટે લાલ રંગને જ પસંદ કરવામાં આવ્યો છે. લાલ રંગને ખતરાનો સંકેત માનવાની શરૂઆત મધ્ય યુગમાં થઈ હતી, જ્યારે કોઈ પણ કિલ્લા પર લાલ રંગનો ઝંડો શત્રુના આક્રમણના સંકેતના રૂપે લગાવવામાં આવતો હતો.

image source

આ ઉપરાંત પ્રેમનો રંગ લાલ રંગ એ ઈતિહાસની અનેક ભાવનાઓ અને અહેસાસો સાથે જોડાયેલો છે. જેમ કે, ઐતિહાસિક રૂપથી લાલ રંગ સાહસ અને ત્યાગનો પ્રતિક છે. સાથે જ લાલ રંગ ગુસ્સો અને આક્રોશ પણ વ્યક્ત કરે છે. લાલ રંગ યુદ્ધના દેવતા મંગળનો પ્રતિક પણ છે.

હવે આ વાતોને લાલ રંગ અને પ્રેમ સાથે કોઈ લેવા-દેવા નથી તેવું તમે વિચારી રહ્યા હશો. તો ચાલો, ઈતિહાસ સાથે જોડાયેલા તેના રહસ્ય પર નજર કરીએ.

મધ્ય યુગમાં 13મી શતાબ્દીમાં પ્રસિદ્ધ ફ્રેન્ચ કવિતા રોમન ડે લા રોજમાં એક બગીચામાં લેખક લાલ રંગનું ફુલ શોધી રહ્યા છે. આ લાલ રંગનું ફુલ તેમના જીવનમાં સ્ત્રી પ્રેમની શોધ છે. સેન્ટ

image source

વેલેન્ટાઈનનો જન્મ 14 ફેબ્રુઆરીના રોજ ઈસ્વીસન 269માં થયો હતો. લાલ રંગ આજથી જ નહિ, પંરતુ સદીઓથી પ્રેમનો પ્રતિક બનીને રહ્યો છે. આ ઉપરાંત લાલ રંગનો પ્રેમ સંબંધ હોવા પર એક બીજુ કારણ પણ છે, અને તે શારીરિક આકર્ષણ સાથે જોડાયેલું છે.

એક સ્ટડી અનુસાર, પુરુષોને મહિલાઓની અલગ અલગ તસવીરો બતાવવામાં આવી હતી, જેમાં તેમણે લાલ રંગના કપડા પહેરેલી મહિલાઓની તસવીરોને વધુ આકર્ષિત બતાવી હતી. આ વાતથી માલૂમ પડ્યું કે, લાલ રંગ કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરી શકે છે અને જ્યાં આકર્ષણ છે, ત્યાં પ્રેમ હોવાની શક્યતાઓ વધારે છે.

image source

આ બધા કારણોથી લાલ રંગને પ્રેમના રંગ સાથે જોડીને જોવામાં આવે છે. લાલ રંગ સેક્સ્યુઆલિટી સાથે પણ જોડીને જોવાય છે. અનેક રિસર્ચમાં વાત સામે આવી છે કે, બાકી રંગોની તુલનામાં લાલ રંગ વધુ આકર્ષિત કરે છે. જો કોઈ પુરુષ લાલ રંગના કપડા પહેરે છે, તો તે તેનું સ્ટેટસ સિમ્બોલ બતાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.