સમુદ્રનું પાણી ખારું અને નદીનું પાણી મીઠું કેમ હોય છે જાણો તેના વિશે રોચક કારણો તમે પણ

કોઈપણ જગ્યા કે સ્થાનની ઉંચાઈ માપવાનો એકમ જે હોય તે પણ તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી જ ગણવામાં આવે છે અને એ તો આ આર્ટિકલ વાંચનારા પૈકી લગભગ લોકો જાણતા જ હશે. અને તેનું મુખ્ય કારણ એ પણ છે કે તે પૃથ્વીની સૌથી નીચેની સપાટી ગણાય છે વળી તેનો સૌથી મોટો પુરાવો એ છે દરેક નદીઓનું પાણી છેવટે સમુદ્રમાં જ મળી જાય છે. અને આ ક્રમ કોઈ છેલ્લા 500 કે 600 વર્ષ જૂનો હોય એવું પણ નથી પરંતુ આ ક્રમ હજારો લાખો વર્ષોથી ચાલ્યો આવે છે.

image source

આ તો થઇ સમુદ્રની સપાટીની વાત. પણ શું તમે એ તરફ ક્યારેય ધ્યાન આપ્યું છે કે સમુદ્રમાં મળ્યા પહેલા જે નદીનું પાણી મીઠું અને પીવાલાયક હોય છે તે જ નદીનું પાણી સમુદ્રમાં મળીને ખારું કેમ થઇ જાય છે ? અથવા સમુદ્રનું પાણી હંમેશા ખારું જ કેમ હોય છે ? તો ચાલો તેના વિષે જાણીએ. પરંતુ તેના વિષે જાણતા પહેલા સમુદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઇ એ જાણીએ.

image source

સમુદ્રના પાણીમાં જળચર જીવોની લાખો કે એથીય વધુ પ્રજાતિઓ જીવે છે. તે પૈકી અમુક જીવો સામાન્યથી પણ ક્યાંય વિશાળ હોય છે જેમ કે વ્હેલ અને શાર્ક માછલી, ઓક્ટોપસ, એનાકોન્ડા સાપ વગેરે.. આમ જોવા જઈએ તો સમુદ્રની દુનિયા ભારે અટપટી અને રહસ્યોથી ભરપૂર છે અને તેના તમામ ભેદને જાણી શકવું વૈજ્ઞાનિકો માટે લગભગ અસંભવ છે.

image source

તમે કદાચ નહિ જાણતા હોય કે નદી અને ઝરણાઓમાં જે પાણી છે એ પાણી અસલમાં તો સમુદ્રનું જ પાણી છે. તે કેવી રીતે ? તો જણાવી દઈએ કે સમુદ્રના પાણી પર સૂર્યપ્રકાશ પડવાને કારણે તેમાંથી વરાળ ઉઠે છે અને પાણીનું બાષ્પીભવન થાય છે આ પ્રક્રિયાથી જ આકાશમાં વાદળો બંધાય છે અને પવન માર્ગે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને ત્યાં વરસાદ રૂપે વરસે છે. વરસાદનું આ જ પાણી જયારે નદી અને ઝરણાઓમાં વહે છે અને તેમાં લવણના કણો બહુ ઓછા હોય છે એટલે એ પાણી પીવામાં સ્વાદિષ્ટ મીઠું અને પીવાલાયક લાગે છે.

image source

જયારે વરસાદનુ પાણી ફરીથી સમુદ્રમાં પહોંચે છે ત્યારે તેમાં થોડા થોડા કરીને લવણના કણો ભળતા જાય છે. વળી, સમુદ્રમાં હજારો લાખો વર્ષોથી જમા થયેલા લવણને કારણે તેમાં ભળતું પાણી લવણયુક્ત થઇ જાય છે. હવે આ લવણમાં મુખ્ય તત્વ તરીકે સોડિયમ ક્લોરાઇડ હોય છે જેનાથી નમક બને છે. અને આ તત્વને કારણે જ સમુદ્રનું પાણી ખારું લાગે છે. એ સિવાય સમુદ્રના પાણીનું ખારું હોવા અંગે કેટલીક પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે.

તમને આ પણ જાણવું ગમશે.

બાર મહિનાઓના નામ કેવીરીતે પડ્યા જાણો છો? વાંચો રસપ્રદ હકીકત…

દુનિયાની આ જગ્યાઓ પર જવાની મનાઈ છે, કોઈ જ જઈ શક્તુ નથી…

જો લાંબા સમય સુધી ઉભેલી ગાડી ચાલુ ના થતી હોય તો કરો આ મહત્વપૂર્ણ કામ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.