ઠંડીને લઇને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ દિવસોમાં પડશે હાડ થીજવતી ઠંડી, જાણો ક્યાં કેટલું રહેશે તાપમાન

ધીમે ધીમે ગુજરાતમાં ગુલાબી ઠંડીનો માહોલ ઉભો થઈ રહ્યો છે. સવાર અને રાત્રી દરમિયાન ખુશ્નુમાં ઠંડી અનુવભવાઈ રહી છે. પણ 15મી નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાનો પ્રારંભ થશે તેવી માહિતી છે. જો કે તે પહેલાં ગુજરાતવાસીઓએ સુકા અને ઠંડા પવનનો સામનો કરવો પડશે અને હાલ આવો ઠંડો પવન ચાલુ પણ થઈ ગયો છે. અને ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નવેમ્બર મહિનાના છેલ્લા દિવસોથી જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસો સુધી રહે છે. શિયાળામાં ગુજરાતમાં ઉત્તર તરફથી આવતા સીધા ઠંડા પવન ફુંકાતા હોય છે. અને હિમાલયમાં પણ બરફવર્ષાની શરૂઆત થઈ જ ગઈ છે. અહીં બરફવર્ષા થાય તેની અસર નીચેના રાજ્યોમાં થતી હોય છે.

image source

લોકોને શિયાળાની શરૂઆતની ખુશ્નુમા ગુલાબી ઠંડી ખુબ પસંદ આવતી હોય છે પણ જ્યારે ઠંડી તેનું તીવ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે લોકો ગરમીની રાહ જોવા લાગે છે તો અમે તમને જણાવી દઈએ કે ગુજારતમાં હાડકા ધ્રુજાવી નાખતી ઠંડી ક્યારે પડશે. હજુ સુધી જો કે હવામાન વિભાગે ઠંડી બાબતે કોઈ જ આગાહી કરી નથી. પણ ગુજરાતના જાણિતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળાને લઈને કેટલીક આગાહી કરી છે.

image source

તેમની આગાહી પ્રમાણે ગુજરાતમાં તા. 18 નવેમ્બરથી તાપમાનમાં ઘટાડો થવા લાગશે. અને લોકોને થોડી વધારે ઠંડીનો અનુભવ થશે. ત્યાર બાદ 4 ડિસેમ્બર બાદ તાપમાનમાં ઓર વધારે ઘટાડો થશે અને ઠંડી 12 ડિગ્રીની નજીક પહોંચી જશે. ત્યાર બાદ 8મી ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર સુધી પણ ઠંડીમાં થોડો થોડો વધારો થતો જશે. પણ હાડકા થીજાવી નાખતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને 22મી ડિસેમ્બર આસપાસ થશે. એક આગાહી પ્રમાણે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અત્યંત ઠંડી પડવાની છે અને ભૂતકાળના રેકોર્ડ પણ ટૂટી શકે તેમ છે.

image source

આગાહીકાર અંબાલાલ પટેલ જણાવે છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો તાપમાન 8 ડિગ્રી કરતાં પણ નીંચુ જઈ શકે છે. તો ગુજરાતમાં સૌથી વધારે જે વિસ્તારમાં ઠંડી પડે છે તેવા નલિયામાં આ વર્ષે લઘુતમ તાપમાન 5 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ ઠંડી 5 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. અને આપણા ગુજરાતીઓનું અત્યંત પ્રિય એવું પર્યટન સ્થળ આબુમાં પણ તાપમાન શુન્ય ડિગ્રી સુધી પોહંચી શકે છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધી શકે છે.

image source

આ તારીખોમાં ઠંડીનો ચમકારો ગુજરાતના લોકોને જોવા મળશે. તારીખો છે 18 ડિસેમ્બર, 19 ડિસેમ્બર અને 29 ડિસેમ્બર. હાલ તો બધા જ મિક્સ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. કારણ કે ઉત્તર તરફથી ઠંડા પવનનું આગમન તો થઈ જ ગયું છે પણ સૂર્ય હજુ આકરો છે માટે સવાર અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે પણ દિવસ દરમિયાન વાતાવરણ થોડું ગરમ રહે છે. પણ હવે જેમ જેમ નવેમ્બરના અંત નજીક પહોંચશું તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધતું જશે.

image source

ભારતના ઉત્તરમાં આવેલા કેટલાક રાજ્યોમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે જ્યારે સૌથી ઉત્તરમાં હિમાલયમાં આવેલા પ્રદેશોમાં તો હીમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે. ઉત્તર ભારતમાં આવેલા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ વિગેરે રાજ્યોમાં કડકડતી ઠંડી પડવા લાગી છે. ત્યાં જેટલી વધારે ઠંડી પડશે તેની અસર અહીં પણ જોવા મળશે. તો રાહ જોયા વગર ગરમ વસ્ત્રોને માળિયા, કબાટ, તીજોરીમાંથી કાઢીને તૈયાર રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.