શિયાળામાં અકસીર છે ગોળની ચા, એક નહીં આપે છે આ અઢળક ફાયદા

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જો તમે હજુ સુધી ખાંડની ચા પીઓ છો તો તમે તેને આજથી જ બંધ કરી દો તે જરૂરી છે. તમે ખાંડના બદલે ગોળનો ઉપયોગ શરૂ કરો. ગોળની પ્રકૃતિ ગરમ ગણાય છે અને તે કુદરતી ગળપણનું કામ કરે છે.

image source

તમે ગોળની ચા પીઓ છો તો શિયાળામાં શરદી ખાંસી જ નહીં પણ આ સિવાય પણ અનેક તકલીફોમાં તે તમારી મદદ કરે છે.ગાયના દૂધ સાથે ગોળની ચા તમને સારું પરિણામ આપે છે. તો જાણો તમે ઘરે આ ચા કઈ રીતે બનાવી શકો છો અને શું છે તેના ફાયદા.

image source

ગોળમાં હોય છે આ ખાસ વિટામીન્સ

વીટામિન્સ

આર્યન

કેલ્શિયમ

એન્ટી ઓક્સીડન્ટ્સ

એન્ટી વાયરલ

આ રીતે બનાવી લો ગોળવાળી ચા

પાણી – 2 કપ

દૂધ – 4 કપ

ગોળ – 8 ચમચી (પીસેલો)

ચા પત્તી – 4 ચમચી

વરિયાળી – 2 ચમચી

આદુ પાવડર – 1 ચમચી

નાની એલચી પાવડર – 1 ચમચી

કાળા મરી પાવડર – 1 ચમચી

image source

સૌ પ્રથમ એક ઊંડું વાસણ લો. તેમાં પાણી, એલચી, વરિયાળી, કાળા મરી પાવડર, આદુ પાવડર તેમજ ચા પત્તી ઉમેરો. આ તમામ ચીજોને એકસાથે ઉકળવા દો. તે સારી રીતે ઉકળે અને તેમાંથી સ્મેલ આવે એટલે ગેસ બંધ કરી લો. હવે આ પાણીના મિશ્રણમાં ગોળ ઉમેરી લો. ગોળ મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરો અને ગરણીથી ગાળી લો. ગરમ ગરમ ચાને પીઓ. આમ કરવાથી અનેક રોગમાં અને ખાસ કરીને શરદી ખાંસીમાં રાહત મળે છે.

આ તકલીફોમાં રાહત આપે છે ગોળની ચા

પેટ ઓછું કરે છે

image source

ખાંડથી શરદી વધે છે. પરંતુ શિયાળામાં ગોળની ચા પીવાથી પેટની ચરબી ઘટે છે અને શરીર સ્વસ્થ રહે છે.

પાચનતંત્ર સુધરે છે

image source

ગોળ પાચનક્રિયાને સુધારવાનું કામ કરે છે. તેનાથી છાતીમાં બળતરા થતી નથી. તેમાં અનેક વિટામીન્સ અને ખનીજ હોય છે. ગોળની ચા પાચનતંત્રને ફાયદો કરે છે.

માઈગ્રેનમાં મળે છે રાહત

image source

જો તમને માઈગ્રેન હોય તો ગાયના દૂધમાં ગોળ નાંખીને ચા બનાવો. આ ચાને પીવાથી તમને આ દર્દમાંથી ઝડપથી રાહત મળે છે.

વજનને રાખશે કંટ્રોલમાં

image source

ગોળને કુદરતી ગળપણ ગણવામાં આવ્યું છે. ખાંડડના ઉપયોગથી તમારું વજન વધે છે પરંતુ ગોળનો ઉપયોગ વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે.