શિયાળાની ઋતુમાં શરદી-ઉધરસથી બચવા સાકર છે અક્સીર ઈલાજ, જાણો તેનો કેવી રીતે કરશો ઉપયોગ

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. એવામાં વાયરલ ઈન્ફેક્શનથી બચવું ઘણુ મહત્વનું બની રહે છે. ઠંડી ઋતુમાં લોકો શરદી-ઉધરસનો વધુ ભોગ બનતા હોય છે.

image source

શિયાળા દરમિયાન સામાન્ય રીતે મોટાભાગના લોકો બંધ નાક, શરદી-ખાંસી અને ગળાના ઈન્ફેક્શનથી પરેશાન રહે છે. આ બીમારીઓનું કારણ ઠંડીની ઋતુને માનવામાં આવે છે સાથે જ તમારી ફૂડ હેબિટ્સ પણ જવાબદાર છે.

image source

શરદી-ઉધરસમાં રાહત મેળવવા ઢગલો દવાઓ અને કોમન એન્ટીબાયોટિક્સ ખાઈએ છીએ તેમ છતાં સંપૂર્ણ આરામ મળતો નથી. તો આજે અમે તમને ઘરેલુ નુસખા વડે કેવી રીતે શરદી ઉધરસમાં આરામ મળે તેના વિશે જણાવીશું

સાકર

image source

આયુર્વેદમાં જરૂરી પોષક તત્વો અને વિટામિનની ઉણપ દૂર કરીને શરીરને રિકવર કરવાના અક્સીર ઉપચારો આપેલા છે. આ કુદરતી ઉપચારથી કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી થતી.

image source

ઋજુતા દિવેકરે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શરદી-ઉધરસ, બંધ નાક અને ગળાના ઈન્ફેક્શનથી રાહત મેળવવા માટે ઘરગથ્થુ ઉપચાર સૂચવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ સાકર ખાવાથી આ પરેશાનીઓમાં રાહત મળશે.

સાકર એક ઔષધિ છે અને હેલ્ધી છે

image source

આ અંગે ઋજુતા દિવેકરે લખ્યું છે કે, ગળમાં ઈન્ફેક્શન, શરદી-ઉધરસ અને નાક બંધ હોય તો સાકર ટ્રાય કરો. આયુર્વેદમાં સદીઓથી સાકરનો ઉપયોગ કરવામાં આવલે છે. ગાયક પોતાનો અવાજ સુરીલો અને સ્પષ્ટ રાખવા માટે સાકર ખાય છે. આ સિવાય સાકર પેટની સમસ્યાઓ અને એસિડિટીમાં પણ ફાયદાકારક છે. જે લોકો વિચારે છે કે ખાંડ ગળી હોવાથી ન ખાવી જોઈએ તો જાણી લો કે, સાકર એક ઔષધિ છે અને હેલ્ધી છે.

image source

વધુ ઉધરસ આવતી હોય તો અપનાવો આ ઘરેલુ ઉપાય

image source

– લવીંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.

– મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે.

– દાડમના ફળની છાલનો ટુકડો મોં મા રાખવાથી ઉધરસ મટે છે.

image source

– થોડી ખજુર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટી જશે.

– રાત્રે મીઠાની કાંકરી મોંમા રાખી મુકવાથી ઉધરસ ઓછી આવશે.

– ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.

image source

– હળદર અને મીઠાવાળા તાજા શેકેલાં ચણા એક મુઠ્ઠી જેટલા સવારે તથા સાંજે સુતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.

– હળદર તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફ મટે છે.

– નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે.

image source

– તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ તથા છાતીનો દુઃખાવો મટે છે.

– મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.

– થોડી હીંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે.

– દ્રાક્ષ અને સાકર મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.

સાકરના ફાયદા

image source

શુગર દરેક રૂપમાં નુકસાનકારક છે આવું લગભગ બધા જ લોકો માને છે. પરંતુ યાદ રાખો કે પર્યાપ્ત માત્રામાં સેવન કરવામાં આવે તો સાકર શરીર માટે ગુણકારી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે સાકર રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાકર રિફાઈન્ડ કરેલી નથી હોતી અને શેરડીમાંથી બને છે. માટે પોષકતત્વોથી ભરપૂર છે. પ્રોસેસ કરેલી ખાંડના બદલી આખી સાકરનો ઉપયોગ કરો. સાકર શરીરમાં હીમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે જેથી લોહીનું ભ્રમણ બરાબર થાય છે અને અનીમિયા સામે રક્ષણ મળે છે. સાકર ખાવાથી આખો દિવસ સ્ફૂર્તિ જળવાઈ રહેશે.

સાકર કેવી રીતે ખાશો

image source

સાકરની મદદથી શરદી-ઉધરસ મટાડવા માટે યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે. સાકર સાથે મરી, ઘી મિક્સ કરો. આ બધી વસ્તુઓ શરીર માટે ગુણકારી છે. સાકરની ભૂકી સાથે કાળા મરીનો પાઉડર અને ઘી મિક્સ કરો. રાત્રે ડિનર બાદ આ મિશ્રણ પી લો. તમને શરદી-ઉધરસ અને બંધ નાકમાં રાહત મળશે. ઉધરસમાં રાહત મેળવવા હૂંફાળા પાણીમાં સાકરની ભૂકી મિક્સ કરો. આનાથી કફ બહાર નીકળશે અને તમને શરદી- ઉગરસમાંથી રાહત મળશે.