જીમમાં ગયા વગર આ રીતે જ ઘરે બેઠા બનાવો આર્મી મેન જેવી બોડી, તમારી ચાલથી જ લોકો ડરવા લાગશે

જીમમાં જવું અને કસરત કરવાથી આપણા સ્નાયુઓ મજબૂત બને છે અને તેવી જ રીતે આપણને સ્માર્ટ લુક પણ મળે છે.જીમમાં જઈને કસરત કરવાથી આપણે માનસિક રીતે પણ સ્વસ્થ રહીએ છીએ.જો કે ફક્ત જીમમાં જઈને કસરત કરવાથી આપણી બોડી બને તે જરૂરી છે,બોડી બનાવવા માટે તે પણ મહત્વનું છે કે તમે તમારા આહારને યોગ્ય રાખો.

image source

જો તમારા આહારમાં જરૂરી પોષક તત્ત્વો ન હોય તો તે તમને ફાયદાને બદલે નુકસાન પોહ્ચે છે.હવેના દિવસોમાં દરેક છોકરાઓ ફોલાદી બોડી બનાવવાની ઇચ્છા ધરાવે છે,પરંતુ તેની પાછળ ઘણા પૈસા અને ઘણા સમયનો ખર્ચ કરવો પડે છે.

image source

તો આજે અમે તમને સૌથી સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમારી બોડી ફોલાદી બનશે અને તમે ઈચ્છો તો તમારી બોડી આર્મી મેન જેવી પણ બનાવી શકો છો,તો જાણો એ સરળ ટિપ્સ વિશે.

જાણો ચણા અને ગોળ ખાવાથી થતા ફાયદાઓ.

ચણામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનની ભરપૂર માત્રામાં હોય છે,જે શરીરને ફોલાદી બનાવવા માટે ખુબ જ ઉપયોગી છે. જો તમારે વજન ઝડપથી વધારવું હોય તો તમારે ચણાનો ઉપયોગ કરવો જ જોઇએ કારણ કે ચણા એક જ એવું અનાજ છે,જે ઓછા ખર્ચે વધુ પ્રોટીન આપે છે.

ચણા અને ગોળ સાથે ખાવાથી શરીરને યોગ્ય માત્રામાં કેલરી મળે છે જે તમારા રોજિંદા કામમાં ઉપયોગ કરવામાં આવે છે જેનાથી શરીરમાં થાક નથી લાગતો.

image source

ચણા ખાવાથી શરીરની પાચન શક્તિ પણ મજબૂત થાય છે,જેથી તમારા શરીરમાં ખોરાક વધુ સારી રીતે પછી શકે,જે સ્નાયુઓ માટે ખૂબ
જ મહત્વપૂર્ણ છે.

ચણા નો ઉપયોગ તમને ત્વરિત ઉર્જા આપે છે,તમે જીમમાં વર્ક-આઉટ કર્યા પછી શેકેલા ચણા ખાઈ શકો છો, આ તમને ઝડપથી ઉર્જા
આપશે.

પાણી પીવું જરૂરી છે.

image source

પાણી પીવું એ પણ બોડી બનાવવા માટે જરૂરી છે.આપણા શરીરમાં 70 ટકા પાણી હોય છે અને સ્નાયુઓ 75 ટકા પાણીથી બનેલા હોય
છે.તમારા સ્નાયુઓમાં પ્રવાહીતા જાળવવા અને સ્નાયુઓની શક્તિ જાળવવા માટે પાણી જરૂરી છે.પાણી શરીરમાં ઉર્જા સ્તરને વધારે છે
અને પાચનની પ્રક્રિયાને બરાબર રાખે છે.દરેક લોકોએ પોતાના વજન પ્રમાણે પાણી પીવું જોઈએ.

અનાનસ

image source

અનાનસમાં હાજર તત્વ બ્રોમિલિન પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે આ ઉપરાંત તે માંસપેશીઓમાં બળતરા પણ ઘટાડે છે.તેથી
વર્કઆઉટ કર્યા પછી ચોક્કસપણે તમારા આહારમાં અનાનસ શામેલ કરો.તે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે.તેથી જો તમે એકવાર અનાનસ
ખાસો પછી તેને ખાધા જ કરશો.

પાલક

image source

એક સંશોધન મુજબ પાલક સ્નાયુઓના નિર્માણની ગતિમાં 20 ટકાનો વધારો કરે છે.દરરોજ લગભગ એક કિલો પાલક ખાવાથી તમને
ઘણો ફાયદો થશે.શાકાહારી લોકો માટે આ ખૂબ ઉપયોગી આહાર છે.

શક્કરિયા

image source

સ્નાયુઓ બનાવવા માંગતા લોકો માટે શક્કરિયા ખૂબ ઉપયોગી થઈ શકે છે.તેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ખૂબ જ વધારે છે.શક્કરિયા શરીર
માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વો છે.તે સ્નાયુઓ માટે પણ મદદરૂપ છે.આ ઉપરાંત શક્કરિયા વિટામિન અને ખનિજોથી પણ સમૃદ્ધ
છે.આની સાથે શક્કરિયાનું સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર પણ નિયંત્રિત થાય છે.

બદામ

image source

દરેક લોકો જાણે જ છે કે બદામનું સેવન કરવાથી તાકાત મળે છે અને બુદ્ધિમાં વિકાસ થાય છે.તેમાં પ્રોટીન અને ચરબી વધુ પ્રમાણમાં
જોવા મળે છે.જો કે બદામમાં સૌથી વધુ વિટામિન ઇ જોવા મળે છે,જે સ્નાયુઓ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ શક્તિશાળી
એન્ટીઓક્સિડેન્ટ શરીરમાંથી ઝેર બહાર કાઢવામાં મદદ કરે છે.

બ્રોકોલી

image source

વર્કઆઉટ પછીના આહારમાં બ્રોકોલી,પાલક,ટમેટા,મકાઈ અને ડુંગળી જેવા ફાઇબરથી ભરપૂર ખોરાક શામેલ કરો.દિવસમાં ઓછામાં
ઓછા પાંચથી સાત વાર ફળો અને શાકભાજી ખાઓ.વિટામિન,ખનિજો અને ફાઇબરથી ભરપૂર ખોરાક શરીર માટે ખુબ જ જરૂરી છે.

ફળો

image source

બોડી બનાવવા માટે શરીરને શક્તિ પ્રદાન કરવા માટે તાજા ફળો ખૂબ જ જરૂરી છે.નારંગી અને સફરજન સ્નાયુઓ બનાવવા માટે ખૂબ
જ મહત્વપૂર્ણ ફળ છે.નારંગી અને સફરજનમાં વિટામિન બી અને પેક્ટીન હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવે છે.