આ મહિલાને અધધધ..વર્ષો પછી ખોવાઇ ગયેલી વિંટી મળી પાછી, થયો કંઇક એવો ચમત્કાર કે..

મોટેભાગે દરેક વ્યક્તિના જીવનમાં આ વાત ફિટ બેસતી હશે કે જયારે તેની પાસે કોઈ ચીજ કે વ્યક્તિ તેની પાસે હોય ત્યાં સુધી તેને એ ચીજ કે વ્યક્તિની કદર કિંમત નથી હોતી પણ જયારે એ ચીજ કે વ્યક્તિ તેનાથી છૂટી જાય છે ત્યારે તેનો ખાલીપો બરાબર વર્તાય છે.

image source

આપણા જીવનમાં પણ ઘણીવાર એવી નાની નાની ઘટનાઓ બનતી હોય છે કે જેમાં આપણને વસ્તુ ખોઈ દેવાનો વસવસો રહી જતો હોય છે પણ ક્યારેક એ જ વસ્તુ ફરી પાછી મળી જાય તો ખુશીનું કોઈ ઠેકાણું નથી રહેતું. આવી જ એક ઘટના તાજેતરમાં અમેરિકામાં રહેતી એક મહિલા સાથે બની. જેમાં મહિલાની એક ખાસ વીંટી જે ખોવાઈ ગઈ હતી તે એને લગભગ 47 વર્ષ પછી પરત મળી ગઈ. શું છે એ ઘટના આવો જરા વિસ્તારથી જાણીએ.

ઘટનાની વિગત અનુસાર અમેરિકાના બ્રન્સવીક ખાતે રહેતી 63 વર્ષીય મહિલા જેનું નામ ડેબ્રા મેક્કેના છે તેની પાસે એક ખાસ વીંટી હતી જે તેને તેના પતિએ લગ્ન પહેલા એક યાદગીરી રૂપે આપી હતી. મહિલાના પતિનું નામ શાન છે અને લગ્ન પહેલા બન્ને એકબીજાના ખાસ મિત્રો હતા. ડેબ્રા પાસે રહેલી આ વીંટી વર્ષ 1973 માં અચાનક ગુમ થઈ ગઈ હતી.

image source

બીજી બાજુ તાજેતરમાં જ ફિનલેન્ડના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા કરીના પાર્કમાં જમીન સમથળ કરવાનું કામ ચાલુ હતું અને અને અહીં મેટલ શીટ વર્કરનું કામ કરી રહેલા માર્ક સારીનેન ડિટેક્ટર વડે જમીન તપાસી રહ્યા હતા તે દરમિયાન અહીં આ જમીનની 20 સેમી નીચે કોઈ ધાતુની વસ્તુ હોવાનું જણાતા તેમાં ડેબ્રા મેક્કાનેની યાદગાર વીંટી હતી જે છેક 1973 થી ગુમ થઇ ગઈ હતી.

image source

માર્ક સારીનેન આ વીંટી મળવાથી ખુશ થયો અને તેણે આ વીંટી તેના મૂળ મલિક સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. માર્કે વીંટી પર અંકિત કરાયેલ ” સ્કૂલ ઓફ મોર્સ 1973 ” અંકિત કરેલું જોઈ તેના આધારે સ્કૂલ એલ્યુમીની એશોશિએશનનો સંપર્ક કરી માહિતી આપતા જાણવા મળ્યું કે આ વીંટી ડેબ્રા મેક્કેનના પતિ શાનની છે. આથી આ વીંટીને શાનના સરનામાં પર post કરી દેવામાં આવી હતી.

image source

સામે પક્ષે શાનની પત્ની ડેબ્રા મેક્કેન આ વીંટીને 47 વર્ષ અચાનક પાછી મેળવીને હેરાન પણ થઇ અને ખુશ પણ થઇ. ડેબ્રાએ જણાવ્યું હતું કે મને તો આ વીંટી ક્યારેય આ રીતે પરત મળશે તેવી આશા જ ન હતી.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.