જાણો શાસ્ત્રો પ્રમાણે મહિલાઓને કયા 2 શબ્દો ક્યારે પણ ના બોલવા જોઈએ..

ભારત દેશમાં નારીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે, હિંદુ ધર્મમાં એક માન્યતા એવી છે કે દરેક મહિલામાં સંપત્તિની દેવી લક્ષ્મી વાસ કરે છે,જેના કારણે મહિલાને દેવીનું સ્થાન આપવામાં આવે છે. એક મહિલા જ છે જે એકસાથે બે કુળને તારે છે. જયારે માતા બાળકને જન્મ આપે છે અને એક પુત્રી ઘરને પ્રકાશિત કરે છે ત્યાર પછી જયારે એક પત્ની બને છે તો તે પોતાની બધી જ જવાબદારીઓ ઘણી સારી રીતે નિભાવે છે અને પરિવારનું સર્જન કરે છે. એક નારી ઘરને સુખરૂપ ચલાવે છે અને એક ઘરને સ્વર્ગ બનાવે છે જેના લીધે નારીને દેવીનું સ્થાન આપવામાં આવે છે. નારીમાં ઘણી બધી ક્ષમતાઓથી પૂર્ણ હોય છે. જેની આપ કલ્પના પણ નથી કરી શકતા. નારી કોઇપણ ઘરને સ્વર્ગમાં પરિવર્તન કરી શકે છે પણ જો નારી પોતાના પર આવી જાય છે તો સારામાં સારા સ્વર્ગ જેવા ઘરને પર નરકમાં પરિવર્તન કરી દે છે. એક નારીના ગુણોની કલ્પના અને તેની ક્ષમતાનો અંદાજ લગાવવો ખુબ મુશ્કેલ હોય છે.

image source

સામાન્ય રીતે નારીને અત્યંત સહનશીલ અને ધૈર્યવાન માનવામાં આવે છે પણ કેટલીક વાર એવું પણ કઈક થઈ જાય છે જયારે નારીને માન આપવાને જગ્યાએ આપણે નારીને એવા શબ્દો કહી દઈએ છીએ કે જે એક નારી માટે અપમાનજનક સાબિત થઈ શકે છે. આપણે ઘણીવાર નારીનું અપમાન કરવા માટે એવા શબ્દોનો પ્રયોગ કરી દઈએ છીએ જે આપણે ક્યારેય કોઈ નારીને ભૂલથી પણ બોલવા જોઈએ નહી. આવી જ કેટલીક બાબતોનું ધ્યાન રાખતા આપણે નારી માટે એવા કોઇપણ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહી, જે એક નારીના આત્મ સમ્માનને ઠેસ પહોચાડે કે પછી તે નારીને ઉદાસ કરી દે. આજે અમે આપને એવા બે શબ્દો વિષે જણાવીશું જે હિંદુ શાસ્ત્રો મુજબ કોઇપણ નારીને ભૂલથી પણ ના બોલવી જોઈએ. જો આપ આ શબ્દોનો પ્રયોગ કોઈ નારીના અપમાન માટે કરો છો.

ચાલો આપણે જાણીએ કે શાસ્ત્રો પ્રમાણે મહિલાઓએ કયા 2 શબ્દો ન બોલવા જોઈએ

image source

હવે જાણીશું કે, શાસ્ત્રો મુજબ એવા ક્યાં બે શબ્દો છે જે ક્યારેય કોઈ નારીને બોલવા જોઈએ નહી.:

આ દુનિયામાં દરેક વ્યક્તિએ પોતાની ફરજ નિભાવવાની હોય છે તે પછી પોતાની મરજીથી હોય કે પછી કોઈ મજબુરીના કારણે પણ દરેક વ્યક્તિને પોતાની ફરજ નિભાવવાની હોય છે. જયારે આપ કોઈ મહિલાને દેહ વ્યાપારમાં કે એવા કોઈ કામમાં જોવો છો તો તે મહિલા પોતાની મરજીથી કે પછી શોખના લીધે વેશ્યા જેવા કામ કરવાનું પસંદ નથી કરતી. કોઈ મહિલાના આવી રીતે કામ કરવા પાછળ મોટાભાગે મહિલાઓની મજબુરી જ કારણ હોય છે. જો આપ કોઈ મહિલાને ખોટા કામમાં આગળ વધી જાય છે તેમ છતાં પણ કોઇપણ મહિલા પોતાના માટે વૈશ્યા શબ્દ સાંભળવાનું પસંદ કરતી નથી. આથી આપે કોઇપણ મહિલાને વૈશ્યા જેવો શબ્દ ક્યારેય કહેવો જોઈએ નહી.

image source

જો આપ કોઈ મહિલાને જોવો છો તો આવી મહિલાને તેની સ્થિતી પર જ છોડી દેવી જોઈએ. કારણ કે, જો આવી મહિલાઓના અપમાન કરવામાં આવે છે તો આવી મહિલાના મુખેથી જો કોઈ ખરાબ શબ્દ કે પછી આપના માટે બદુઆ નીકળી જાય છે તો તે શબ્દો ક્યારેય વ્યર્થ જતા નથી શક્ય છે કે, આવી મહિલાની બદુઆથી આપનું જીવન બરબાદ પણ કરી નાખે છે. જેથી કરીને આપે કોઇપણ મહિલાને આવા શબ્દો બોલવાનું ટાળી દેવું જોઈએ નહિતર પછીથી આપ ખાલી પસ્તાવો જ કરી શકશો.

image source

આપે કોઇપણ નારીને કોઇપણ સ્થિતિમાં ભૂલથી પણ વાંજ કહેવું જોઈએ નહી કારણ કે, દુનિયામાં કોઇપણ વ્યક્તિ સંપૂર્ણ હોતી નથી. તે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય. એવું જરૂરી નથી કે દુનિયાની બધી જ મહિલાઓ મા બનવા માટે સક્ષમ હોય. ત્યારે કેટલીક મહિલાઓમાં કુદરતી રીતે કે પછી જીવનમાં એવો કોઈ બનાવ બની જવાના કારણે પણ કેટલીક મહિલાઓ માં બની શકતી નથી.

image source

મહિલા પોતાની આ ખામીના કારણે પહેલાથી જ નિરાશ અને ઉદાસ થઈ ગઈ હોય છે. ત્યારે આવી સ્થિતિમાં જો કોઈ અન્ય વ્યક્તિ આવી મહિલાને વાંજ કહી દે છે કે પછી વારંવાર મહિલાને વાંજ કહીને હેરાન કરવામાં આવે છે તો આવી મહિલા પોતાના દુઃખના કારણે આપને કોઈ ખરાબ શબ્દ કહી શકે છે કે પછી એવું પણ કઈક કહી દે છે કે, તેના શબ્દો દ્વારા આપવામાં આવેલ બદુઆ આપને લાગી જાય છે અને જેનું પરિણામ આપને આખી જિંદગી ભોગવવું પડે છે. આથી આપે આવી કોઇપણ મહિલાને વાંજ કે પછી એવા કોઇપણ શબ્દ કહેવા જોઈએ નહી. જેનાથી મહિલાને દુઃખ થાય કે પછી તેનું અપમાન થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.