દુનિયાની સૌથી રોમેન્ટિક જગ્યાઓમાંનું એક છે આ સ્થળ, પ્રેમીઓ માટે છે ખાસ…

ટનલ ઓફ લવ એટલે કે પ્રેમની સુરંગ દુનિયાની સૌથી રોમેન્ટિક જગ્યાઓમાંથી એક છે. આ પ્રેમની સુરંગની વચ્ચોવચથી રેલવેના પાટા પસાર થાય છે. સુરંગની એક તરફ પ્લાયવુડના કારખાના છે, જ્યા માલ લઈને રેલગાડી લીલોતરીથી છવાયેલી સુરંગથી દિવસમાં 3 વાર પસાર થાય છે. પરંતુ બીજી તરફ તે સામાન પહોંચાડે છે. આ ટનલ ઓફ લવ પશ્ચિમી યુક્રેનમાં છે. પ્રેમની સુરંગની લંબાઈ અંદાજે 3 કિલોમીટર છે. આ ટનલ વિશે સ્થાનિક લોકો વધુ જાણ છે, પરંતુ સોશિયલ મીડિયાએ આ સુંદર જન્નતભરી ટનલને દુનિયાભરમાં લોકપ્રિય બનાવી દીધી છે. આજે આ ટનલના લાખો દિવાના બની ગયા છે.

image source

હકીકતમાં પ્રેમની સુરંગ એક રેલવે ટ્રેક છે, જેની આજુબાજુ ઢગલાબંધ વૃક્ષો ઉગેલા છે, જે કોઈ સુરંગની જેમ નજર આવે છે. આ સુંદર કુદરતી ઢાંચો કોઈનુ પણ મન મોહી લે તેવો છે. અહીં દર વર્ષે લાખો લોકો પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે આવે છે. આ સુરંગ ગરમીઓમાં હળવા ભૂરા રંગની નજર આવે છે. તો બીજી તરફ વસંત આવવાથી તે ટનલ આખી લીલા રંગની થઈ જાય છે. ત્યાર સુધી આ જગ્યા કોઈ સ્વર્ગથી ઓછી નથી લાગતી. આ ટનલ સફેદ બરફની ચાદર ઓઢી લે છે. ત્રણેય રંગોમાં ટનલ બહુ જ સુંદર લાગે છે.

image source

આ પ્રેમની સુરંગ વિશે લોકોને કેવી રીતે માલૂમ પડ્યું, અને કેવી રીતે આ જગ્યા દુનિયાની સૌથી રોમેન્ટિક જગ્યાઓમાં ફેમસ થઈ ગઈ. વર્ષ 2009 સુધી આ જગ્યા માત્ર સ્થાનિક લોકોને જ ખબર હતી. પરંતુ એકવાર એક ફોટોગ્રાફર નવવિવાહિત કપલની અલગ અલગ જગ્યાઓ પર તસવીરો લઈ રહ્યો હતો, ત્યારે તેમાં આ જગ્યા પણ સામેલ હતી. તેણે ટનલમાં અલગ અલગ એન્ગલથી કપલની તસવીરો લીધી હતી. જેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જ ફોટો વાઈરલ થવા લાગ્યા હતા. અને ટનલ ઓફ લવ એટલે કે પ્રેમની સુરંગ દુનિયાભરમા ફેમસ થઈ ગઈ.

image source

કહેવાય છે કે, અમેરિકા અને સોવિયત સંઘના શીત યુદ્ધ દરમિયાન અહીં એક મોટો સૈન્ય અડ્ડો રહેતો હતો. સૈન્ય અભિયાનોને છુપાવવા માટે આ નજીકના રેલવે ટ્રેકની આસપાસ અનેક વૃક્ષો રોપવામાં આવ્યા હતા, જેથી ટ્રેનમાં બેસેલા લોકોને કંઈક પણ નજર ન આવે.

image source

ચીન અને જાપાનના દૂર દૂરના લોકો અહીં ફિલ્મો અને કમર્શિયલ શૂટ કરવા આવે છે. પ્રેમીઓ માટે આ દુનિયાની સૌથી રોમેન્ટિક જગ્યા તરીકે ફેમસ થઈ ગઈ છે. માન્યતા છે કે, અહીં વૃક્ષ પર રિબન બાંધવાથી પ્રેમીઓની ઈચ્છા પૂરી થાય છે. આ સુરંગનો ઈતિહાસ ભલે ગમે તે હોય, પણ તે પ્રેમીઓ માટે કોઈ સ્વર્ગથી ઓછી ફેમસ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.