માત્ર એક અઠવાડિયુ કામ કરીને કમાવવા છે લાખો રૂપિયા? તો જાણી લો જલદી કેવી રીતે કમાશો

શું તમે પણ લકડાઉનમાં નોકરી ગુમાવી ચુક્યા છો ? શું તમે પણ ઓછા સમયમાં લાખો રૂપિયા કમાવવા માગો છો ? તો કદાચ આ અવસર તમારા માટે જ છે. બ્રિટનના રોયલ ફેમીલી એટલે કે રાજવી કુટુંબની ઓફિશિયલ વેબસાઇટ પર ક્લીનરની જોબ વેકેન્સી પડી છે. જો તમે વિચારી રહ્યા હોવ કે નોકરનું કામ વળી તમે શા માટે કરશો. તો પહેલા તેમની સેલરી અને આકર્ષક ફેસિલિટીઝ વિષે પણ જાણી લો. આ રોલમાં તમારે માત્ર સોમવાર અને રવિવાર સુધી 30 કલાક કામ કરવાનું છે. સાથેસાથે તમારે મહેલમાં રહેવા અને ખાવાપીવાની સુવિધા પણ મળશે. સાથે સાથે જોબના બદલામાં તમને જે સેલેરી ઓફર કરવામા આવે છે, તે સૌથી આકર્ષક છે. એક અઠવાડિયું કામ કરીને તમે 19.70 લાખ રૂપિયા કમાવી શકો છો. તો તમને જણાવીએ કે કેવી રીતે તમે આ જૉબ માટે એપ્લાઇ કરી શકો છો.

યુકેના રોયલ ફેમિલિની ઓફિશિયલ વેબસાઇટ પર ક્લીનરની જોબની વેકેન્સી નીકળી છે. તેના માટે ત્યાં પ્રચાર કરવામાં આવ્યો છે. આ હાયરિંગ વિંડસર પેલેસ સ્ટાફમાં કરવામાં આવશે. વિંડસર પેલેસ મહારાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપનું ઘર છે. અહીં ઘણા ઓછા લોકો જોઈન કરી શકે છે. હાલ મહારાણીની સેવામાં કુલ 94 લોકો મુકવામાં આવ્યા છે. પણ આ નવી વેકેન્સી બાદ તે 95 થઈ જશે.

image source

જે પણ આ જૉબ માટે પસંદ કરવામાં આવશે તેણે અઠવાડિયાના માત્ર 30 કલાક જ કામ કરવાનું રહેશે. તેના બદલામાં નિમણૂંક પામેલી વ્યક્તિને 19.70 લાખ રૂપિયાની સેલેરી આપવામાં આવશે. સાથે સાથે તેને મહેલમાં જવાનું તેમજ રહેવાનું પણ મફતમાં મળશે.

હવે વાત આવે છે તેણે શું કરવાનું છે તેની. તો તમને જણાવી દઈએ કે આ પોસ્ટ ક્લીનરની છે. તેમાં મહેલના ઇન્ટિરિયરની સાફ સફાઈ તેમજ મોંઘા ફર્નીચરનો ખ્યાલ રાખવાનો હોય છે. સાથે સાથે મહેલની પાર્ટીઝની સજાવટમાં પણ મદદ કરવાની હોય છે.

વાસ્તવમાં, મહેલની અંદર કોરોનાના કારણે ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે. નોકરોને મહેલમાંથી જવાની પરમીશ નથી. તેવામાં ઘણાએ નોકરી છોડી દીધી છે. મહેલની અંદર એક રીતે કોરોના બબલ બનાવી દેવામાં આવ્યો છે. આ વેકેન્સી થોડા સમય પહેલાં જ નીકળી છે. તેના માટે તમને ઇંગ્લિશ ભાષાની જણકારી હોવી જરૂરી નથી. પણ તમારે નવી બાબતો શીખવા માટે તૈયાર રહેવું પડશે અને નવા ચેલેન્જીસ માટે પણ તમારે એક્ટિવ રહેવું પડશે.

image source

પસંદ કરવામાં આવેલી વ્યક્તિને 13 મહિનાની ટ્રેનિંગ આપવામાં આશે. ત્યાર બાદ તેને મેન ટીમમાં સમાવવામાં આવશે. સાથે સાથે આ કેરિયર બાદ તે હોસ્પિટાલિટી સેક્ટરમાં પોતાની વેલ્યુ પણ વધારી દેશે.

image source

જોબની જાહેરાતમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ દરમિયાન તમે માત્ર આ મહેલમાં કામ જ નહીં કરો પણ રાજવી પરિવારના અન્ય મહેલોમાં પણ સમય-સમય પર તમારે કામ કરવું પડશે. જો તમે આ જોબ માટે રસ ધરાવો છો, તો હાલ જ મહેલની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારે એપ્લિકેશન કરવી. તમને ભલે આ નોકરની જોબ લાગી રહી હોય, પણ તેની સેલેરી તેમજ સુવિધાઓ જાણીને તમે તેને ના નહીં કહી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.