વિશ્વમાં કયા દેશ પાસે છે કેટલું સોનુ જાણીને લાગશે નવાઈ…
આપણા માટે સોનુ કેટલી કિંમતી ધાતુ છે તે સૌ કોઈ જાણે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં સૌથી વધુ સોનુ ખરીદવામાં ભારતીયો પ્રથમ ક્રમે છે. કદાચ તમને ખબર જ હોય તો જણાવી દઈએ કે જે દેશની રિઝર્વ બેંક અથવા સેન્ટ્રલ બેંક પાસે જેટલું વધુ સોનુ હોય તે દેશની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત હોય છે. પરંતુ આ સ્થિતિમાં ભારત બિલકુલ વિપરીત છે કારણ કે ભારતની પ્રજા પાસે રિઝર્વ બેંક કરતા પણ વધુ સોનુ ઉપલબ્ધ છે. અહીં આપણે વિશ્વના એવા ટોચના દસ દેશો વિષે જાણીશું જેની પાસે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ એટલે કે ઉપલબ્ધ સોનુ છે.
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં અમેરિકા પ્રથમ સ્થાને છે. આખી દુનિયામાં સૌથી વધુ સોનુ અમેરિકા દેશ પાસે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી પ્રમાણે અમેરિકા પાસે 8,133.5 ટન સોનુ છે.

ગોલ્ડ રિઝર્વના મામલામાં બીજા નંબર પર જર્મની છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી પ્રમાણે જર્મની પાસે સત્તાવાર રીતે 3,367 ટન સોનુ છે. ઉલ્લેખનીય છે કે યુરોપિયન દેશોમાં જર્મની પાસે સૌથી વધુ સોનુ છે.

ગોલ્ડ રિઝર્વના મામલામાં ત્રીજા નંબર પર ઇટાલી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી પ્રમાણે ઇટાલી પાસે 2,452 ટન સોનુ છે. ઉલ્લેખનીય છે કે ઇટાલી પાસે વિશ્વનું કુલ 64 ટકા સોનુ છે વળી, ઇટાલી યુરોપિયન દેશોમાં સૌથી વધુ સોનુ ધરાવતા દેશોમાં જર્મની બાદ બીજા ક્રમનો દેશ છે.

ગોલ્ડ રિઝર્વના મામલામાં ચોથા નંબરે ફ્રાન્સ દેશ છે. યુરોપના સૌથી વધુ સોનુ ધરાવતા દેશોમાં ફ્રાન્સનું સ્થાન જર્મની અને ઇટાલી બાદ ત્રીજું છે. ફ્રાન્સ પાસે વિશ્વનું કુલ 60 ટકા સોનુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી મુજબ ફ્રાન્સ પાસે 2,436 ટન સોનુ છે.

ક્ષેત્રફળની રીતે દુનિયાનો સૌથી મોટો દેશ એટલે કે રશિયા ગોલ્ડ રિઝર્વના મામલામાં પાંચમું સ્થાન ધરાવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી પ્રમાણે રશિયા પાસે 2228.2 ટન સોનુ છે.

ગોલ્ડ રિઝર્વના મામલામાં ભારતનો પાડોશી દેશ ચીન છઠ્ઠું સ્થાન ધરાવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી પ્રમાણે ચીન પાસે 2141 ટન સોનુ છે.

ગોલ્ડ રિઝર્વના મામલામાં સાતમા નંબરનું સ્થાન કુદરતી સૌંદર્ય ધરાવતા દેશ સ્વીત્ઝર્લેન્ડનું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી પ્રમાણે સ્વીત્ઝર્લેન્ડ પાસે 1,040 ટન સોનુ છે.
દુનિયાના નાનકડા દેશો પૈકી એક એવા જાપાનનું સ્થાન ગોલ્ડ રિઝર્વના મામલામાં આઠમું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી પ્રમાણે જાપાન પાસે સત્તાવાર રીતે 765 ટન સોનુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે જાપાન પાસે વર્ષ 1950 સુધી ફક્ત 6 ટન જ સોનુ હતું.

નેધરલેન્ડનું ગોલ્ડ રિઝર્વના મામલામાં નવમું સ્થાન છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી પ્રમાણે નેધરલેન્ડ પાસે 612 ટન સોનુ છે.

હવે આવી આપણા ભારત દેશની વાત. ગોલ્ડ રિઝર્વના મામલામાં ભારતનું સ્થાન દશમું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી પ્રમાણે ભારત પાસે સત્તાવાર રીતે 557.7 ટન સોનુ છે. પરંતુ ભારતીય મીડિયાના અહેવાલો મુજબ ભારતના નાગરિકો અને મંદિરોમાં આથી પણ વધુ સોનુ સંગ્રહાયેલું છે. સાથે જ ભારત સોનાની આયાત કરનારા દેશોમાં પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.