ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ વિશે જાણો તમે પણ, જેમના વિશે આ માહિતી જાણીને તમે પણ મુકાઇ જશો આશ્વર્યમાં…

દુનિયામાં અનેક ભણેલા – ગણેલા લોકો હોય છે અને તેની પાસે કોઈને કોઈ ડિગ્રીઓ પણ છે. પરંતુ શું તમે જેનો છે કે ભારતનો સૌથી ભણેલ-ગણેલ વ્યક્તિ કોણ છે અને તેની પાસે કેટલી ડિગ્રીઓ છે ? તમને જાણીને નવાઈ લાગશે કે એ વ્યક્તિ પાસે એટલી બધી ડિગ્રીઓ હતી કે તેને મોસ્ટ ક્વોલિફાઈડ ઇન્ડિયન એટલે કે ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ તરીકે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું હતું. ભલે એ વ્યક્તિ આજે આ દુનિયામાં ન હોય પણ તેના તેટલું શિક્ષણ અને ડિગ્રી આજદિન સુધી આખા ભારતમાં કોઈ નથી થઇ શક્યું.

image source

14 સપ્ટેમ્બર 1954 માં મહારાષ્ટ્ર્ના નાગપુરમાં જન્મેલા આ વ્યક્તિનું નામ શ્રીકાંત જીચકર હતું. તેનામાં રાજનેતા બનવાના ગુણ અભ્યાસકાળથી હતા અને તેણે પોતની રાજનીતિની શરૂઆત યુનિવર્સીટી સ્ટુડન્ટ કાઉન્સિલથી કરી હતી અને માત્ર 25 વર્ષની ઉંમરે વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય પણ બન્યો હતો અને ત્યારબાદ તે મંત્રી પણ બન્યો. એટલું જ નહિ પણ એ પછી એ લોકસભા ચૂંટણીમાં વિજેતા થઇ સાંસદ પણ બન્યો હતો.

Union Public Service Commission,Application,Recruitment,UPSC,
image source

કહેવાય છે કે તેણે 42 યુનિવર્સીટીઓમાં અભ્યાસ કર્યો હતો અને 20 ડિગ્રીઓ મેળવી હતી. એક અહેવાલ પ્રમાણે તેની મોટાભાગની ડિગ્રી ફર્સ્ટ ક્લાસની હતી અથવા તેમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એની પાસે MBBS, LLB, MBA અને જર્નાલિઝમ તથા પીએચડી પણ કરેલ હતી. ઉપરાંત તેણે અલગ અલગ વિષયમાં એમ.એ. પણ કર્યું હતું.

image source

શ્રીકાંત જીચકરએ દેશની સૌથી મુશ્કેલ ગણાતી UPSC ની પરીક્ષા પણ આપી હતી અને તેમાં સફળ થઇ IPS પણ બન્યો હતો. જો કે તે પદ પરથી તેણે થોડા સમયમાં જ રાજીનામુ આપી દીધું હતું. IPS સિવાય બીજી વખત UPSC ની પરીક્ષા આપી તે IAS પણ બન્યો પરંતુ ચાર મહિના સુધી નોકરી કર્યા બાદ તે પદ પરથી પણ રાજીનામુ આપી દીધું હતું અને રાજકારણમાં ઝંપલાવ્યું હતું.

image source

કહેવાય છે કે શ્રીકાંત જીચકરને ભણવાનો એટલો બધો શોખ હતો કે તેઓએ પોતાના ઘરે જ એક મોટી લાઈબ્રેરી બનાવી હતી જેમાં લગભગ 50000 થી વધુ પુસ્તકો હતા. ભણવા સિવાય તેને પેન્ટિંગ, ફોટોગ્રાફી, એક્ટિંગ અને હરવા – ફરવાનો પણ શોખ હતો. કહેવાય છે કે કોઈ વિષય એવો નહોતો જેના પર શ્રીકાંત ચર્ચા ન કરી શકે. તે લગભગ તમામ વિષયનો નિષ્ણાંત વ્યક્તિ હતો. જો કે માત્ર 50 વર્ષની ઉંમરે જ એક રોડ એક્સીડેન્ટમાં તેનું મૃત્યુ થઇ ગયું. શ્રીકાંતે પોતાના જીવનમાં જેટલી ડિગ્રીઓ અને શિક્ષણ મેળવ્યું હતું તે આજદિન સુધી કોઈ મેળવી શક્યું નથી.

Source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.