જાણો તમે પણ નેલી નરસંહાર વિશે, જેમાં માત્ર 7 કલાકમાં જ માર્યા ગયા હતા અધધધ..લોકો

આજના સમયમાં નેલી નરસંહાર વિષે બહુ ઓછા લોકો જાણતા હશે પરંતુ સ્વતંત્ર ભારતના સૌથી મોટા નરસંહારો તરીકે નેલી નરસંહાર ઇતિહાસમાં નોંધાયેલો છે જેમાં લગભગ 2000 જેટલા લોકો માર્યા ગયા હતા. જો કે બિનસરકારી આંકડાઓ અનુસાર આ નરસંહારનો મૃતાંક 3000 ની આસપાસ છે. આ નરસંહાર ક્યાં અને શા માટે અને ક્યારે થયો હતો ? એ વિષે ચાલો થોડી વિસ્તારથી વાત કરીએ.

image source

આ ભીષણ નરસંહાર 18 ફેબ્રુઆરી 1983 માં આસામમાં થયો હતો. અને તે શા માટે થયો હતો તેના પાછળ એક લાંબો ઇતિહાસ છે. જે મુજબ આસામ પહેલા એક ખુશહાલ રાજ્ય હતું. 1826 પહેલા અહીં હોમ વંશનું શાસન હતું પરંતુ બાદમાં અંગ્રેજોએ આ રાજ્ય પોતાના અધિકારમાં લઇ લીધું. 19 મી સદીની શરૂઆતમાં અંગ્રેજો અહીં બિહાર અને બંગાળથી મજૂરો લાવ્યા અને તેને ચાના બગીચાઓમાં કામ પર રાખવા લાગ્યા સમય જતા આ મજૂરો અહીં જ રહેવા લાગ્યા.

image source

હવે આસામ રાજ્ય બાંગ્લાદેશની સરહદ સાથે અડકેલુ જ હોવાથી ત્યાંના લોકો પણ આસામમાં રહેલા લાગ્યા અને મતાધિકાર પણ મેળવવા લાગ્યા. આ લોકો સામે જ 1980 ના દશકામાં એક આંદોલન શરુ થયું હતું જે નરસંહારમાં પરિણમ્યું.

image source

18 ફેબ્રુઆરી 1983 ની સવારે આસામના હજારો આદિવાસીઓએ નેલી ક્ષેત્રમાં આવેલા 14 જેટલા ગામોમાં રહેતા બાંગ્લાદેશીઓને ઘેરી લીધા. અને લગભગ સાત કલાક સુધીમાં અંદાજે 2000 જેટલા લોકોને મારી નાખ્યા હતા. એ સમયે આસામ રાજ્યની પોલીસ પર પણ આ નરસંહારમાં શામેલ હોવાનો આક્ષેપ થયો હતો.

કહેવાય છે કે આ નરસંહારમાં મોટાભાગમાં લોકો મહિલાઓ અને બાળકો જ હતા જેઓ પોતાનો જીવ બચાવીને ભાગી નહોતા શક્યા. નરસંહાર બાદનું દ્રશ્ય પણ બિહામણું અને ભયાનક હતું. નેલી ક્ષેત્રમાં બધી બાજુએ લાશો જ લાશો ખડકાયેલી હતી. કેટલીક જગ્યાઓએ તો એક સાથે 200 – 300 જેટલી લાશો હતી. ભારતના ઇતિહાસમાં આ ઘટના અતિ હૃદયદ્રાવક હતી.

image source

કહેવાય છે કે શરૂઆતમાં નેલી નરસંહારને લઈને સેંકડો ફરિયાદો કરવામાં આવી અને અમુક ધરપકડો પણ થઇ પરંતુ આ ભીષણ નરસંહારના અપરાધીઓને સજા તો દૂર તેની સામે કેસ પણ ન ચાલ્યા. હા, એટલું જરૂર થયું કે જે લોકોના પરિવારજનો આ નરસંહારમાં માર્યા ગયા હતા તેને પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવી.

Source

તમને આ પણ જાણવું ગમશે

કેમ વકીલો કાળો કોટ પહેરે છે, આ પાછળ છે રોમાંચક કહાની…

દુનિયાના સૌથી મોટા રણના આ 5 સિક્રેટ્સ છે રહસ્યથી ભરેલા…

Interesting Fact : પાણીમાં વધુ સમય રહેવાથી કેમ આંગળીઓ સંકોચાય છે, જાણી લો જવાબ…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.