રામાનંદ સાગરની આ સિરિયલ હવે ડીડી ભારતી પર તમે નિહાળી શકશો

લોકડાઉનના આ સમયમાં લોકોએ રામાનંદ સાગરની ‘રામાયણ’ અને ‘કૃષ્ણ’ની સાથે સાથે ‘અલીફ લૈલા’ને પણ ફરીથી ટેલિકાસ્ટ કરવાની અપીલ કરી છે. ‘રામાયણ’ અને બી.આર. ચોપડા સાહેબની ‘મહાભારત’નું પ્રસારણ જેવું દૂરદર્શન (ડીડી વન અને ડીડી ભારતી) પર શરુ થયું, એ સાથે જ લોકોએ વધાવી લીધું હતું. પણ દર્શકોએ આ સાથે કેટલાક અન્ય શો જેવા કે ‘કૃષ્ણ’, ‘અલિફ લૈલા’, ‘વ્યોમકેશ બક્ષી, ‘બુનિયાદ’ અને ‘શક્તિમાન’ પણ ફરીથી શરુ કરવાની માંગ કરી છે.

image source

આ બધા કાર્યક્રમો ફરીથી શરુ પણ કરવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ‘કૃષ્ણ’, ‘શક્તિમાન’, ‘વ્યોમકેશ બક્ષી’ અને ‘બુનિયાદ’ને ડીડી 1 પર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે, જ્યારે ‘અલીફ લૈલા’ને ડીડી ભારતી પર પ્રસારિત કરવામાં આવી રહ્યું છે.

image source

દર્શકો હવે રોજ સવારે 10:30 વાગ્યે ‘અલીફ લૈલા’ ની જાદુઈ દુનિયાનો આનંદ ઉઠાવી શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે અરેબિયન નાઈટ્સની કથાઓ પર આધારિત અલીફ લૈલાની પટકથા પણ રામાનંદ સાગરે જ લખી હતી, જ્યારે નિર્દેશન એમના ત્રણ પુત્રો – પ્રેમ સાગર, આનંદ સાગર અને મોતી સાગરે કર્યું હતું.

alif laila when and where to watch: अलिफ लैला: जानें ...
image source

આ ટીવી સીરીયલને ૧૯૯૩માં શરુ કરવામાં આવી હતી, જો કે એ દુરદર્શન ઉપર ૧૯૯૭ સુધી ચાલી હતી. તાજેતરમાં રામાયણ અને મહાભારત બંને કાર્યક્રમોને પ્રજા દ્વારા અનન્ય રેકોર્ડ બ્રેક પ્રતિસાદ મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.