તમે પેહલા ક્યારેય આ ફોટો અને માહિતી નહિ વાંચી કે જાણી હોય..

કેટલીકવાર આપણે કોણ છીએ તે વિષે આપણને જાણવાની જરૂર હોય છે, મારા પર વિશ્વાસ કરો અમારી આ પોસ્ટ વાંચી શક્ય છે કે તમારો વિશ્વ પ્રત્યેનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય.

આપણી જાતને તુચ્છ માનવા પ્રેરિત કરતાં આ 25 વિચારમાં મુકીદેતા રીમાઇન્ડર્સ મને એક તરફ ભયમાં પણ મુકી રહ્યા છે અને મારામાં એક પ્રકારનું કુતુહલ પણ જગાવી રહ્યા છે, મારા અસ્તિત્ત્વના પુનઃમુલ્યાંકન વિષે.

image source

1. આ એ જગ્યા છે જ્યાં આપણે બધા રહીએ છીએ, આપણી પૃથ્વી

image source

2. આ છે આપણી સોલર સીસ્ટમ, આપણું “પાડોશ”

image source

3. આ છે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. શું તમે એવું વિચારો છો કે ચંદ્ર ખૂબ દૂર હતો ?

image source

4. જો હું તમને એવું કહીશ કે આપણે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે આપણી સોલર સીસ્ટમના દરેક ગ્રહને ગોઠવી શકીએ છીએ તો ?

(ઇમેજઃ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર – 384,400 કી.મી. અથવા 238,555 માઇલ)

image source

5. જો તમને હજુ પણ અંદાજો ન આવતો હોય કે આપણે કેટલા નાનકડા છીએ, તો અહીં બૃહસ્પતિ એટલે કે ગુરુના ગ્રહ સાથે ઉત્તર અમેરિકાને સરખાવવામાં આવ્યું છે તે જોઈ લો.

(ઇમેજઃ ગુરુ ગ્રહની સરખામણીએ ઉત્તર અમેરિકા)

image source

6. તમે શનિના વલય પર છ ગ્રહો લાઈનમાં મુકી શકો તેટલા પહોળા તેના વલયો છે.

image source

7. અને જો પૃથ્વીને પણ શનિની જેમ વલયો હોત તો આપણું આકાશ કંઈક આવું દેખાતું હોત

image source

8. લોસ એન્જેલસ સીટીની સરખામણીએ આ અવકાશમાંથી પડેલી એક ઉલ્કા છે. કેટલી વિશાળ છે, નહીં ?

image source

9. જો તમને તે વિશાળ લાગતું હોય તો, આ રહ્યો સૂર્ય. અહીં જે પેલો નાનકડો બિંદુ છે તે આપણે છીએ. (ઇમેજઃ તમે અહીં છો)

image source

10. અને ચંદ્ર પરથી આપણે આવા દેખાઈએ છીએ.

image source

11. અને મંગળ પરથી. (ઇમેજઃ પૃથ્વી)

image source

12. શનિ પરથી

image source

13. અને નેપ્ચ્યુન પરથી, 4 અબજ માઇલ દૂરથી.

image source

14. પણ હવે ફરી નજર કરીએ અને સરખામણી કરીએ કે સૂર્ય આગળ આપણે કેવા લાગીએ છીએ. તેણે તો મારું મગજ જ ચકરાવે ચડાવી દીધું છે.

image source

15. તે નાનકડો બિંદુ સૂર્ય છે, મંગળ પરથી આવો દેખાય છે.

image source

16. શું તમને ખબર હતી કે પૃથ્વીના દરેક સમુદ્ર કિનારા પર જેટલા રેતીના કણો છો તેના કરતા પણ વધારે તારા અવકાશમાં છે ?

image source

17. અને આ બધા જ તારાઓ વચ્ચે, કેટલાક તો આપણા સૂર્ય કરતાં પણ મોટા છે. જરા અહીં નજર કરો VY કેનિસ મેજોરીસ આગળ આપણો સૂર્ય કેવો દેખાય છે.

image source

18. અને અન્ય તારામંડળો તો અત્યંત વિશાળ છે. માત્ર તમારી સમજણ માટેઃ જો સૂર્ય માત્ર લોહીની ટીપું હોય, તો તેની સામે આકાશ ગંગા યુ.એસ.એ છે !

image source

19. આકાશ ગંગા અત્યંત વિશાળ છે. અહીં દર્શાવ્યું છે કે આપણે ક્યાં છીએ.

image source

20. જરા વિચારો તો આપણે જે તારાઓને રાત્રે આકાશમાં જોઈએ છીએ તે માત્ર આ પીળા વર્તુળ જેટલા જ છે, ચકીત થઈ ગયા ને ! (ઇમેજઃ રાત્રે તમે જેટલા તારાઓ જુઓ છો તેટલો ભાગ)

image source

21. પણ ક્યારેય એવું વિચારવાની ભૂલ ન કરતાં કે આકાશ ગંગા જ અવકાશનું સૌથી મોટું તારા મંડળ છે. અહીં તેની સરખીમણી Ic 1011 નામના તારમંડળ સાથે કરવામાં આવી છે !

image source

22. અહીં એક તસ્વિર છે જેને હબલ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી છે. માત્ર આટલી જ જગ્યામાં લાખો તારામંડળ આવેલા છે, તેમાંની દરેકમાં લાખો તારાઓ છે, અને તે દરેકમાં ભ્રમણ કરતાં ગ્રહો પણ આવેલા છે.

image source

23. આ તેમાંનું જ એક તારા મંડળ છે, UDF 423. તે 10 અબજ પ્રકાશ વર્ષ જેટલું દૂર છે. શું તમને ખબર છે તેનો અર્થ શું છે ? તેનો પ્રકાશ અહીં પૃથ્વી પર આવતા 10 અબજ વર્ષનો સમય લે છે. સાદી ભાષામાં કહું તો, આપણે જ્યારે આ તારામંડળ તરફ જોઈ રહ્યા છીએ ત્યારે તમે 10 અબજ વર્ષ ભૂતકાળમાં જોઈ રહ્યા છો !

image source

24. જરા એ પણ મગજમાં રાખજો કે તમારી દૃષ્ટિમાંના એક ઇંચ આકાશમાં અબજો તારામંડળ, તારાઓ અને ગૃહો સમાયેલા છે. (ઇમેજઃ આ બધું જ જાણે કંઈ જ નથી)

image source

25. પણ માત્ર આટલું જ ત્યાં ઉદય પામ્યું છે તેવું નથી. અહીં આપણી ભ્રમણકક્ષાની સરખામણીએ આ બ્લેક હોલ દર્શાવવામાં આવ્યો છે. બ્લેક હોલ એ અવકાશીસમયનો એક એવો પ્રદેશ છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ એટલું પ્રચંડ છે કે ત્યાં કોઈ પણ પ્રકારનું દ્રવ્ય કે પ્રકાશ પ્રવેશી શકતા નથી કે તેમાંથી બહાર નથી આવી શકતા.

હવે જ્યારેક્યારેય પણ તમને તમારા જીવન તેમજ અસ્તિત્ત્વ વિષે વિચાર આવે, જગતના સારા અને ખરાબ વિષે, ત્યારે એટલું મગજમાં રાખજો કે આપણે કેટલા તુચ્છ છીએ, અવકાશમાંના એક ખોવાયેલા બીંદુ જેવા. હવે તમને એક રીકેપ આપી દઈએ. અહીં આપણે રહીએ છીએ.

આપણી સોલર સિસ્ટમમાં આપણે આવા દેખાઈએ છીએ. અને તારાઓ વચ્ચેના પાડોશમાં આપણે આવા દેખાઈએ છીએ.

આપણી આકાશ ગંગાની સરખામણીએ આપણું પાડોશ.

અને તે દૂરથી કેવું લાગે છે.

ચાલો થોડું વધારે ઝૂમ આઉટ કરીએ.

થોડું વધારે.

અને આ રહ્યા આપણે, આ રહ્યું અવલોકનક્ષમ બ્રહ્માંડ. ઉપર જે કોઈ વાતની ચર્ચા થઈ તે પેલા નાનકડા લાલ બીંદુમાં સમાઈ જાય છે. અદ્ભુત, કેમ ?
આપણે સમગ્ર બ્રહ્માંડ સમક્ષ કેટલા તુચ્છ અને નાનકડા છે તે જાણી મારું મગજ ચકરાવે ચડી ગયું. આ હકીકતો તમારા મિત્રો સાથે શેયર કરો !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.