જાણો, પ્લેનમાં મુસાફરી કર્યા પછી અને પહેલા તમારે કોરોન્ટાઇન થવુ પડશે ખરા?
આપણે સૌ જાણીએ જ છીએ કે આટલો લાંબો સમય દેશ લગભગ સ્થગિત થઈ ગયો હતો, હવે દેશના આર્થિક હિતનો વિચાર કરી મોદી સરકારે નિર્ણય કર્યો છે કે હવાઈ મુસાફરીની શરૂઆત આગામી તારીખ 25 મેથી કરવામાં આવશે. આવતા સોમવારે બે મહિના પછી સ્થાનિક ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં બધુ અગાઉ જેવુ નહીં હોય. સ્થાનિક ફ્લાઇટ્સ માટે જરૂરી માર્ગદર્શિકા પહેલાથી જ જાહેર કરવામાં આવી છે.
એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ સિવાય કોઈ શારીરિક તપાસ કરવામાં આવશે નહીં, આરોગ્ય સેતુ એપ્લિકેશન આવશ્યક છે અને પ્લેનની ક્ષમતાના ત્રીજા ભાગ સાથે ધીમે ધીમે કામગીરી શરૂ કરવામાં આવશે. યઅ સંખ્યા અઠવાડિક ૧૦૦ કરતાં વધારે નહીં હોય. એરપોર્ટ આવવા માટે ઓથોરાઈઝેડ ટેક્સીનો જ ઉપયોગ કરી શકાશે, એરપોર્ટ ઉપરના બધા પેમેન્ટ ડિજિટલ જ થશે. દરેક વ્યક્તિ વચ્ચે ૬ ફૂટનું અંતર જરૂરી હશે વગેરે.

તેમ છતાંય આ અંગે જનતામાં ઘણી મૂંઝવણ છે, જે અંગે આજે નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ અમુક સ્પષ્ટતા કરી હતી. આ મૂંઝવણોમાંથી એક એ છે કે શું લોકો ફ્લાઇટ પહેલા અને પછી કોરેન્ટાઈન થશે? શું કેબિન ક્રૂને અલગ રાખવામાં આવશે? ખરેખર, રેલ્વેમાં હવે એવું થઈ રહ્યું છે કે જે શ્રમિકોને એક સ્થળેથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે, તેઓને ત્યાં કોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.

કોરેન્ટાઈનવાળી મૂંઝવણ વિશે આ તબક્કે એવું કહેવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ નહીં પણ હાલમાં તો ફક્ત સ્થાનિક ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી રહી છે, તેથી કોરેન્ટાઈનની જરૂર નથી. એક વાત જાણી લો કે વંદે ભારત મિશન અંતર્ગત આખા વિશ્વમાં ફ્લાઇટ્સ ચાલી રહી હતી, ત્યારબાદ ક્વોરેન્ટાઇનની જરૂર હતી, ફક્ત સ્થાનિક ફ્લાઇટ્સના કિસ્સામાં, કોરેન્ટાઈન થવું જરૂરી નથી. સ્થાનિક ફ્લાઇટ્સ ટૂંકા અંતરની હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ લાંબો સમય લે છે.

ગઈકાલે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી
લોકડાઉનને કારણે લગભગ બે મહિના વિમાન સેવાઓ દેશભરમાં ખોરવાઈ હતી. હવે ફ્લાઇટ્સ ફરી એકવાર 25 મેથી શરૂ થવા જઈ રહી છે, એ જાહેરાત નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી દ્વારા પોતે ટ્વીટ કરી હતી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે 25 મે 2020 થી ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ એરપોર્ટ અને એરલાઇન લાઇન કંપનીઓ 25 મેથી ફ્લાઇટ શરૂ કરવા તૈયાર હોવી જોઈએ.
source
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.