દુનિયાના 10 સૌથી નાના દેશો, અમુક દેશોના નામ તો તમે સાંભળ્યા પણ નહિ હોય

દુનિયા આખીમાં કુલ 195 દેશો આવેલા છે. આ દેશો પૈકી અમુક દેશો ખુબ વિશાળ છે જયારે અમુક દેશો નાના પણ છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના 10 સૌથી નાના દેશોની વાત કરવાના છીએ જે તમારા માટે જ્ઞાનવર્ધક બની રહેશે. તો ચાલો જાણીએ. શરૂઆત કરીશું 10 માં ક્રમના દેશથી પહેલા ક્રમના દેશ મુજબ.

image source

10). ભૂમધ્ય મહાસાગરમાં સ્થિત સાત દ્વીપોને સમૂહને માલ્ટા દેશ તરીકે ઓળખવામા આવે છે. આ દેશનું ક્ષેત્રફળ 316 વર્ગ કિલોમીટર છે અને તેની જનસંખ્યા લગભગ સાડા ચાર લાખ છે. 1964 માં આઝાદ થયલા માલ્ટા દેશ પર અલગ અલગ સમયે રોમન, ફ્રેન્ચ અને બ્રિટિશ લોકોનું પણ શાસન રહ્યું છે. પર્યટકો માટે માલ્ટા એક પ્રખ્યાત ટ્રાવેલ ડેસ્ટિનેશન છે.

image source

9). હિન્દ મહાસાગરમાં આવેલો દ્વીપીય દેશ માલદીવની ગણના દુનિયાના સૌથી નાના દેશોના લિસ્ટમાં થાય છે. આ દેશ ક્ષેત્રફળ અને જનસંખ્યા બન્ને રીતે એશિયા ખંડનો સૌથી નાનો દેશ છે. 298 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ દેશની વસ્તી અંદાજે સાડા ચાર લાખ જેટલી છે. વર્ષ 1966 માં આઝાદ થયેલો આ દેશ પર્યટકો માટે એક બેસ્ટ ડેસ્ટિનેશન છે.

image source

8). કેરેબિયન મહાસાગરમાં સ્થિત દ્વીપીય દેશ સેંટ કીટ્સ એન્ડ નેવિસ અસલમાં બે સુંદર દ્વીપો છે જેની શોધ વર્ષ 1498 માં ક્રિસ્ટોફર કોલંબસે કરી હતી. વર્ષ 1983 માં આઝાદ થયેલા આ દેશનું કુલ ક્ષેત્રફળ 261 વર્ગ કિલોમીટરનું છે જે પૈકી સેંટ કીટ્સ 168 વર્ગ કિલોમીટર જયારે નેવિસ માત્ર 93 કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. આ દેશની વસ્તી અંદાજે 50000 આસપાસ છે.

image source

7). પ્રશાંત મહાસાગરના મધ્યમાં સ્થિત આ દેશનું નામ છે માર્શલ દ્વીપસમૂહ. આ દ્વીપસમૂહમાં લગભગ 100 થી પણ વધુ દ્વીપો આવેલા છે. 1986 માં આઝાદ થયેલા આ દેશની જનસંખ્યા 62 હજાર છે. આ નાનકડા દેશનો પોતાનો રાષ્ટ્રધ્વજ અને સંવિધાન પણ છે જયારે અહીંનું ચલણ અમરિકન ડોલર છે.

image source

6). માત્ર 160 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ દેશનું નામ છે લીચટેસ્ટીન. ઓસ્ટ્રિયા અને સ્વીટરઝરલેન્ડના મધ્યમાં સ્થિત આ દેશની કુલ વસ્તી લગભગ 40000 છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશ પ્રતિ વ્યક્તિની આવકના આધારે વિશ્વનો સૌથી આમિર દેશ છે જયારે અહીં બેરોજગારી દર સૌથી ઓછો છે.

image source

5). અંદાજે 30000 ની જનસંખ્યા ધરાવતા આ દેશનું નામ છે સૈન મરીનો. આ દેશનું ક્ષેત્રફળ માત્ર 61 કિલોમીટર છે. ચારે બાજુએ ઇટાલી દેશથી ઘેરાયેલા આ દેશને યુરોપનો સૌથી પ્રાચીન ગણતંત્ર દેશ ગણવામાં આવે છે જેની સ્થાપના 301 ઈસ્વીમાં થઇ હોવાનું મનાય છે. આ દેશની સૌથી ખાસ વાત એ છે કે અહીં ગાડીઓની સંખ્યા કુલ જનસંખ્યા કરતા પણ વધુ છે.

image source

4). તુવાલુ નામનો આ દેશ પ્રશાંત મહાસાગરમાં હવાઈ અને ઓસ્ટ્રેલિયા દેશ વચ્ચે આવેલા એક પોલિનેશિયાઈ દ્વીપીય દેશ છે. આ દેશ આસલમા ચાર દ્વીપોનો એક સમૂહ છે જેની વસ્તી અંદાજે 12000 જેટલી છે. વર્ષ 1978 માં અંગ્રેજોથી આઝાદ થયેલા આ દેશની રાજભાષા તુવાલુયાઈ અને અંગ્રેજી છે.

image source

3). ફક્ત 21 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો નોરૂ નામનો આ દેશ દુનિયાનો સૌથી નાનો દ્વીપીય દેશ છે. આ દેશની કુલ વસ્તી માંડ 9000 જેટલી છે. 60 ના તથા 70 ના દશકામાં આ દેશની મુખ્ય આવક ફાસ્ફેટ માઇનિંગ પર આધારિત હતી. પરંતુ અમુક સમય બાદ તે બંધ થઇ ગયું. હાલ અહીં નારિયળનું ઉત્પાદન ખુબ થાય છે.

image source

2). બે વર્ગ કિલોમીટરથી પણ ઓછા વિસ્તારમાં ફેલાયેલા આ દેશનું નામ છે મોનાકો. આ દેશ દુનિયાનો બીજો સૌથી નાનો દેશ છે પરંતુ અહીંની વસ્તી લગભગ 40000 આસપાસ છે. આ દેશ પણ વિશ્વના સૌથી આમિર દેશો પૈકી એક છે અને અહીં કરોડપતિ લોકોની સંખ્યા પણ વધુ છે.

image source

1). વેટિકન સિટીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ દેશ દુનિયાનો સૌથી નાનો દેશ છે અને તેનો વિસ્તાર પણ માત્ર 100 એકરનો છે. રોમ દેશને અડકીને રહેલા આ દેશમાં વિશ્વનું સૌથી મોટું કેથોલિક ચર્ચ આવેલું છે. નવીન વાત એ પણ છે કે આ દેશમાં 1.27 કિલોમીટર લાંબી રેલવે લાઈન છે જેને દુનિયાની સૌથી ટૂંકી રેલવે લાઈન પણ ગણવામાં આવે છે.

strong>અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.