બીજા અભિનેતાઓ કરતા સોનૂ સુદે મજૂરોને કરી આવી જોરદાર મદદ, જાણીને તમને પણ થશે ગર્વ

સોનુ સુદ

દેશમાં કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે ત્યારે મુંબઈમાં દેશના અલગ અલગ રાજ્યોના મજૂરો પોતાની રોજી રોટી રળવા માટે મુંબઈ આવ્યા હતા તેઓ હવે લોકડાઉનમાં ફસાઈ ગયા છે, લોકડાઉનના કારણે આ મજૂરોનું પોતાના ઘરે જવામાં ઘણી બધી તકલીફો આવી રહી છે. આ પ્રવાસી મજુરીની મુશ્કેલેને જોતા બોલીવુડ એક્ટર સોનુ સુદ આ મજૂરોની મદદ માટે આગળ આવ્યા છે. આ મજુરોને તેમના ઘર સુધી પહોચાડવા માટે સોનુએ કેટલીક બસોની વ્યવસ્થા કરી છે જે આ પ્રવાસીઓને તેમના ઘરે પરત પહોચવામાં મદદ કરશે. સોનુ સુદએ આ સેવા કામ કરવા માટે કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી મંજુરી પણ લીધી છે.

image source

સોનુ સુદએ સોમવારના રોજ મુંબઈના થાણે વિસ્તાર માંથી પ્રવાસી મજૂરો લઈને ૧૦ બસોને કર્ણાટકના ગુલબર્ગ માટે રવાના કરી દેવામાં આવી છે. સોનુ સુદએ આ બધી બસોમાં મોકલેલ ૩૫૦ મજૂરોનો જવાનો ખર્ચ પોતેજ ઉઠાવી રહ્યા છે.

image source

આ બધી બસોના રવાના કરતા સમયે સોનુ સુદ પોતે ત્યાં જ સ્થળે હાજર રહ્યા હતા. આ બસોને રવાના કરી દીધા પછી સોનુ સુદએ પત્રકારોને કહ્યું હતું કે, ‘આ પ્રવાસીઓને બસ મારફતે મોકલવા માટે જરૂરી મંજુરી મેળવવા માટે મારે કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ સાથે જરૂરી વાતચીત કરી લીધી છે.’

image source

સોનુ સુદ આગળ જણાવતા કહે છે કે, ‘આ પ્રવાસી મજૂરોને પોતાના નાના નાના બાળકો સાથે હજારો કિલોમીટરની યાત્રા કરતા જોવું મને ઘણું તકલીફદાયક અને વિચલિત કરી રહ્યું હતું. હવે મારા આગળના પ્રયત્નો એ જ રહેશે કે અહિયાં લોકડાઉનમાં ફસાયેલ મજુરોને ઝારખંડ, બિહાર, ઓડીસા, ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં મોકલવાના પ્રયત્નો કરવામાં આવશે.’

image source

સોનુ સુદની આ નવી પહેલને સામાન્ય જનતાની સાથે સાથે બોલીવુડ સ્ટાર્સ પણ ખુબ બિરદાવી રહ્યા છે. આપને જણાવીએ કે, આની પહેલા પણ સોનુ સુદએ મુંબઈના ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફના ઉપયોગ માટે પોતાની જુહુ વિસ્તારમાં આવેલી છ માળની હોસ્પિટલ પણ આપી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.