તમારા ઘરમાં જ છે તમારું અને બાળકોનું વજન વધારવા માટેના ઘરગથ્થુ ઉપાય…

કેટલાક લોકો પોતાના ઓછા વજનને કારણે ચિંતામાં રહે છે.એટ્રેક્ટિવ લુક માટે માત્ર ફેશનેબલ ડ્રેસની જ જરૂર નથી હોતી પરંતુ તેના માટે બોડી સ્ટ્રકચર પણ સારું હોવું જોઈએ. જો તમે પાતળા હશો તો તમે કોઈ પણ પ્રકારનો ડ્રેસ પહેરશો તો પણ તમારા પર સારો નહીં લાગે. કેટલાંક લોકો આ પરેશાનીથી છૂટકારો મેળવવા માટે દવાઓ અથવા પ્રોટીનયુક્ત પાઉડરનો ઉપયોગ કરતા હોય છે. જેનાથી કેટલીક સાઈડ ઈફેક્ટ પણ થાય છે. આજે અમે તમને જણાવીશું વજન વધારવાના ઘરેલૂ નુસખા, જેનાથી કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ નહીં થાય.

image source

વજન વધારવા માટેના ઘરેલૂ નુસખા –

અંજીર –

અંજીરમાં કાર્બોહાઈડ્રેટેસ ભરપૂર માત્રામાં હોય છે, જે વજન વધારવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે 5-6થી અંજિર પાણીમાં પલાડીને રાખવા. તેનો અડધો હિસ્સો સવારે અને અડધો હિસ્સો બપોરે ખાવો. આ ઉપાય સતત એક મહિના સુધી કરવાથી. તે સિવાય રાતે 2 સૂકા અંજિર દૂધમાં નાંખીને સવારે નાસ્તામાં ખાવાય આ ઉપાય સતત બે મહિના સુધી કરવો.

Indian Raisins | Universal Exports
image source

કિશમિશ-

મોટાભાગના લોકોને કિશમિશ ભાવતી હોય છે પરંતુ કેટલી માત્રામાં ક્યારે કિશમિશ ખાવાથી કેવા ફાયદા થાય તેની લોકોને ખબર હોતી નથી. તેમાં ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે વજન વધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્ત્તવોની ઉણપ નથી રહેતી. દરરોજ એક વાટકી કિશમિશ અને પાંચ અંજિરને પાણીમાં પલાડીને રાખવા અને તેને દિવસમાં બે વખત ખાવા. આવું સતત એક મહિના સુધી કરવું. દરરોજ 30 ગ્રામ કિશમિશ ખાય તો તેમનું વજન ઝડપથી વધે છે. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી એક મહિનામાં વજન વધવા લાગે છે.

ઘી-

વજન વધારવા માટે ઘી સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે. તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી ઘી અને એક ચમચી ખાંડને સારી રીતે મિક્સ કરી લો. તેને બપોરે અથવા રાતે ખાતા પહેલાં 30 મહિના પહેલા ખાવી. આ ઉપાય સતત એક મહિના સુધી કરવો તેનાથી વજન વધશે.

How can an underweight child gain weight? - Quora
image source

બટાકા –

બટાકામાં કાર્બોહાઈડ્રાઈટ્સ અને કોમ્પ્લેક્સની માત્રા ભરપૂર હોય છે જે ચરબી વધારવામાં મદદ કરે છે. દરરોજ ઓછામાં ઓછામાં ઓછા એક બટાકાને બાફીને ખાવું. તમે તેની ચિપ્સ બનાવીને પણ ખઈ શકો છો. તેને ફ્રાઈ કરવા માટે જૈતૂનના તેલનો ઉપયોગ કરવો.

ઈંડા

ઈંડામાં કેલરી અને પ્રોટીન હોવાને કારણે વજન વધારવામાં મદદ કરે છે. ઈંડામા રહેલું પ્રોટીન શરીરની માંસપેશિયોને બોડી બિલ્ડિંગ બ્લોક્સ પ્રદાન કરે છે. દરરોજ 3-4 આમલેટ બનાવીને ખાવી.

image source

કેળા-

કેળામાં સૌથી વધારે પ્રમાણમાં કેલરી હોય છે. જેનાથી જલ્દીથી વજન વધે છે. તેના માટે નાસ્તામાં બે કેળા અને તેના પછી એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી અને સ્વાદનુસાર ખાંડ મિક્સ કરીને પીવું. દિવસમાં ઓછામાં ઓછા ત્રણ કેળા ખાવા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે સાથે જ તે તમારા વજનમાં ઝડપથી વધારો કરશે. આ સિવાય તમે દૂધ કે દહીં સાથે પણ કેળાનું સેવન કરી શકો છો. જે બહુ લાભકારક માનાવમાં આવે છે. પાતળા લોકોએ રોજ સવારે નાસ્તામાં બનાના મિલ્ક શેક અવશ્ય લેવું જોઈએ. એક મહિનામાં તમારું વજન વધવા લાગશે અને તમે તે અનુભવશો.

ટેટીનું સેવન-

જે લોકોનું વજન બહુ જ ઓછું હોય તે લોકોને ડોક્ટર્સ ટેટી ખાવાની સલાહ આપે છે. જોકે આ એક સિઝનલ ફળ છે પરંતુ ટેટી ખાવાથી પણ બહુ જલ્દી વજન વધે છે. ટેટી ગરમીની સિઝનમાં વધારે મળે છે તો આ સિઝનમાં તમે રોજ ટેટી ખાઈ શકો છો.

image source

મલાઈ-

મિલ્ક ક્રિમમાં જરૂરતથી વધારે ફેટી એસિડ હોય છે. સાથે જ મોટાભાગના ખાદ્ય પદાર્થોની તુલનામાં મલાઈમાં વધારે કેલરી હોય છે. જેથી મિલ્ક ક્રિમને પાસ્તા અને સલાડમાં રોજ ખાવાથી વજન ઝડપથી વધે છે.ફુલ ક્રિમમાંથી બનેલું પનીર પ્રોટીનનો બહુ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ ઉપાય તે લોકો માટે બહુ જ સારો છે જે લોકો નોનવેજ ખાતા નથી. પનીર શરીરમાં કેલરીની ઉણપને પૂરી કરે છે. જેથી પાતળા લોકોએ પોતાના ખોરાકમાં પનીર જરૂર ખાવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.