મુંબઇ 1993 બ્લાસ્ટઃ ટાઇગર મેમણના ભાઇ યુસુફ મેમણનું નાસિક જેલમાં મોત

1993માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં દોષીત ઠેરવાયેલા અને આ જ ગુના હેઠળ ભાગતા ફરિ રહેલા ટાઇગર મેનનના ભાઈ યુસુફ મેમનનું શુક્રવારના રોજ નાસિક સેન્ટ્રલ જેલમાં મૃત્યુ થયું છે તે જન્મટીપની સજા ભોગવી રહ્યો હતો. જો કે તેના મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અને હાલ તેનું શવ ઓટોપ્સી માટે મોકલવામાં આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

નાસિકના પોલિસ કમિશ્નર વિશ્વાસ નાગરે – પાટીલે મેનના મૃત્યુના સમાચારને પુષ્ટી આપી છે. યુસુફે મુંબઈ ખાતે આવેલા તેના અલ-હુસૈની બિલ્ડિંગમાંના ફ્લેટને મુંબઈમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે વાપરવા માટે આપ્યો હતો તેના આરોપસર તેને જન્મટીપની સજા કરવામાં આવી હતી. અને બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ એવો ટાઇગર મેનન હાલ ભાગતો ફરે છે જો કે આ બ્લાસ્ટ પાછળ દાઉદ ઇબ્રાહીમમનો પણ હાથ હતો.

યુસુફ મેનને વિશિષ્ટ TADA કોર્ટે તેને જન્મેટીપની સજા ફટકારી હતી. યુસુફ મેમનના બીજા મેમન ભાઈની આ જ કેસ હેઠળ ધપકડ કરવામાં આવી હતી અને તેને 2015માં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો હતો. યુસુફને 2007માં જન્મટીપની સજા ફટકારવામા આવી હતી, નાસિક પહેલાં તે મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ હતો. 2018માં તેને નાસિકની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઈએ કે 12મી માર્ચ 1993ના રોજ મુંબઈમાં કુલ 12 સિરિલય બ્લાસ્ટ કરવામા આવ્યા હતા જેમાં 317 લોકોના મૃત્યુ થયા હતા અને લગભગ 1400 લોકોને ઇજા પહોંચી હતી. 12 માર્ચ 1993ની બપોરે 1.30નો સમય થયો હતો. ત્યારે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જની બિલ્ડિંગના ભોંયરામાં અચાનક એક કારમાં ભયંકર બ્લાસ્ટ થયો. 28માળની તે બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું અને નજીકમાં આવેલી ઇમારતોને પણ નુકસાન થયું હતું. અહેવાલ પ્રમાણે આ બ્લાસ્ટમાં 50 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના બરાબર 30 મિનિટ બાદ બીજો એક કાર બોમ્બ બ્લાસ્ટ થયો. આ ધડાકો કોર્પોરેશન બેંક કે જે મસ્જીદની નજીક આવેલી હતી તેની માન્ડવી બ્રાન્ચમાં થયો હતો. લગભગ 1.30થી 3.40 સુધીમાં કુલ 12 બોમ્બ બ્લાસ્ટ આખાએ મુંબઈમાં કરવામાં આવ્યા હતા. તેમાંના મોટા ભાગના કાર બોમ્બ્સ હતા પણ કેટલાક સ્કૂટર બોમ્બ પણ હતા.

પ્રતિકાત્મક તસવીર

ત્રણ હોટેલો – હોટેલ સી રોક, હોટેલ જુહુ સેન્ટર, અને હોટેલ એરપોર્ટ સેન્ટોર પર સૂટકેસ બોમ્બ દ્વારા એટેક કરવામાં આવ્યા હતા. કેટલીક બેંક, રીજનલ પાસપોર્ટ ઓફિસ એર ઇન્ડિયા બિલ્ડિંગ અને કેટલાક મોટા શોપિંગ કોમ્પ્લેક્સ આ સિરિયલ બ્લાસ્ટના શિકાર બન્યા હતા. મુંબઈના ઝવેરી બજારમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની સામે જ આવેલા સેન્ચુરી બજારમાં જીપ-બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. તો વળી સહારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગ્રેનેડ્સ ફેંકવામાં આવ્યા હતા. અને ફીશરમેન કોલોનીને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી અને એક ડબલ ડેકર બસને પણ બ્લાસ્ટથી ભારે નુકસાન થયું હતું અને લગભગ 90 લોકો માર્યા ગયા હતા. આ એક ભયંકર આતંકવાદી હૂમલો હતો.

પ્રતિકાત્મક તસવીર

આ કેસ ખૂબ જ લાંબો ચાલ્યો હતો. 21મી માર્ચ 2013ના રોજ એટલે કે લગભગ 20 વર્ષ બાદ તેનો ચૂકાદો આવ્યો હતો. જેમા યાકુબ મેનનને મોતની સજા આપવામા આવી હતી જ્યારે ગૂના સાથે જોડાયેલા બીજા દસ ગુનેગારોને જન્મેટીપની સજા ફટકારવામાં આવી હતી. જો કે આ કેસના બે મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહીમ અને ટાઇગર મેમનનની હજુ સુધી ધરપકડ થઈ શકી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.