Z-પ્લસ સિક્યોરિટી વિષે સાંભળ્યું તો ઘણું હશે પણ ક્યારેય જાણ્યું નહીં હોય કે ખરેખર તે શું હોય છે, જાણો શું છે વિગતો
Z – પ્લસ સિક્યોરિટી વિષે સાંભળ્યું તો ઘણું હશે પણ ક્યારેય જાણ્યું નહીં હોય કે ખરેખર તે શું હોય છે. – જાણો શું છે વિગતે
ભારતમાં નેતાઓ, અધિકારીઓ તેમજ મહત્ત્વની હસ્તીઓ ઉપરાંત નામી હસ્તીઓને થનારા કોઈ પણ પ્રકારના જોખમને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી આ બધા જ ને એક ખાસ પ્રકારની સુરક્ષા આપવામા આવે છે જેમાં કેટલાએ પ્રકારના કમાંડો અથવા સુરક્ષાકર્મીઓ હોય છે. સરકાર જે સુરક્ષા આપે છે તેને Z- પ્લસ સિક્યોરીટી કહે છે, આ સાથે જ બીજી કેટલીક કેટેગરીની સિક્યોરીટી પણ પુરી પાડવામાં આવે છે જેમાં, Z, Y, અથવા X નો સમાવેશ થાય છે. અને આ કેટેગરી પ્રમાણે તેમાં સુરક્ષા કર્મીઓની સંખ્યા હોય છે. સરકાર તરફથી આ પ્રકારની ખાસ સુરક્ષા આપણા મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, સુપ્રીમ કોર્ટના જજ અથવા કેટલાક સિનિયર બ્યૂરોક્રેટ્સને આપવામાં આવે છે. તમારી જાણકારી માટે જણાવી દીએ કે ભારતમાં આજના સમય સુધી 500થી વધારે લોકો ને જ આ પ્રકારની સુરક્ષા મળે છે જેમાંથી 15 લોકો પાસે Z પ્લસ સિક્યોરીટી હોય છે.

શું છે Z સિક્યોરિટી
તમે Z+ સિક્યોરીટી, z સિક્યોરિટી, Y સિક્યોરિટી જેવી શ્રેણીઓ વિષે સાંભળ્યું છે પણ તે ખરેખર શું હોય છે તે વિષે વધારે માહિતી નહીં ધરાવતા હોવ. તો ચાલો આજે અમે તમને તે વિષે જણાવીએ
X લેવલ સિક્યોરિટી

X સિક્યોરીટી સૌથી બેઝિક લેવલનું પ્રોટેક્શન છે. તેમાં એક પર્સનલ સિક્યોરિટી ઓફિસર એટલે કે પીએસઓ સહિત માત્ર 2 સુરક્ષાકર્મી હોય છે, જેમાં કમાન્ડોને શામેલ નથી કરવામાં આવતા.
Y લેવલ સિક્યોરિટી
Y કેટેગરીની સુરક્ષામાં સુરક્ષાકર્મીઓની સંખ્યા ઘટીને 11 થઈ જાય છે. તેમાં બે પર્સનલ સિક્યોરિટી ઓફિસર સમાવિષ્ટ હોય છે. એક્સ કેટેગરીમાં સુરક્ષામાં બે સુરક્ષાકર્મી પ્રદાન કરવામાં આવે છે જેમાં એક પીએસઓ પણ સામેલ હોય છે.

Z લેવલ સિક્યોરિટી કેટેગરી
Z લેવલ સિક્યોરીટી સુરક્ષામાં 22 સુરક્ષાકર્મીઓ હોય છે જેમાં 4 અથવા 5 એનએસજી કમાન્ડોને સમાવવામાં આવે છે, આ ઉપરાંત તેમાં ITBP, NZG અથવા CRPF તેમજ પેલીસના જવાન ફરજ પર હોય છે. Y લેવલની સિક્યોરિટીમાં એક એસ્કોર્ટનો પણ સમાવેશ થાય છે
Z+ કેટેગરી સિક્યોરિટી

Z+ કેટેગરીની સુરક્ષા દેશની સૌથી મોટી સુરક્ષા માનવામાં આવે છે. તે હેઠળ 36 સુરક્ષાકર્મી ફરજ બજાવે છે. તેમાં એનએસજી, એસપીજી કમાન્ડો, આઈટીબીપી અને સીઆરપીએફના જવાનોનો સમાવેશ થાય છે. આ સુરક્ષામાં પહેલા ઘેરાની જવાબદારી એએસજી અને બીજા ઘેરાની જવાબદારી એસપીજી કમાન્ડો પાસે હોય છે. દેશમાં માત્ર 15 લોકોને જ ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
SPG સુરક્ષા

ઓક્ટોબર 1984માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની હત્યા બાદ 1985માં એસપીજીની સ્થાપના કરવામાં આવી. આ સુરક્ષા પ્રધાનમંત્રી, પૂર્વ અને તેમના પરિવારને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગાંધી પરિવારને એસપીજીની સુરક્ષા પ્રાપ્ત છે. આ સુરક્ષાનું સૌથી ઉંચુ સ્તર છે. તેમાં તેનાત કમાંડો પાસે અત્યાધુનિક હથિયાર તેમજ સંચાર ઉપકરણ હોય છે.
કોને આપવામાં આવે છે સિક્યોરિટી ?

દેશના સમ્માનિત લોકો અને પોલિટિશિયનને જો જીવનું જોખમ હોય તો તેમને સિક્યોરિટિ આપવામાં આવે છે. આ સુરક્ષા મિનિસ્ટર્સને મળતી સિક્યોરીટીથી અલગ હોય છે. તેમાં પહેલા સરકારને તેના માટે એપ્લિકેશન આપવી પડે છે ત્યાર બાદ સરકારને તેના માટે ગુપ્ત સંસ્થા દ્વારા જેતે વ્યક્તિને ઉભા થનાર જેખમનો અંદાજો લગાવવામાં આવે છે. જો તેમને જોખમ હોવાની વાત કન્ફર્મ થાય તો ત્યાર બાદ તેમને સિક્યોરીટી આપવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.