રોજ માત્ર 10 મિનીટ સુધી આ ઓઇલનો ઉપાય કરી લેશો તો શરીર રહેશે નિરોગી

ઓઈલ પુલિંગ એ પ્રાચીન અને આયુર્વેદિક પ્રકારની વિધિ છે. આ પ્રક્રિયા દ્વારા અસાધ્ય રોગોથી બચી શકાય એટલું જ નહી પણ ઘણી બીમારીઓ થતા રોકી પણ શકાય છે. આ સાથે જ આ ઉપાય નિયમિત કરવાથી વ્યક્તિ 100 વર્ષ સુધી નિરોગી જીવન જીવી શકે છે. આ ઉપાય નિયમિત કરવાથી માથાનો દુખાવો, સાયનસ સહિતની અન્ય ઘણી બીમારીઓમાંથી પણ બચી શકાય છે. તો આજે આપણે જાણીએ આ ઓઈલ પુલિંગ પ્રક્રિયા અને એના ફાયદા વિશે.

ઓઈલ પુલિંગ કેવી રીતે કરી શકાય

ઓઈલ પુલિંગની પ્રક્રિયામાં તલ, જેતૂન અથવા નારિયેળનું વર્જિન ઓઈલ ઉપયોગમાં લેવામાં આવે છે. આ મિશ્રણમાંથી 2 કે 3 ચમચીને મોંમાં મુકીને અંદાઝીત દસ મિનીટ સુધી આમ તેમ ફેરવવું જોઈએ અને પછી એને ફેંકી દેવું. આ પ્રક્રિયા વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ દરમિયાન એનું એક પણ ટીપું પેટમાં ન જાય. કારણ કે આ તેલથી મોંમાં રહેલાં બેક્ટેરિયા, વાયરસ અને અન્ય હાનિકારક તત્વો પેટમાં જતા રહે છે, જે નુકશાનકારક હોય છે.

ઓઈલ પુલિંગથી થતા ફાયદા

ઓઈલ પુલિંગ દ્વારા મોંમા રહેલા બેક્ટેરિયા, વાયરસ અને હાનિકારક તત્વો ખતમ થઈ જાય છે, તેમજ દાંતમાં રહેલી સેન્સિટિવિટીની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

ઓઈલ પુલિંગની મદદથી શરીરમાં સોજા આવવાની સમસ્યા દુર થઇ જાય છે. માથાનો દુખાવો, માઈગ્રેન, સાયનસ અથવા સ્ટ્રેસને કારણે થનારા માથાના દુખાવાની સમસ્યામાંથી પણ ઓઈલ પુલિંગ દ્વારા રાહત મળે છે.

ઓઈલ પુલિંગ દ્વારા માથાનો દુખાવો, બ્રોન્કાઈટિસ, દાંતના દર્દ, અલ્સર, પેટ, કિડની, આંતરડા, હાર્ટ, લિવર તેમજ ફેફસાંના રોગો સહીત અનિદ્રાની સમસ્યાથી પણ રાહત મળે છે.

સામાન્ય રીતે બેક્ટેરિયા અને હાનિકારક તત્વો, મોં દ્વારા જ શરીરમાં પ્રવેશતા હોય છે. પણ, ઓઈલ પુલિંગ થેરાપી દ્વારા એને રોકી શકાય છે.

સામાન્ય રીતે બોડી ડિટોક્સ થવાના કારણે ઓઈલ પુલિંગથી એનર્જીનું લેવલ પણ ઝડપથી વધે છે. તેમજ બોડી ડિટોક્સ થવાના લીધે પેટનું એસિડ લેવલ પણ નિયંત્રિત બેલેન્સમાં રહે છે, પરિણામે માઈગ્રેનની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

બોડીના ટોક્સિન્સ દૂર થવાને કારણે હોર્મોન્સ લેવલ પણ બેલેન્સમાં રહે છે. જો બે 2 સપ્તાહ સુધી રોજ ઓઈલ પુલિંગ કરવામાં આવે તો શરીર, સ્વાસ્થ્ય અને સ્કિનમાં પણ ફરક દેખાવા લાગે છે. તેમજ બેક્ટેરિયા, વાયરસ, ફંગસ અને અન્ય ટોક્સિન્સ બહાર નીકળી જવાથી સ્કીન સાફ રહે છે. સ્કીન ઉજળી થાય છે એમાં આવતી શાઈન એ શરીર ડિટોક્સ થયાની નિશાની ગણવામાં આવે છે.

દાંત મોટી જેવા ચમકિલા બની જાય છે, તેમજ દાંતને લગતી અન્ય સમસ્યાઓ પણ ઓઈલ પુલિંગ થેરાપી દ્વારા દુર થઇ જાય છે. કારણ કે ઓઈલમાં રહેલા નેચરલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીબાયોટિક ગુણ દાંતને સ્વસ્થ રાખે છે અને દાંતની અન્ય સમસ્યા જેવી કે કેવિટી, શ્વાસની દુર્ગંધ અને પેઢાંમાં લોહી આવવાની સમસ્યામાંથી પણ છુટકારો આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span