છત્રપતિ શિવાજીના આ 5 ભવ્ય કિલ્લાની સફર જિંદગીમાં એકવાર જરૂર કરજો, રાજસ્થાનને ભૂલી જશો…

મરાઠા સામ્રાજ્યના ભવ્ય ઈતિહાસ વિશે તો બધાએ પુસ્તકોમાં વાંચ્યુ જ છે. મરાઠાઓનો ઈતિહાસ બહુ જ ભવ્ય રહ્યો છે, જેમાં આપણે છત્રપતિ શિવાજી મહારાજની શૌર્યગાથાથી પણ વાકેફ છીએ. મરાઠા સામ્રાજ્યની ધ્વજ લહેરાવનાર છત્રપતિ શિવાજી મહારાજના પસંદગીના 5 કિલ્લાઓની માહિતી આજે અમે તમને શેર કરીએ છીએ. જેમાં શિવાજીએ મરાઠા સામ્રાજ્યને આગળ વધાર્યો હતો. જો તમે હિસ્ટ્રી રિલેટેડ ટુર કરવા માંગો છો, તો બહુ જ ફરવા જેવા છે શિવાજીના આ કિલ્લાઓ.

image source

શિવનેરી કિલ્લો

શિવાજીનો જન્મ આ કિલ્લામાં થયો હતો. આ કિલ્લો પૂણેની પાસે જુન્નર ગામમાં છે. આ કિલ્લાની અંદર માતા શિવાઈનું એક મંદિર છે, જેના નામ પર શિવાજીનું નામ રાખવામાં આવ્યું હતું. આ કિલ્લામાં મીઠા પાણીના બે સ્ત્રોત છે, જેને લોકો ગંગા-જમના કહે છે. કિલ્લાની ચારે તરફ ઊંડી ખીણ છે. જેનાથી શિવનેરી કિલ્લો સુરક્ષિત રહેતો હતો. આ કિલ્લામાં અનેક એવી ગુફાઓ છે, જે હવે બંધ રાખવામાં આવી છે. કહેવાય છે કે, આ ગુફાઓમાં જ શિવાજીએ ગુરિલ્લા હુમલાની ટ્રેનિંગ લીધી હતી.

image source

પુરંદર કિલ્લો

પુરંદર કિલ્લો પૂણેથી 50 કિલોમીટર દૂર સાસવાદ ગામમાં છે. આ કિલ્લામાં બીજા છત્રપતિ શંભાજી રાજે ભોંસલેનો જન્મ થયો હતો. શંભાજી શિવાજીના પુત્ર હતા. શિવાજીની પહેલી જીત આ કિલ્લા પર કબ્જો કરીને થઈ હતી. મુઘલ સમ્રાટ ઔરંગઝેબે 1665મા કિલ્લા પર કબજો મેળવ્યો હતો, જેને 5 વર્ષ બાદ શિવાજીએ છોડાવ્યો હતો અને મરાઠાનો ઝંડો લહેરાવ્યો હતો. આ કિલ્લામાં એક સુરંગ છે, જેનો રસ્તો કિલ્લાની બહાર તરફ જાય છે, જેનો ઉપયોગ યુદ્ધના સમયે શિવાજી બહાર જવા માટે કરતા હતા.

image source

રાયગઢનો કિલ્લો

રાયગઢો કિલ્લો શિવાજીના રાજધાનીની શાન કહેવાતો. તેમણે 1674મા આ કિલ્લાને બનાવ્યો હતો અને મરાઠા સામ્રાજ્ય સંભાળ્યા બાદ અહીં લાંબો સમય રહ્યા હતા. રાયગઢનો કિલ્લો દરિયાના લેવલથી 2700 ફીટ ઊંચાઈ પર છે. આ કિલ્લા સુધી પહોંચવા માટે અંદાજે 1737 સીઢીઓ ચઢવી પડે છે. રાયગઢ કિલ્લા પર 1818 વર્ષમાં અંગ્રેજોએ કબજો જમાવ્યો હતો અનેક કિલ્લામાં જોરદાર લૂંટફાટ મચાવી હતી. જેનાથી કિલ્લાનો અનેક ભાગ નષ્ટ થયો હતો.

image source

સિંધુદુર્ગ કિલ્લો

છત્રપતિ શિવાજીએ સિંધુદુર્ગ કિલ્લાનું નિર્માણ કોંકણ કિનારે કરાવ્યું હતું. મુંબઈથી 450 કિલોમીટર દૂર સિંધુદુર્ગ કિલ્લો આવેલો છે. આ કિલ્લાને બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. તે 48 એકરમા ફેલાયેલો છે. કહેવાય છે કે, તેની દિવાલોને દુશ્મનથી દૂર રાખવા અને સમુદ્રની લહેરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી.

image source

પ્રતાપગઢ કિલ્લો

મહારાષ્ટ્રના સતારામાં આવેલ પ્રતાપગઢ કિલ્લો છત્રપતિ શિવાજીના શૌર્યની કહાનીને રજૂ કરે છે. આ કિલ્લાને પ્રતાપગઢમાં થયેલા યુદ્ધના પ્રતિક તરીકે ઓળખાય છે. શિવાજીએ નીરા અને કોયના નદીના કિનારાની સુરક્ષા માટે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. 1656માં પ્રતાપગઢ કિલ્લો બનીને તૈયાર થયો હતો. આ કિલ્લાથી 10 નવેમ્બર, 1656ના રોજ છત્રપતિ શિવાજી અને અફઝલ ખાનની વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં શિવાજીની જીત થઈ હતી. પ્રતાપગઢ કિલ્લાની આ જીતને મરાઠા સામ્રાજ્ય માટે પાયારૂપ ગણાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.