આ રીતે ઘરે કરો મેનિક્યોર, જાણો તેની સ્ટેપ બાય સ્ટેપ રીત અને તેનાથી થતા આ ફાયદાઓ વિશે પણ

મેનિક્યોર કરાવવું એ દરેક મહિલા માટે એક અદ્ભુત અનુભવ છે. મેનિક્યોર કરાવવાથી તમારા હાથ સુંદર મુલાયમ બની જાય છે. જો તમે હંમેશા તમારા હાથને સુદંર અને કોમળ રાખવા માગતા હોવ તો તમારે નિયમિત રીતે મેનિક્યોર કરાવવું જોઈએ અથવા જાતે જ કરાવવું જોઈએ. પણ બહાર મેનિક્યોર કરાવવું થોડું મોંઘુ પણ હોય છે અને દર વખતે નિયમિત પણે પાર્લરમાં મેનિક્યોર માટે જવું શક્ય પણ નથી હોતું. અને માટે જ અમે આજે તમારા માટે ઘરે જ મેનિક્યોર કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી લઈને આવ્યા છીએ.

image source

જો કે તમે એવું વિચારતા હોવ કે મેનિક્યોર ઘરે કરવું તે સરળ રહેશે પણ તેવું નથી ખાસ કરીને જ્યારે તમે શીખી રહ્યા હોવ ત્યારે એકવાર શિખી ગયા પછી અને તમને પ્રેક્ટિસ આવી જાય પછી તે ઘણું સરળ બની જાય છે. તો ચાલો અમે તમને બતાવીએ કે સ્ટેપ બાય સ્ટેપ મેનિક્યોર કેવી રીતે કરવું અને તેના લાભો શું હોય છે તે વિષે.

મેનિક્યોર કરવાના લાભ

image source

– આપણે એ તો જાણીએ જ છીએ કે આપણા હાથ એ સૌથી વધારે કામ કરતું અંગ છે અને તેમ છતાં આપણે તેની જોઈએ તેટલી સંભાળ નથી લેતા. મેનિક્યોરના એક સ્ટેપમાં હેન્ડ મસાજનો પણ સમાવેશ થાય છે. જે તમારા હાથમાં બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. તે તમારા કાંડા, આંગળી અને સાંધાની લવચિકતા વધારે છે.

image source

– તે તમારા નખને સ્વચ્છ રાખે છે. ઉપર જણાવ્યું તેમ સૌથી વધારે હાથનો ઉપયોગ આપણે દિવસ દરમિયાન કરતા હોઈએ છીએ અને તેના કારણે તમારા નખ સતત ગંદા રહે છે. પણ મેનિક્યોરથી તમારા નખ સ્વચ્છ બને છે અને હેલ્ધી પણ બને છે. અને તેના કારણે તમારા સ્વાસ્થ્યને પણ લાભ થાય છે.

image source

– તમારા હાથને મુલાયમ બનાવે છે મેનિક્યોર. મેનિક્યોર જો યોગ્ય રીતે કરવામાં આવે તો તમારા ચહેરા જેટલા જ સોફ્ટ હાથ મેળવી શકો છો. આ ઉપરાંત તે તમારા હાથ પરની મૃત ચામડી પણ દૂર કરે છે અને તેને પોષણ પુરુ પાડે છે.

સ્ટેપ બાય સ્ટેપ મેનિક્યોર

– સૌ પ્રથમ તો તમારે એક યોગ્ય નેઇલ શેપ નક્કી કરી લેવો. આજે તમે જો સોશિયલ મિડિયા પર કે ઇન્સ્ટાગ્રામની અવારનવાર મુલાકાત લેતા હશો તો તમે હાલના ટ્રેન્ડી નેઇલ શેપ્સ વિષે જાણતા જ હશો. પણ સૌથી ક્લાસિ શેપ છે રાઉન્ડેડ નેઇલ્સ. તો તમારા નખનો શેપ પસંદ કરીને તેને શેપ આપી દો.

Step 1: Start with pick the correct nail shape
image source

– હવે તમારા નખને શેઇપ આપ્યા બાદ તમારા નખની કીનારીઓને બરાબર ઘસીને સ્મુધ બનાવી લો. તમારા નખની કિનારીઓ તેમજ નખની નીચેના ભાગને બરાબર સ્મુધ કરી લો. તેના માટે તમે નેઇલ ફાઇલનો ઉપયોગ કરી શકો છો અને ત્યાર બાદ બફરનો ઉપયોગ કરી શકો છો.

Step 2: Remember to buff the edges of your nails
image source

– તમે જ્યારે ઘરે મેનિક્યોર કરતા હોવ ત્યારે તમે ઘણા બધા સ્ટેપ્સને ઇગ્નોર કરી દેતા હોવ છો માટે તમને તેમાં પાર્લર જેવો સંતોષ ન મળી શકે. માટે હવે તમારા નખને શેઇપ આપ્યા બાદ અને તેને ફાઇલ કર્યા બાદ તમારે તેને સ્વચ્છ કરી લેવા. જો તમે નેઇલ પોલીશ લગાવી હોય તો તમારે તમારા નખરને નેઇલ પોલિશ રિમુવરથી સાફ કરી લેવા.

Step 3: Prep 'em nails well
image source

– હવે તમારા નખ સાફ કરી લીધા બાદ તમારા નખને પાણીમાં પલાળો, તેમ કરવાથી તમારી નખ આસપાસના ક્યુટીકલ સોફ્ટ થશે. અને માટે તમે તેને સરળતાથી દબાવી શકશો. આ સ્ટેપ મહત્વનું છે. તેના કારણે તમારા નખ એક સરખા શેઇપ વાળા દેખાય છે. પણ આ સ્ટેપ કરતી વખતે થોડી કાલજી લેવી તમને વાગી પણ શકે છે.

– હવે આટલુ કર્યા બાદ તમારે તમારા હાથને એક્સફોલિએટ કરવા. આમ કરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન વધશે, તેમાંથી ગંદકી અને ડેડ સ્કીન બહાર નીકળી જશે અને તે વિવિધ ઇન્ફેક્શનથી પણ દૂર રહેશે. આ સ્ટેપ તમારા નખને નેઇલ પોલીશ માટે તૈયાર કરે છે. કારણ કે તે તમારા નખને સ્મૂધ બનાવે છે.

image source

– હવે આટલુ કર્યા બાદ તમારે એક સારી મોઇશ્ચરાઇઝર ક્રીમ લેવી, અથવા બોડીબટર કે બોડી બામ લેવું. અને તેનાથી હળવા હાથે મસાજ કરવું આમ કરવાથી તમારો હાત હાઇડ્રેટ થઈ જશે.

– હવે આટલુ કરી લીધા બાદ જ્યારે તમે નેઇલ પોલીશ કરવા જઈ રહ્યા હોવ ત્યારે તમારે ક્યારેય તમારી નેઇલ પોલીશની બોટલ શેક ન કરવી એટલે કે હલાવવી નહીં. આપણે હંમેશા નેઇલપોલિશ કરતા પહેલાં બોટલ હલાવી નાખતા હોઈએ છીએ અને તમારી આ જ આદતના
કારણે તમારું મેનિક્યોર વધારે સમય સારું નથી રહેતું. આમ કરવાથી તમારી નેઇલ પોલિશમાં બબલ્સ થાય છે જેના કારણે તે નખ પર સ્મૂધ ઇફેક્ટ નથી આપતી.

– સૌ પ્રથમ તમારે બે એકદમ પાતળા કોટ નેઇલ પોલિશના લગાવવા. સામાન્ય રીતે આપણે એવું કરતા હોઈએ છીએ કે પહેલું કોટ જ આપણે ખૂબ જાડું કરી દેતા હોઈ છીએ. પણ તમારે તેમ ન કરવું જોઈએ. કારણ કે જાડો કોટ લગાવવાથી તેને સુકાતા વાર લાગે છે માટે તમે તેના પર બીજો કોટ એપ્લાઇ નથી કરી શકતા અથવા જો કરવાની ઉતાવળ કરો તો તેની સ્મૂધનેસ દૂર થઈ જાય છે અને પછી કામ ખરાબ થઈ જાય છે માટે તમારે નેઇલ પોલીશના ત્રણ પાતળા લેયર જ લગાવવા જોઈએ.

image source

– જ્યારે તમે ઘરે જ તમારા નેઇલ પેઇન્ટ કરતા હોવ ત્યારે તમે એક જ સ્ટ્રોકમાં આખા નખને રંગી નાખવાનો પ્રયાસ કરતા હોવ છો પણ તેવું ન કરવું. તેની પ્રોફેશનલ રીત એ છે કે તમે તેને ત્રણ સ્ટ્રોકમાં કરો પહેલો સ્ટ્રોક તમારે નખની મધ્યમાં લગાવવો ત્યાર બાદ બાજુઓ પર
લગાવવો.આમ કરવાથી તમે યોગ્ય રીતે તમારા નખને પેઇન્ટથી કવર કરી શકશો અને તે પર્ફેક્ટ અને સીમલેસ લાગશે.

Step 9: Don’t apply heat to dry your mani
image source

– નેઇલ પોલીશ લગાવ્યા બાદ ક્યારેય તમારે તમારા નખને ફૂંક મારીને ડ્રાઈ ન કરવા પણ એર ડ્રાઈ કરવા. પણ તેમ છતાં તમે ઉતાવળમાં હોવ અને નેઇલ ડ્રાઈ કરવા માગતા હોવ તો તમારે હોટ નહીં પણ કોલ્ડ એર યુઝ કરવી જોઈએ.

Step 8: Three strokes for perfectly painted nails
image source

– હવે જો નેઇલ પેઇન્ટ કર્યા બાદ તમને તેમાં કોઈ ભૂલ દેખાય તો તમારે તેને તરત જ સુધારી લેવી. તેમ નહીં કરો તો તમારી ભૂલ મોટી થતી જશે. તેના માટે તમે ટૂથપીકનો ઉપયોગ કરી શકો છો. તમારા નખની બહાર જે વધારાનો પેઇન્ટ લાગી ગયો હોય તેને દૂર કરવા માટે તમારે ટૂથપીકને એસેટોનમા પલાળવી અને તેનાથી તે વધારાનો રંગ દૂર કરી દેવો.

Step 11: Maintain your manicure everyday
image source

– આ છેલ્લુ સ્ટેપ પણ ખૂબ જરૂરી છે અને તે છે તમારા મેનિક્યોરને મેઇનટેઇન કરવાનું. મેનિક્યોરમાં ઘણો સમય અને ધીરજ જતી હોય છે, પણ જો તમે આટલી મહેનત કર્યા બાદ તેની સંભાળ નહીં રાખો તો તે મેનિક્યોર વધારે સમય નહીં ટકી શકે. માટે તમે જ્યારે કામ કરતા હોવ ત્યારે તમારે રબર ગ્લવ્ઝનો ઉપયોગ કરવો. આ ઉપરાંત તમારે તમારા નખ પર રોજ ક્યુટીકલ ઓઇલથી મસાજ કરવું. જેનાથી તે હેલ્ધી રહે. અને તમારા હાથ પર પણ મોઇશ્ચરાઇઝરથી હળવું મસાજ કરતા રહેવું.

તો હવે આ સ્ટેપ્સની મદદથી તમે ઘરે જાતે જ તમારા હાથની સંભાળ લઈ શકો છો. તેને કોમળ બનાવી શકો છો. અને તેને આકર્ષક બનાવી શકો છો.