આ વ્યક્તિ તો જબરો નિકળ્યો હોં….100, 110 નહિં પણ 120 સ્ત્રીઓ સાથે આ વ્યક્તિ કરી ચૂક્યો છે લગ્ન, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

લગ્ન, તે બે વ્યક્તિઓ વચ્ચે સામાજિક કે ધાર્મિક માન્યતા પ્રાપ્ત મિલન છે. જે તે લોકો વચ્ચે, તેમજ તેની સાથે સાથે તે કોઈ પણ પરિણામસ્વરૂપ જૈવિક કે પછી દત્તક બાળકો તેમજ સંબંધીઓ વચ્ચેના અધિકારો તેમજ જવાબદારીઓને સ્થાપિત કરે છે. લગ્નની વ્યાખ્યા માત્ર સંસ્કૃતિઓ અને ધર્મો વચ્ચે જ માત્ર નહીં પણ કોઈ પણ સંસ્કૃતિ અને ધર્મના ઇતિહાસમાં પણ આખી દુનિયામાં બદલાતી રહે છે.
સામાન્ય રીતે, આ એક સંસ્થાન છે જેમાં પારસ્પરિક સંબંધ, સામાન્ય રીતે યૌન, સ્વીકાર કરવામા આવે છે અથવા તો તે સ્વયંસ્વીકૃત હોય છે.

image source

તમે હંમેશા વાર્તાઓમાં સાંભળ્યું હશે કે વાંચ્યુ હશે કે જુના જમાનામાં રાજા-મહારાજાઓ ઘણી બધી રાણીઓ રાખતા હતા. પણ 21મી સદીમાં શું તમે ક્યારેય સાંભળ્યું છે કો કોઈ વ્યક્તિએ 120 લગ્ન કર્યા હોય !

image source

હા, વાંચકો, આજે અમે તમને એક એવી વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે 58 વર્ષની ઉંમર સુધીમાં 120 લગ્ન કરી ચુક્યો છે. અને હજુ પણ વધારે લગ્નો તે કરવા માગે છે. આ વ્યક્તિના લગ્નોની ખાસિયત એ છે કે તે લગ્ન કરતાં પહેલા છોકરીઓને બધું જ જણાવી દે છે. અને તેમ છતાં તે છોકરીઓ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. તો ચાલો જાણીએ આ ચિત્ર વિચિત્ર દુલ્હા વિષે.

image source

મળેલી માહિતી પ્રમાણે આ વ્યક્તિ થાઇલેન્ડમાં રહે છે આ વ્યક્તિનું નામ તંબન પ્રેઝર્ટ છે. અહીંના કાયદા પ્રમાણે જો તમે બે લગ્ન કર્યા હોય તો તમને જેલની સજા થઈ શકે છે આ વ્યક્તિના લગભગ 28 બાળકો  છે. તંબને તાજેતરમાં જ પોતાની જીવનસંગીનીઓ વિષે જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે તંબનનો કંસ્ટ્રક્શનનો બિઝનેસ છે. તે સ્થાનીક રાજકારણમાં પણ ઘણી દખલ કરે છે અને તે એક જાણીતી
વ્યક્તિ છે.

image source

તંબને પોતાના લગ્નો વિષે રોચક વાત કહી છે કે તેઓ જ્યારે પણ પોતાના બિઝનેસ માટે જાય છે ત્યારે ત્યાં જ એક લગ્ન કરી લે છે. પહેલીવાર તંબનના લગ્ન 17 વર્ષની ઉંમરમાં થયા હતા. બિઝનેસ માટે તેઓ થાઇલેન્ડના અલગ-અલગ વિસ્તારોમાં જવા લાગ્યા અને તેમણે ઘણી બધી છોકરીઓ સાથે સંબંધ બનાવ્યા. ત્યાર બાદ તેને એક વિચિત્ર લત લાગી ગઈ અને તે લગ્ન કરવા લાગ્યા.

image source

આશ્ચર્યની વાત તો એ છે કે તંબન પોતાના લગ્ન પહેલા દરેક છોકરીને અને તેના માતા-પિતાને પોતાના અગાઉના લગ્નો વિષે જણાવી દે છે. પણ તેમ છતાં પણ તે છોકરી તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. અને તેણીના માતાપિતાને પણ તેની સામે કોઈ જ વાંધો નથી હોતો.