પુકાર ફિલ્મની શૂટિંગમાંથી અભિષેક બચ્ચનને ભગાડવામાં આવ્યો હતો, કર્યું હતું આવું કામ

લોકડાઉન અને કોરોનાના કારણે અત્યારે સામાન્ય લોકો અને સેલેબ્રેટી પણ પોતપોતાના ઘરમાં ભરાયેલા છે. પરિણામે તેઓ સોશિયલ મીડિયામાં વધુ એક્ટીવ રહે છે. આવા સમયે તેઓ અનેક અવનવી વાતો લોકો સમક્ષ રજુ કરે છે. અમિતાભ બચ્ચન અવારનવાર આવા કિસ્સાઓ લોકો સમક્ષ રજુ કરતા રહેતા હોય છે.

અભિષેક બચ્ચનને પિતાના સેટ પરથી ભગાડવામાં આવ્યો

image source

બોલીવુડના બીગ-બી એટલે કે અમિતાભ બચ્ચન અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની જૂની યાદો વિષે વાત કરતા રહે છે. આ યાદોમાં તેઓ પોતાના બાળપણ વિશે તેમજ અભિષેક બચ્ચન વિશેની વાતો વહેચતા હોય છે. જો કે આ વખતે એમણે અભિષેક બચ્ચન સાથે જોડાયેલ પુકાર ફિલ્મની એક રમુજી કથા શેર કરી હતી.

image source

પુકાર ફિલ્મની શુટિંગ વખતે કરી હતી આવી રમત

ઉલ્લેખનીય છે કે વર્ષ 1983માં અમિતાભ બચ્ચનની ‘પુકાર’ ફિલ્મ ખુબ જ સફળ રહી હતી. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચને ફિલ્મના સેટ પર એવી ખોટી રમત કરી હતી કે એમને ત્યાંથી તરત જ છુટા કરી દેવામાં આવ્યા હતા.

image source

ગોલ્ડી બહલ પણ ત્યારે એમની સાથે જ હતા

આ ત્યારની ઘટના છે, જ્યારે અભિષેકની ઉમર 5 કે 6 વર્ષની જ હતી. જો કે આ રમતમાં એમની સાથે ગોલ્ડી બહલ પણ હતા. ફિલ્મના સેટ પર એ તલવાર જોઇને એટલા ખુશ થઇ ગયા હતા કે એનાથી રમવાનું શરુ કરી દીધું હતું અને ફિલ્મના કલાઈમેક્સ પહેલા જ તલવારો તોડી નાખી હતી.

નકલી તલવારોથી રમવાનો ઉત્સાહ

image source

અભિષેક બચ્ચન આ બાબતે જણાવે છે કે, બાળપણના બે મિત્રો છેક ત્યારથી સાથે જ ફિલ્મ બનાવવા માંગે છે જ્યારથી એમને પિતાની ફિલ્મના સેટ પરથી બહાર નીકળવામાં આવ્યા હતા. જો કે આવું એમની રમતના કારણે કરવામાં આવ્યું હતું. એમણે પ્રોપ્સ તોડી નાખી હતી. તેઓ કહે છે કે 5-6 વર્ષની એ ઉમરે નકલી તલવાર જોઇને અમે ઉત્સાહિત થઇ ગયા હતા.

આ ફિલ્મના ડાયરેક્ટર ગોલ્ડી બહલના પિતા હતા

અભિષેકે વધુમાં જણાવ્યું હતું કે પુકાર ફિલ્મના ડાયરેક્ટર ગોલ્ડી બહલના પિતાજી રમેશ બહલ હતા અને મારા પિતાજી આ ફિલ્મના લીડ અભિનેતા હતા. ગોવામાં આ ફિલ્મના કલાઈમેક્સ સીનના શુટિંગ દરમિયાન નકલી તલવારો અમારા હાથમાં આવી ગઈ હતી.

image source

આ શરારતના કારણે હોટેલ મોકલવામાં આવ્યા હતા

અભિષેકે આ બબાતે ઈંસ્ટા પોસ્ટમાં લખ્યું હતું કે અમે જયારે રમવાનું શરૂ કર્યું અને તલવાર અમારા હાથે તૂટી ગઈ હતી. જો કે આ રમતના કારણે અમને તરત જ હોટલ પર કાઢી મુકવામાં આવ્યા હતા. આજે 19 વર્ષ પછી, અમે સાથે મળીને અમારી પહેલી ફિલ્મ કરી છે.

ગોલ્ડી સાથે ‘બસ ઇતના સા ખ્વાબ હે’ ફિલ્મ કરી

image source

અભિષેકે આ બાબતે કહ્યું હતું કે અમે લોકોએ સાથે મળીને પહેલી ફિલ્મ ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’ કરી હતી. આ ફિલ્મ ગોલ્ડી બહલની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ હતી. અભિષેક બચ્ચન સાથે રાની મુખર્જી અને સુષ્મિતા સેન પણ સામેલ હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.