શું તમે એડવેન્ચરના શોખીન છો? તો એક વાર ખાસ લેજો હિમાચલના કાંગડાની મુલાકાત, આવશે એટલી મજા કે ના પૂછો વાત

હિમાચલ પ્રદેશની કાંગડા પહાડીઓ ફરવા માટેનું એક આદર્શ સ્થળ છે. અહીંની પ્રાકૃતિક ખૂબસૂરતી પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ખાસ કરીને એડવેન્ચરના શોખીન લોકો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં ટ્રેકિંગ, પેરા ગ્લાઈડિંગ અને વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકાય છે. વળી, ટ્રેકિંગ કરવાના શોખીન માટે આ અદ્દભુત જગ્યા છે. વળી, આ સ્થળ હિમાચાલની સૌથી શ્રેષ્ઠ પહાડીઓ પણ શામેલ છે અને અહીં અનેક ફરવાલાયક સ્થળો છે.

image source

અહીં મહારાણા પ્રતાપ સાગર તળાવ પણ દર્શનીય છે..આ તળાવ વ્યાસ નદી પર બનેલા બંધના કારણે બન્યું છે અને તેનું પાણી 180 થી 400 વર્ગ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ જગ્યાને વર્ષ 1983 માં વન્યજીવ અભયારણ્ય જાહેર કરાઈ હતી. અહીં લગભગ 220 પક્ષીઓની પ્રજાતિ વસે છે. એ સિવાય અહીં એક કરેરી નામનું તળાવ પણ છે જે લીલાછમ જંગલથી ઘેરાયેલું છે. તેની કુદરતી સુંદરતા સૌ કોઈનું મન મોહી લે છે.

image source

ઉપરાંત અહીં એક શક્તિપીઠ સ્થાન પણ છે. જે એક પ્રાચીન મંદિર છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ મંદિર ઘણું સમૃદ્ધ હતું અને ત્યાં અનેક વખત વિદેશી લૂંટારુઓએ લૂંટ કરી હતી. એ સિવાય પણ અનેક મંદિરો છે.

image source

કાંગડામાં ધર્મકોટ, ભાગસુનાગ અને નડ્ડી વગેરે સ્થાનો પણ ફરવાલાયક છે. અમુક લોકો આ સ્થાનને મીની ઇઝરાયલ પણ કહે છે. અહીં કાંગડાનું નાનું હિલ સ્ટેશન પણ છે જે ટ્રેકિંગના શોખીન લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. ઐતિહાસિક ઇમારતોની વાત કરીએ તો અહીં નૂરપુરનો કિલ્લો, બૈજનાથ મંદિર, મસરૂર મંદિર અને મૅકલોડગંજનું ચર્ચ પણ જોવાલાયક છે. મૅકલોડગંજ કાંગડાથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે.

image source

કાંગડાના બૈજનાથમાં વિશ્વની બીજી સૌથી મોટી પેરાગ્લાઈડિંગ ટેક ઓફ સાઇટ છે. અહીં પર્યટકો પેરાગ્લાઈડિંગનો આનંદ લે છે. એ સિવાય પણ અહીં ટ્રેકિંગ માટેના કેટલાક અન્ય સ્થાનો પણ છે જ્યાં પર્યટન વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત ગાઈડ અને ટ્રાવેલ એજન્સી દ્વારા જઈ શકાય છે. કાંગડામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, પાલમપુરનું સૌરભ વન વિહાર, બીડ, છોટા અને બડા ભંગાલ ઘાટી, કાંગડા કલા સંગ્રહાલય, ડલ તળાવ, ભાગસુનાગ વોટર ફોલ જેવા સ્થાનો પણ છે.

image source

રોડ માર્ગે કાંગડા પહોંચવા માટે દિલ્હી, પઠાણકોટ, અને ચંદીગઢથી ડાયરેક્ટ બસ સેવા છે. અને ફ્લાઇટ દ્વારા કાંગડા જવા માટે ગગ્ગલ એરપોર્ટ સુધી જઈ શકો છો. કાંગડા ધર્મશાલાથી 14 કિલોમીટરના અંતરે છે. ટ્રેન દ્વારા કાંગડા જવા માટે પઠાણકોટ, જોગેન્દ્રનગર નેરોગેજ લાઇન પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span