આ દિવસે આ સમયે કરી લો આ રામબાણ ઉપાય, ઘરમાં ક્યારે નહિં ખૂટે પૈસા અને તિજોરી હંમેશા રહેશે પૈસાથી ભરેલી

અઠવાડિયામાં ફક્ત આ દિવસે સાંજે ૬ વાગ્યાથી લઈને ૯ વાગ્યાની વચ્ચે કરી લેવો જોઈએ આ રામબાણ ઉપાય, આર્થિક તંગી થઈ જશે સમાપ્ત.

ધન સાથે સંબંધિત સમસ્યાઓ માટે શાસ્ત્રીય ઉપાયો અજમાવવા સામાન્ય વાત છે એમાં વાસ્તુ શાસ્ત્રને લઈને નાના- નાના ટોટકા કરવાનું પણ સામેલ છે. કેટલાક એવા ઉપાય છે જેને કોઈ વિશેષ દિવસ પર આધારિત હોય છે. લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જે ભગવાન ગણેશને પુત્ર સમાન માને છે. એટલા માટે બુધવાર જે શાસ્ત્રો અનુસાર બુદ્ધિદેવ ગણપતિનો માનવામાં આવે છે, આ દિવસે કરવામાં આવેલ ધન સંબંધિત ઉપાય પણ ફળ આપનાર માનવામાં આવ્યા છે. આગળ અમે આપને જણાવી રહ્યા છીએ કે, બુધવારના દિવસે કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાય જે ફક્ત આપને આર્થિક લાભ અપાવશે, ઉપરાંત એનાથી ધન સંબંધિત આપની દરેક સમસ્યા સમાપ્ત થઈ શકે છે.

એને અજમાવતા સમયે બસ આટલું ધ્યાન રાખો કે, આ પ્રયોગોને આપે કોઈ બુધવારના દિવસે જ કરો.

image source

હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. એટલે કે, એવા દેવ જેમની ઉપસ્થિતિમાં ક્યારેય કોઇપણ વિઘ્ન નથી આવી શકતા. એવી માન્યતા પ્રચલિત છે કે, ગણેશજી પોતાના ભક્તના દરેક દુઃખ અને તકલીફને હરી લે છે. જો કોઈના જીવનમાં પૈસાની તંગી ચાલી હોય તો બુધવારના દિવસે સાંજે ૬ વાગ્યાથી લઈને ૯ વાગ્યાની વચ્ચે આ નાનકડા રામબાણ ઉપાયોને શ્રદ્ધાપૂર્વક કરી લેવામાં આવે છે તો હંમેશા માટે ધનની આવકના રસ્તાઓ ખુલી જશે અને કેટલાક દિવસોમાં જ વ્યક્તિ માલામાલ થઈ શકે છે.

બુધવારના દિવસે સાંજના સમયે જરૂર કરો ધન પ્રાપ્તિના એમાંથી કોઇપણ એક રામબાણ ઉપાય:

image source

-જો કોઈની ઉપર કોઈની ખરાબ નજર છે તો બુધવારના દિવસે સાંજના સમયે ગણેશજીના આ ઉપાય જીવનભર રક્ષા કરશે. એક લીલું નારિયેળ લેવું અને તેને પોતાના માથાથી પગ સુધી સાત વાત ફેરવીને ભગવાન ગણેશજીના ચરણોમાં તોડી દેવું જોઈએ, અને તેને ત્યાં જ છોડીને પાછા ઘરે આવી જવું આમ કરવાથી ખરાબ નજરના લીધે ધન પ્રાપ્તિમાં આવનાર બધી અડચણો દુર થઈ જશે.

image source

-બુધવારના દિવસે સાંજના સમયે ૬ વાગ્યાથી લઈને ૯ વાગ્યાની વચ્ચે એક નાના લાલ કલાવાને લઈને તેની પર ગણેશજીના ચરણોનું સિંદુર લગાવીને તેમના ચરણોમાં જ રાખી દેવું, અને ત્યાં જ બેસીને ‘ઓમ શ્રીગણેશાય નમ:’ના મંત્રના ૧૦૮ વાર મનમાં જ જાપ કરો. જાપ કર્યા પછી બેઠા બેઠા ગણેશજીની આરતી કરો અને આરતી કર્યા પછી તેને લાલ કલાવાને હાથમાં ઉઠાવીને તેને જે મંત્રના જાપ કર્યા છે તેનો ૧૧ વાર ઉચ્ચારણ કરવાની સાથે સાત વાર ગાંઠ બાંધીને પોતાના ગળામાં બાંધો કે પછી પર્સમાં રાખી દેવો. આ ઉપાય કર્યા પછી થોડાક સમયમાં ચમત્કારી પરિણામ આપને સામે હશે અને આર્થિક તંગી હંમેશા માટે સમાપ્ત થઈ જશે.

image source

-ઉપરોક્ત બંને ઉપાયો કરતા સમયે આ સાવધાની રાખો કે, એને કરતા સમયે આપને કોઈપણ અટકાવે નહી, અને જો કોઈ કઈ બોલે પણ છે તો તેનો જવાબ આપવો નહી. બુધવારના દિવસે ક્યારેય પણ પોતાના ભાઈ- બહેન સાથે દુશ્મની રાખો નહી. આમ કરવાથી ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી બંને કુપિત થાય છે. આ આપની બુદ્ધિના વિકાસને અટકાવે છે અને યોગ્ય નિર્ણય નહી લેવાના કારણે આપને ધનનું નુકસાન થાય છે. એનાથી બચવા અને સ્થિતિમાં સુધાર લાવવા માટે બુધવારના દિવસે પોતાના ભાઈ- બહેનોને ભેટ આપે અને તેમની સાથે સંબંધોમાં સુધાર કરો, આમ કરવાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દુર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.