અહિંયા સુહાગરાત સમયે રૂમની બહાર બેસી રહે છે આખા ગામના લોકો, કારણ જાણીને ચોંકી ઉઠશો તમે પણ

વિવિધ દેશો, વિવિધ જાતિઓ, વિવિધ ધર્મોમાં લગ્નની વિધિ અને પરંપરાઓ અલગ અલગ હોય છે. લોકો પોતાના વારસા અને પરંપરાના આધારે લગ્નસંસ્થાને અનુસરતા હોય છે. કેટલાક સમાજમાં લગ્ન પછી કેટલીક પરંપરાઓ તેમજે વિધિઓ નિભાવવામાં આવતી હોય છે. અને દર સમાજે સમાજે તેમાં નાની મોટી અસમાનતા રહેલી હોય છે. આ પરંપરાઓ સદીઓથી ચાલતી આવતી હોય છે જો કે જમાનો બદલાય તેમ તેમ તેમાં પણ પરિવર્તન કરવામાં આવતું હોય છે અને જમાના પ્રમાણે તેની સાથે અનુકુલન સાધવામાં આવતું હોય છે.

image source

વિવાહ એટલે કે લગ્ન, બે લોકો વચ્ચેનું એક સામાજીક કે પછી ધાર્મિક માન્યતા પ્રાપ્ત મિલન છે જે તેમની વચ્ચે, અને સાથે સાથે તેમના અને કોઈ પણ પરિણામી જૈવિક કે પછી દત્તક બાળકો તેમજ સંબંધીઓ વચ્ચેનો અધિકાર અને જવાબદારી સ્થાપિત કરે છે.

image source

વિશ્વમાં લગ્નને લઈને અલગ અલગ રિતિ તેમજ રિવાજો, માન્યતાઓ તેમજ પરંપરાઓ હોય છે. કેટલીક પરંપરાઓ એવી હોય છે જેના પર તમને વિશ્વાસ પણ નથી થઈ શકતો. એક ગામ એવું પણ છે જ્યાં સુહાગરાતના સમયે આખુ ગામ ઓરડા બહાર બેસી રહે છે. તો ચાલો જાણીએ આ ગામની આ વિચિત્ર પરંપરા વિષે અને તેની પાછળના કારણ વિષે.

image source

કંજરભાટ નામનો સમુદાય છેલ્લા 20 વર્ષથી આ જુની પરંપરાને નિભાવી રહ્યો છે. આ પરંપરાને નિભાવવાનો મુખ્ય ઉદ્દેશ દુલ્હનના ચરિત્ર વિષે જાણવાનો છે. આ પરંપરા પ્રમાણે વર અને વધુને ઓરડાની અંદર જતા પહેલાં સફેદ ચાદર આપવામાં આવે છે અને નવવિવાહિત જોડીને આ જ પથારી પર સફેદ ચાદર પાથરીને સુવું પડતું હોય છે.

image source

સવારે સરપંચ ચાદર પર ડાઘો જુએ છે. જો ચાદર પર ડાઘ હોય તો મહિલાને પવિત્ર માનવામાં આવે છે અને જો કોઈ ડાઘ ન જોવા મળે તો તે મહિલા પોતાની પરીક્ષામાં ફેલ થઈ ગઈ તેવું ગણવામાં આવે છે. એ જ કારણ છે કે આખું ગામ સુહાગરાતના સમયે ઓરડાની બહાર બેસી રહે છે.

image source

જો કે આ એક પ્રકારની આંધળી માન્યતા જ છે. બસ આવો ગણ્યો ગાંઠ્યો સમાજ જ આવી બધી માન્યતાઓ પર વિશ્વાસ ધરાવે છે. આજે જ્યારે વિજ્ઞાન આટલું બધું આગળ વધી ગયું છે ત્યારે કોઈ સ્ત્રીની પવિત્રતાની પરિક્ષા કરવી કંઈ આટલી સરળ નથી હોતી. અને તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક તર્ક પણ નથી રહેલો. પણ આજે પણ આવા લોકો દુનિયામાં અસ્તિત્ત્વ ધરાવે છે જે પરંપરાઓનું આંધળુ અનુકરણ
કરે છે અને તેનો ફેલાવો કરે છે.